તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Give Health Protection To 15 Members Of Your Family With Floater Plan In Corona Period, Get More Amount Cover At Lower Premium

હેલ્થ ઇન્શ્યોરન્સ:કોરોનાકાળમાં ફ્લોટર પ્લાનથી તમારા પરિવારના 15 સભ્યોને સ્વાસ્થ્ય સુરક્ષા આપો, ઓછા પ્રીમિયમમાં વધુ રકમનું કવર મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના રોગચાળાની બીજી લહેરનો કહેર દેશભરમાં ચાલુ છે. આ કિસ્સામાં જો તમે હજી સુધી તમારા પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ન લીધો હોય તો સમય બગાડ્યા વગર લઈ લો. મોટું કુટુંબ હોવાને કારણે ઘરના દરેક સભ્ય માટે વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાથી એ તમારા ખિસ્સાં પર મોટો ખર્ચ લાવી શકે છે. જો તમને પણ આ ચિંતા સતાવતી હોય તો તમે ઘરના દરેક સભ્ય માટે ફ્લોટર પ્લાન લઈ શકો છો.

15 લોકોને કવર કરી શકાય આ પ્રકારના પ્લાનનો ફાયદો એ છે કે તમે નીચા પ્રીમિયમ પર કુટુંબના 15 જેટલા સભ્યોનું કવર લઈ શકો છો. આ સાથે ઇમરજન્સીમાં એડ ઓન કવર જેવી સુવિધા પણ તેમાં ઉપલબ્ધ છે. આમાં, પરિવારના બધા સભ્યોને એક જ પ્લાનમાં આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત, દરેકનું પ્રીમિયમ પણ એકસરખું આવે છે. એક પરિવારમાં ચાર સભ્યો છે. તમે બધા માટે 2-2 લાખ રૂપિયાનો ઇન્ડિવિડ્યુઅલ પ્લાન લો તો તેમાં દરેક વ્યક્તિને 2 લાખ રૂપિયાનું જ કવર મળશે. તેનાથી વિપરિત જો તમે 8 લાખ રૂપિયાનો ફેમિલી ફ્લોટર પ્લાન ખરીદો તો દરેકને 2 લાખને બદલે 8 લાખ રૂપિયાનું કવર મળશે. સભ્યની માંદગી પર અચાનક 5થી 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે તો ફેમિલી ફ્લોટર પ્લાન તમને આર્થિક મુશ્કેલીથી બચાવે છે. આ પ્લાન પાછળની કંપનીઓનો વિચાર એ છે કે, પરિવારના દરેક સભ્ય એકસાથે બીમાર પડે તેવી સંભાવના ઓછી છે.

આ પ્લાન કેવી રીતે કામ કરે છે?
એક વ્યક્તિએ તેના પરિવારને આવરી લેવા માટે 10 લાખ રૂપિયાની વીમા રકમ સાથે ફેમિલી ફ્લોટર પ્લાન ખરીદ્યો હતો. પરિવારમાં તેની પત્ની અને તેના બે બાળકો છે. પોલિસી સમયગાળા દરમિયાન તેને ડેન્ગ્યુ થાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. તેની સારવારમાં લગભગ 3 લાખ રૂપિયા ખર્ચ થઈ જાય છે.

ફેમિલી ફ્લોટર પ્લાન હેઠળ તેઓ તેમના વીમાદાતા પાસેથી આ રકમનો દાવો કરવામાં સક્ષમ છે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી આ રકમ મેળવી લે છે. ફેમિલી ફ્લોટર પ્લાન અંતર્ગત તેની પાસે હજી 7 લાખ રૂપિયા બાકી છે. જ્યારે જરૂર પડે ત્યારે તે પોતાના અને પરિવારના અન્ય સભ્યો માટે ઉપયોગી થઈ શકે છે.

ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે
ફ્લોટર પ્લાન પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી કરતાં સસ્તો છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ એ રીતે સમજી શકે કે જો કોઈ વ્યક્તિ 30થી 35 વર્ષની છે. જો તે 5 લાખ રૂપિયાના કવર સાથે પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદે છે તો તેણે લગભગ 12 હજાર રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. પરંતુ જો તે ફેમિલી ફ્લોટર પ્લાન ખરીદશે તો આ કિસ્સામાં પ્રીમિયમની રકમ લગભગ 10,500 રૂપિયા હશે.

ક્રિટિકલ ઇલનેસ પણ કવર થશે
ફ્લોટર પ્લાનમાં તમે તમારા પરિવારને એટલે કે પતિ અથવા પત્ની, બાળકો, માતા-પિતા તેમજ સાસુ-સસરાને કવર કરી શકો છો. ઘણી કંપનીઓ ફ્લોટર પ્લાનમાં શરીરમાં પહેલેથી રહેલા રોગોને પણ કવર કરે છે. આમાં ક્રિટિકલ ઇલનેસના એડ ઓન કવરનો પણ ઓપ્શન મળે છે. એડ ઓન કવર તમને એવી મેડિકલ ઇમરજન્સીની સુરક્ષા આપે છે જેની સારવાર માટે વધુ ખર્ચ થઈ શકે છે, જે તમારી રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં કવર કરવામાં નથી આવતો.

મોટાભાગની વીમા કંપનીઓ 60થી 65 વર્ષની વય સુધીના પોલિસી રિન્યૂઅલનો ઓપ્શન આપે છે. જો કે, કેટલીક કંપનીઓ એવી પણ છે જે આજીવન રિન્યૂએબલનો પણ ઓપ્શન આપે છે. આવી સ્થિતિમાં, તમારે એક એવો ફ્લોટર પ્લાન પસંદ કરવો જોઇએ જે તમને વધારે આર્થિક સુરક્ષા પૂરી પાડે.