• Gujarati News
  • Utility
  • Gifts Received At A Wedding Or Any Other Special Occasion Are Also Considered Income And Have To Be Taxed

કામની વાત:લગ્ન અથવા અન્ય કોઈ ખાસ પ્રસંગે મળતી ગિફ્ટને પણ આવક ગણવામાં આવે છે, તેના પર ટેક્સ ભરવો પડે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 50 હજારથી વધારેની કિંમતની ગિફ્ટ ટેક્સ અંતર્ગત આવે છે
  • ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 56(2)(x) અંતર્ગત કરદાતાને મળેલી ગિફ્ટ પર ટેક્સ ચૂકવવો પડે છે

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્નમાં લોકો દુલ્હા અને દુલ્હનને ઘણા પ્રકારની ગિફ્ટ આપે છે. ત્યારે જો તમને પણ લગ્ન અથવા અન્ય કોઈ પ્રસંગ પર ગિફ્ટ મળે છે તો તમારે અલર્ટ રહેવાની જરૂર છે નહીં તો તમને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. ઈન્કમ ટેક્સના નિયમ અંતર્ગત તમને એક વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધારે કિંમતની કોઈ ગિફ્ટ મળે છે તો તેના પર તમારે ટેક્સ ભરવો પડશે. આવી સ્થિતિમાં તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા આટલી બાબતોનું ધ્યાન રાખવું

50 હજારથી વધારે કિંમતની ગિફ્ટ પર ટેક્સ આપવો પડશે
વર્તમાન નિયમો અંતર્ગત જો તમને એક વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધારે કિંમતની ગિફ્ટ મળે છે તો તેના પર તમારે ટેક્સ ભરવો પડશે. વર્ષમાં ઘણી વખત, તમને ઘણા પ્રસંગોએ ગિફ્ટ મળે છે અને થઈ શકે છે કે તેની કુલ કિંમત 50 હજાર રૂપિયાથી વધારે હોય. આવી સ્થિતિમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા સમયે તમારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. તમારે ઈન્કમ ટેક્સમાં 50 હજાર રૂપિયાથી વધારેની ગિફ્ટની જાણકારી આપવી પડશે. જો તમે આ જાણકારી ઈન્કમ ટેક્સ વિભાગથી છુપાવો છો તો તમને પછીથી મુશ્કેલી થઈ શકે છે.

કેવી રીતે ગિફ્ટ પર ટેક્સ લાગે છે

  • ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 56(2)(x) હેઠળ કરદાતાને મળેલી ગિફ્ટ્સ પર ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સ અંતર્ગત આવતી ગિફ્ટમાં આ વસ્તુઓ સામેલ છે- ચેક અથવા કેશમાં મળેલી 50,000 રૂપિયાથી વધારેની રકમ.
  • જમીન, બિલ્ડિંગ વગેરે જેવી કોઈપણ સ્થાવર મિલકત, જેની સ્ટેમ્પ ડ્યુટી 50,000 રૂપિયાથી વધારે હોય.
  • 50,000 રૂપિયાથી વધારેની જ્વેલરી, શેર, પેઇન્ટિંગ્સ અથવા અન્ય મોંઘી વસ્તુ.
  • સ્થાવર મિલકત સિવાય 50,000 રૂપિયાથી વધારેની કોઈપણ પ્રોપર્ટી.

2 લાખ રૂપિયાથી વધારેની રોકડ ગિફ્ટ ન લેવી
સેક્શન 269ST અનુસાર, જો કોઈ વ્યક્તિ 2 લાખ અથવા વધારેની રોકડ રકમમાં પ્રાપ્ત કરે છે, તો તે વ્યક્તિ પર દંડ લાદવામાં આવશે. એટલે કે, આ સેક્શનમાં પેનલ્ટી Cashમાં રકમ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પર લાદવામાં આવશે, રકમ ચૂકવનાર વ્યક્તિ પર નહીં. તેથી જો તમે 2 લાખ અથવા વધારેની રકમ ગિફ્ટ તરીકે લઈ રહ્યા છો તો, તેને માત્ર બેંકિંગ ચેનલ દ્વારા જ લો: -A /C Payee ચેક, અથવા A /C Payee બેંક ડ્રાફ્ટ, અથવા ઈલેક્ટ્રોનિક ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા બેંકમાં ટ્રાન્સફર કરો. જો પેમેન્ટ સેલ્ફ ચેક દ્વારા પ્રાપ્ત કરવામાં આવતું હોય તો તેને પણ કેશ ટ્રાન્ઝેક્શન તરીકે ગણવામાં આવશે અને દંડ લાદવામાં આવશે.

સગા સંબંધીઓ તરફથી મળતી ગિફ્ટ પર ટેક્સ નથી લાગતો
જો તમને તમારા પરિવારના સભ્યો દ્વારા ગિફ્ટ મળે છે જેની સાથે તમારો લોહીનો સબંધ છે તો તેના પર તમારે કોઈ ટેક્સ નહીં ભરવો પડે. તમે તમારા પરિવારના સભ્યો પાસેથી કોઈપણ કિંમતની ગિફ્ટ લઈ શકો છો અથવા આપી શકો છો. તે ટેક્સેબલ નથી. ટેક્સ ફ્રી અંતર્ગત આવતી ગિફ્ટ આ પ્રકારની છે-

  • પતિ અથવા પત્ની તરફથી મળતી ગિફ્ટ.
  • ભાઈ અથવા બહેન દ્વારા મળતી ગિફ્ટ.
  • પતિ અથવા પત્નીના ભાઈ અથવા બહેન દ્વારા મળતી ગિફ્ટ.
  • માતા-પિતાના ભાઈ અથવા બહેન દ્વારા મળેલી ગિફ્ટ.
  • વારસો અથવા વસિયતમાં મળેલી ગિફ્ટ અથવા પ્રોપર્ટી.
  • પતિ અથવા પત્નીના કોઈ નજીકના પૂર્વજ અથવા વંશજના તરફથી મેળલી ગિફ્ટ.
  • હિન્દુ અવિભાજિત પરિવારના કિસ્સમાં કોઈપણ સભ્ય દ્વારા મળેલી ગિફ્ટ.
  • લોકલ ઓથોરિટી જેમ કે, પંચાયત, મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ કમિટી અને ડિસ્ટ્રિક્ટ બોર્ડ, કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા મળેલી ગિફ્ટ.
  • સેક્શન 10 (23C) ઉલ્લેખિત કોઈપણ ફંડ/ફાઉન્ડેશન/યુનિવર્સિટી અથવા અન્ય એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલ અથવા અન્ય મેડિકલ ઈન્સ્ટિટ્યૂશન, ટ્રસ્ટ અથવા ઈન્સ્ટિટ્યૂશન તરફથી મળતી ગિફ્ટ.
  • સેક્શન 12A અથવા 12AA અંતર્ગત રજિસ્ટક કોઈ ચેરિટેબલ અથવા ધાર્મિક ટ્રસ્ટ દ્વારા મળતી ગિફ્ટ.

એમ્પ્લોયર દ્વારા મળેલી ગિફ્ટ પર ટેક્સ લાગે છે
જો તમને એમ્પ્લોયર તરફથી નાણાકીય વર્ષમાં 5,000 રૂપિયાની કિંમત સુધી કોઈ ગિફ્ટ મળે છે તો તે ટેક્સ ફ્રી હશે, પરંતુ ગિફ્ટની કિંમત 5,000 રૂપિયાથી વધારે છે તો વધારાની રકમને તમારા પગારમાંથી થેયલી આવક તરીકે ગણાશે અને તેના પર ઈન્કમ ટેક્સ ભરવો પડશે.