પર્સનલ ફાયનાન્સ:ભાઈબીજે બહેનની નાણાકીય સુરક્ષા માટે આ 5 ગિફ્ટ આપો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે 16 નવેમ્બરે નવા વર્ષ સાથે ભાઈ બીજનો તહેવાર છે. જો તમારી કોઈ નાની બહેન છે તો અને તમે લાડકી બહેન માટે ગિફ્ટ ખરીદવા માગો છો તો તેને એવી ગિફ્ટ આપો કે જેનાથી તે ફાયનાન્શિયલી સિક્યોર રહે. અમે આવી કેટલીક ગિફ્ટ્સનું લિસ્ટ તૈયાર કર્યું છે આવો જાણીએ..

કોરોના કવચ પોલિસી આપી સ્વાસ્થ્યની સુરક્ષા
તમામ જનરલ અને સ્ટેન્ડ લોન હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ કોરોના કવચ પોલિસી ઈન્શ્યોરન્સ પોલિસી લોન્ચ કરી છે. કોરોનાકાળમાં ખાસ તેને લોન્ચ કરવામાં આવી છે. કોરોના સંક્રમિત થવા પર આ પોલિસીમાં હોસ્પિટલમાં દાખલ, દાખલ થયાં પહેલાં અને પછીના ખર્ચા સામેલ છે. આ પોલિસીમાં ઈન્શ્યોરન્સની મિનિમમ રકમ 50 હજાર રૂપિયા અને મેક્સિમમ 5 લાખ રૂપિયા છે. ઈન્શ્યોરન્સની અવધિ મિનિમમ 3.5 મહિના, 6.5 મહિના અને 9.5 મહિના હોઈ શકે છે. તેમાં મૂળ કવરનું પ્રિમિયમ 447થી 5630 રૂપિયા રહેશે.

બહેનના નામે FD અથવા RD કરાવી શકો છો
તમે બહેન માટે FD (ફિક્સ્ડ ડિપોઝિટ) RD (રિકરિંગ ડિપોઝિટ)માં તમારી સુવિધા પ્રમાણે રોકાણ કરી શકો છો. બંનેમાં એકસમાન વ્યાજ મળે છે. આ બંને ફિક્સ્ડ ઈન્કમ રોકાણ છે, બંને મેચ્યોરિટી પર ગેરન્ટેડ રિટર્ન આપે છે. FD અને RD પર મળતું વ્યાજ લગભગ સમાન હોય છે. તેમાં જોઈન્ટ અકાઉન્ટ પણ ઓપન કરાવી શકાય છે. તે કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ઓપન કરાવી શકાય છે. આ સિવાય તમે બહેન માટે SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો.

ક્રેડિટ કાર્ડ ગિફ્ટ આપી શકો છો
તમારી બહેનની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે તમે બહેનને ક્રેડિટ કાર્ડ ગિફ્ટ કરી શકો છો. તમે બહેનને સમજદારી સાથે ક્રેડિટ કાર્ડના ફાયદા ગણાવી તેનો ઉપયોગ સમજાવી શકો છો. બહેનને પૈસાની જરૂરિયાત હશે ત્યારે તેને કોઈ તકલીફ નહિ પડે. તમે ક્રેડિટ કાર્ડની લિમિટ તમારી બહેનની જરૂરિયાતો પ્રમાણે નક્કી કરી શકો છો.

આખા વર્ષનું રિચાર્જ પણ ભેટ કરી શકાય છે
જો તમે બહેનને કોઈ ગિફ્ટ આપવા માગો છો તો એન્યુલ મોબાઈલ રિચાર્જ પણ એક સારો ઓપ્શન છે. તેનાથી બહેનને વારંવાર રિચાર્જ કરાવાની જરૂરિયાત નહિ રહે. જિયો, આઈડિયા-વોડાફોન અને એરટેલના અનેક 365 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન અવેલેબેલ છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી SMSની સુવિધા મળે છે.

સેવિંગ બેંક અકાઉન્ટ
જો તમારી બહેનનું કોઈ પર્સનલ સેવિંગ અકાઉન્ટ નથી તો તમે બહેનને તે પણ ગિફ્ટ કરી શકો છો. એક નિશ્ચિત રકમ સાથે તમે બેંક અકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તેથી બહેનને હંમેશા તેની પાસે કેશ રાખવાની જરુરિયાત નહિ રહે સાથે જ બેંકમાં જમા રહેલા પૈસા પર વ્યાજ પણ મળતું રહેશે.

અન્ય સમાચારો પણ છે...