• Gujarati News
 • Utility
 • Give The News To The Children Clearly So That They Do Not Feel Responsible; Consult An Expert If There Is A Change In Behavior

બાળકોની મેન્ટલ હેલ્થનું આ રીતે ધ્યાન રાખો:બાળકો પોતાને જવાબદાર ન માને એટલા માટે સ્પષ્ટપણે તેમને સમાચાર આપો; જો વર્તનમાં ફેરફાર દેખાય તો એક્સપર્ટની સલાહ લો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની બીજી લહેરે દેશમાં ઘણી તબાહી મચાવી. કોવિડ-19ના કારણે ઘણા પરિવારો પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે, કેટલાક બાળકો અનાથ થઈ ગયા છે. તો ઘણા એવા પણ છે જેમણી સંભાળ રાખનાર પરિવારનું કોઈ સભ્ય નથી રહ્યું.

લાન્સેન્ટના ડેટાના અનુસાર, ભારતમાં લગભગ 1.19 લાખ બાળકોએ પોતાના માતાપિતા અથવા પ્રાઈમરી કેર ગિવર એટલે કે પ્રાથમિક રીતે બાળકોની સંભાળ રાખનાર લોકોને ગુમાવ્યા છે. તેમાંથી 25,500 બાળકોએ પોતાની માતા ગુમાવી છે તો 90,751 બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા છે. આવા કેટલાય બાળકોએ પોતાના નજીકના સંબંધીઓને ગુમાવ્યા છે.

બાળકો કોરોનાના કારણે ઘરોમાં કેદ રહેવાને કારણે મેન્ટલ હેલ્થની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા પેરેન્ટ્સને એ ચિંતા સતાવી રહી છે જે બાળક પહેલાથી પરેશાન છે તેને આ વિશે કેવી રીતે જણાવવું કે તેને પોતાની નજીકની વ્યક્તિ ગુમાવી છે?

બાળકોની સાથે સ્પષ્ટ અને સીધા શબ્દોમાં વાત કરો
અમેરિકાની નેશનલ આલિયાન્સ ફોર ચિલ્ડ્રન ગ્રીફના જણાવ્યા પ્રમાણે, બાળકોને જ્યારે પણ કોઈ પોતાની નજીકની વ્યક્તિના મૃત્યુ વિશે જણાવો તો તેમને સ્પષ્ટ અને સીધા શબ્દોમાં જણાવો. કોઈ એવી રીતે વાત ન કરો કે તેમને મૂંઝવણ થાય. તેમને એ સમજમાં આવવું જોઈએ કે શું થયું છે અને આપણે શોક કેમ મનાવી રહ્યા છીએ. એક નાના બાળકની ડેથને આ રીતે સમજાવતા જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય છે તો તેનું શરીર કામ કરવાનું બંધ કરી દે છે.

સાયકોલોજિસ્ટ લિસા ડામોરે UNICEF સાથે વાતચીતમાં જણાવ્યું કે, બાળકોને એ જાણવું જરૂરી છે કે તેમને કોઈ પોતાની નજીકની વ્યક્તિને ગુમાવી છે, પરંતુ આ જણાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે કે તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર વધારે અસર ન થાય.

બાળકોને તેમના નજીકના લોકોના મૃત્યુ વિશે આ રીતે જણાવો...

 • સૌથી મહત્ત્વની વાત એ છે કે બાળકોની સામે હકીકત છુપાવવી ન જોઈએ અને હકીકત જણાવવામાં વિલંબ ન કરવો જોઈએ.
 • જ્યારે બાળકોને આ જણાવો છો તેમનો વિશ્વાસ તમારા પર વધી જશે અને તેનાથી તેમને દુઃખમાંથી બહાર આવવામાં મદદ મળશે.
 • બાળકોની સાથે શું વાત કરશો અને કેવી રીતે જણાવશો એ પહેલા વિચારી લો.
 • બાળકોની સાથે વાત કરવા માટે સુરક્ષિત અને શાંત જગ્યાએ તેમને તમારી સાથે બેસાડો.
 • જો બાળક કોઈ રમકડા અથવા એવી કોઈ વસ્તુની સાથે વધારે કમ્ફર્ટેબલ છે તો તેને તે વસ્તુ સાથે રાખવા માટે કહો.
 • બાળકોની સાથે ધીમે ધીમે વાત કરો અને વચ્ચે થોડીવાર માટે અટકી જવું, જેથી તેઓ સમજી શકે કે તમે શું કહેવા માગો છો.
 • જો તમે અટકી અટકીને વાત કરશો તો તમારી ફિલિંગ્સ પર પણ કંટ્રોલ કરી શકશો.
 • બાળકો આ બધું સાંભળ્યા બાદ ઘણા પ્રકારના સવાલ કરશે, તેથી તમારે તેમના દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે.
 • ઘણી વખત આવી વાતો સાંભળીને બાળક તેના માટે પોતાને જવાબદાર માનવા લાગે છે. જેમ કે, કોઈ બાળકે જો પોતાના પિતાને ગુમાવ્યા છે તો તેને લાગે છે કે તે પોતાના પિતાની વાત નહોતો માનતો તેથી તેઓ તેની છોડીને જતા રહ્યા. તેથી તેમની સાથે વાત કરતા સમયે એ જરૂરથી સમજાવો કે તેમાં કોઈની કોઈ ભૂલ નથી, પિતાની બોડીમાં વાઈરસે અટેક કર્યો હતો, જેના કારણે કે શ્વાસ લઈ નહોતા શકતા અને તેમનું મૃત્યુ થઈ ગયું.

બાળકોનું દુઃખ તેમના ડેવલપમેન્ટ સ્ટેજના આધારે અલગ અલગ હોય છે

અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના જણાવ્યા પ્રમાણે, બાળકોનું દુઃખ પણ તેમના ડેવલપમેન્ટ સ્ટેજના આધારે અલગ અલગ હોય છે. એટલે કે બાળક કઈ ઉંમરનો છે, તેમની વિચારવાની-સમજવાની ક્ષમતા કેટલી છે, તેમનું દુઃખ આ વાતો પર આધારિત હોય છે.

અમેરિકાના ગ્રીફ કાઉન્સિલિંગ એક્સપર્ટ મીન્સ થોમ્પસનના જણાવ્યા પ્રમાણે, તે બાળકોની ઉંમર, તેમના મગજનો વિકાસ, મૃત્યુની અપરિવર્તનીય પ્રકૃતિ (ઈરિવર્સિબલ નેચર)ને લઈને તેમની સમજના આધારિત હોય છે. જેમ જેમ તે પોતાના જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થાય છે, તે ગ્રીફને નવા અને વિવિધ રીતે સમજવા લાગે છે.

મેરીલેન્ડમાં બાળકો અને તેમના દુઃખ પર કામ કરતી એક થેરેપિસ્ટ લિંડા ગોલ્ડમેન જણાવે છે કે, એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે બાળકો વયસ્કોની તુલનામાં અલગ પ્રકારનો શોક મનાવે છે. ઘણી વખત બાળકો કંઈક એવી ગેમ રમતા જોવા મળે છે જે લોકોને ઘણી અજીબ લાગી શકે છે, પરંતુ હકીકતમાં તેઓ તેના દ્વારા પોતાનું દુઃખ ઓછું કરવાનો પ્રયાસ કરે છે.

નજીકના લોકોના મૃત્યુના દુઃખના કારણથી બાળકોની મેન્ટલ હેલ્થને અસર ન થાય તેના માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું...

 • બાળકો જેમના પર સૌથી વધારે વિશ્વાસ કરે છે અથવા પોતાનું માને છે તેઓ સતત બાળકોની સંભાળ રાખે તેમને પ્રેમ કરે.
 • શિશુ અથવા નાના બાળકો ફિઝિકલ કોન્ટેક્ટ, કડલિંગ, સિંગિંગના માધ્યમથી એ મહેસૂસ કરે છે કે તમે તેમને પ્રેમ કરી રહ્યા છો અને તેઓ તમારી સાથે સુરક્ષિત મહેસૂસ કરે છે.
 • બાળકોના ડેઈલી રૂટિનને જાળવી રાખવાનો પ્રયાસ કરો. જેમ કે, તેમનું હોમવર્ક, એક્સર્સાઈઝ, રમવાનો ટાઈમ એવો જ રાખો જેવો પહેલા હતો.
 • બાળકના વર્તણમાં ફેરફાર દેખાય તો તેને સજા ન આપો પરંતુ એ સમજવાનો પ્રયાસ કરો કે તેઓ પોતાનું દુઃખ વ્યક્ત નથી કરી શકતા.
 • બાળકોની સાથે રમતા બાળકો અને તેમના ટીચરને પણ આ વિશે જરૂરથી જણાવો, જેથી તેઓ પણ બાળકને સપોર્ટ કરી શકે, તેમને સમજી શકે.

નેશશલ આલિયાંસ ફોર ચિલ્ડ્રન ગ્રીફના અનુસાર, જો બાળકોમાં કોઈ નજીકની વ્યક્તિના મૃત્યુ વિશે ખબર પડ્યા બાદ આ લક્ષણ દેખાય અથવા વર્તણમાં ફેરફાર દેખાય તો સમજો કે તે પોતાના દુઃખમાંથી બહાર નથી આવી શક્યા. તેમને એક્સપર્ટની જરૂર છે...

અન્ય સમાચારો પણ છે...