તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Give Financial Protection To The Family With ULIP Plan, Get Good Return With Life Insurance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:યુલિપ પ્લાનથી પરિવારને નાણાકીય સુરક્ષા આપો, લાઇફ ઇન્શ્યોરન્સ સાથે સારું રિટર્ન મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેનાથી તમારા પરિવારને તમારા મૃત્યુ પછી પણ નાણાકીય સુરક્ષા મળશે
  • યુલિપ પ્લાન લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી અને માર્કેટ લિંક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટનું કોમ્બિનેશન છે

જો તમે રોકાણ માટે કોઈ એવો ઓપ્શન જોઈ રહ્યા છો જ્યાં રોકાણ કરવા પર તમને લાઇફ ઇન્શ્યોરન્સ સાથે સારું રિટર્ન પણ મળે તો તમે યૂનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (યુલિપ)માં રોકાણ કરી શકો છો. યુલિપ એ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી અને માર્કેટ લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટનું કોમ્બિનેશન છે. આ હેઠળ પ્રીમિયમનો એક ભાગ ઇક્વિટી અથવા ડેટ ફંડમાં રોકવામાં આવે છે. આ તમારા પરિવારને તમારા મૃત્યુ બાદ પણ આર્થિક સુરક્ષા આપે છે.

યુલિપ એટલે શું?
એક યૂનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન, એક એવી પ્રોડક્ટ છે જ્યાં વીમો અને રોકાણનો લાભ એકસાથે મળે છે. આ વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવે છે. જ્યારે તમે પ્રીમિયમ ચૂકવો ત્યારે તેનો એક ભાગ તમને વીમા કવર આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને અન્ય દેવું અને ઇક્વિટીનો ઉપયોગ સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માટે થાય છે. યુલિપમાં રોકાણ માર્કેટના જોખમોને આધિન હોય છે અને રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોનું જોખમ ઉઠાવવાનું હોય છે. યુલિપમાં રોકાણ કરતી વખતે તમારા જોખમની મર્યાદા પર ધ્યાન આપવું જરૂરી છે.

5 વર્ષનો લોકઇન પિરિઅડ રહે છે
આ પ્રોડક્ટમાં ઇન્શ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું કોમ્બિનેશન 5 વર્ષનાં લોકઇન પિરિઅડ સાથે આવે છે. જો કે, એક્સપર્ટ્સનું માનવું છે કે, યુલિપમાંથી સારું રિટર્ન મેળવવા માટે 10-12 વર્ષનો સમય આપવો જોઇએ. ગ્રાહકોએ રિસ્ક અનુસાર, લાર્જ, મિડ અથવા સ્મોલ કેપ, ડેટ અથવા બેલેન્સ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવે છે. આ સાથે, વિવિધ ભંડોળમાં સ્વીચ કરવાની સુવિધા પણ મળે છે.

ફંડ્સમાં ફેરફાર કરી શકાય?
બજારની સ્થિતિને આધારે મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમના રોકાણકારોને તેમની ડિપોઝિટને એક ફંડમાંથી બીજા ફંડમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. રોકાણકાર પોતાની નાણાકીય પ્રાથમિકતાઓ અને રોકાણની વ્યૂહરચનાને આધારે ઇચ્છે એટલી વખત પોતાના રોકાણવાળા ફંડ્સમાં ફેરફાર કરી શકે છે. તમે તમારા ફંડ્સમાં ફેરફાર પોલિસીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે કરી શકે છે. જો કે, તેના માટે 2,000થી 5,000 રૂપિયા ફી લેવામાં આવે છે.

કેટલી ફી આપવી પડશે?
અન્ય કોઈપણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટની જેમ યુલિપમાં પણ કેટલીક ફી લેવામાં આવે છે. યુલિપમાં ચાર મુખ્ય કેટેગરીઝનો સમાવેશ થાય છે - પ્રીમિયમ અલોકેશન ચાર્જ, ફંડ મેનેજમેન્ટ ચાર્જ, પોલિસી એડમિનિસ્ટ્રેશન ચાર્જ અને મૃત્યુદર. ઓનલાઇન માર્કેટમાં યુલિપ લોન્ચ થયા પછી પ્રીમિયમ લોકેશન અને પોલિસી એડમિનિસ્ટ્રેશન ચાર્જ લેવામાં નથી આવતો કારણ કે, હવે આમાં કોઈ મધ્યસ્થી સામેલ નથી. તેમજ, તેના પ્લાનની મેચ્યોરિટી પર રોકાણકારોને મેન્ટાલિટી ચાર્જિસ પણ પાછા મળી જાય છે, જેનાથી યુલિપ ફ્રી લાઇફ કવર આપતું એક ખાસ રોકાણ ઉત્પાદન બનાવે છે. આ ઉપરાંત, હવે ફંડ મેનેજમેન્ટ ચાર્જ વધારીને વાર્ષિક 1.35% કરવામાં આવ્યો છે.

ટેક્સ છૂટનો લાભ મળે છે
યુલિપમાં કરવામાં આવેલા રોકાણમાં પણ સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ પણ મેળવી શકો છો. ટેક્સ બચત એ ખરેખર આ ઉત્પાદનમાં મોટો ફાયદો છે કારણ કે તમને ચૂકવેલ પ્રીમિયમ પર ટેક્સ છૂટ મળે છે. મોટાભાગની મોટી વીમા કંપનીઓએ છેલ્લાં 5 વર્ષમાં તેના પર 10% રિટર્ન આપ્યું છે.

યુલિપ પ્લાન ટર્મ પ્લાન કરતાં મોંઘો પડે છે
ઘણા લોકોનું માનવું છે કે, યુલિપ એક લાઇફ કવર પ્રોડકટ તરીકે કંઇ ખાસ નથી કારણ કે, ઇન્શ્યોરન્સ અમાઉન્ટ પ્રીમિયમ અમાઉન્ટ પ્રીમિયમનું 10-15 ગણા રકમ સુધી જ મર્યાદિત છે. 1 કરોડ રૂપિયાના કવરવાળા યુલિપ પ્લાનનું પ્રીમિયમ 2-3 લાખ રૂપિયા હશે. તેમજ, 1 કરોડના કવરવાળા ટર્મ પ્લાનનું પ્રીમિયમ 7,000-8,000 રૂપિયા હશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો