વિદ્યાલક્ષ્મી યોજના / સ્કોલરશિપ અને એજ્યુકેશન લોન મેળવવી હવે વધુ સરળ બની

Getting scholarships and education loans is now easier

Divyabhaskar.com

Jul 12, 2019, 04:51 PM IST

યૂટિલિટી ડેસ્ક: બાળકોના ભણતરનાં ભાર સાથે સાથે તેમને ભણાવવા માટે મોંઘવારીનો ભાર પણ વધતો જાય છે. આવી પરિસ્થિતિમાં ભણતરને લગતી નાણાકીય સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ભણવા માટે કેન્દ્ર સરકારના 10થી વધુ મંત્રાલય અને વિભાગોની સ્કોલરશિપ સ્કીમના માધ્યમથી પૈસા આપવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થી પોર્ટલના માધ્યમથી 13 બેંકોની 22 કારની લોનનો લાભ ઉઠાવી શકાય છે. જેમાં સ્કોલરશિપ અને લોન સ્કીમ્સને એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે.

4 લાખ સુધીની લોન માટે સિક્યુરિટી જરૂરી નહીં
જો તમે 4 લાખ સુધીના રૂપિયા માટે એજ્યુકેશન લોન માટેની અરજી કરો છો તો, આ લોન તમારા માતા-પિતા સાથે સંયુક્ત રીતે મળશે. જેના બદલે કોઈ પણ પ્રકારની સિક્યોરિટી જમાં કરાવી જરૂરી નથી. જો 4થી 6.5 લાખ સુધીની લોન લેવી હોય તો, તો તમારે કોઈ ત્રીજા વ્યક્તિની ગેરંટી આપવી પડશે. જો લોનની રકમ 6.5 લાખથી વધુ છે તો, બેન્કમાં તમારે કોઈ સંપત્તિ ગિરવે મૂકવી પડશે.

આ યોજનના ફાયદાઓ

 • વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોનને લઈને કોઈ પણ સવાલ કે ફરિયાદ કરવા માટે એક ઈ-મેઈલની સુવિધા પણ રાખવામાં આવી છે
 • લોનની અરજી માટેની સ્થિતિ જાણવા માટે ડેશબોર્ડની સગવડ રાખવામાં આવી છે
 • બેન્કોની એજ્યુકેશન લોન અને અન્ય લોનની સ્કીમ્સની જાણકારી એક જ જગ્યાએથી મળી રહેશે
 • લોન લેવા માટે એક જ પ્લેટફોર્મ હોવાથી વિદ્યાર્થીઓને લોન માટે આમતેમ ભટકવું નહીં પડે
 • અભ્યાસ પૂર્ણ થયા બાદ બેન્ક તમને લોનની રકમ ચૂકવવા માટે 5થી 7 વર્ષનો સમય આપશે

ધ્યાન રાખવા જેવી બાબતો

 • પોતાના પરિવારની નાણાંકીય પરિસ્થિતિ અનુસાર જ લોન લેવાનું પસંદ કરો.
 • જો તમે લોનની રકમ સમયસર ન પરત કરી તો, વિદ્યાર્થી સાથે માતા-પિતાને પણ ડિફોલ્ટર જાહેર કરાશે.
 • જો તમે એક સાધારણ ઘરના છો, તો સરકારી બેન્કમાંથી જ લોન લેવાનું પસંદ કરો, જેથી તમે સરકારી યોજનાથી વ્યાજ પર સબસિડી મેળવી શકો.
 • લોનની રકમ બધા સેમિસ્ટરની શરૂઆતમાં શૈક્ષણિક સંસ્થા પાસે પહોંચે છે, જેથી એ ધ્યાન રાખવું જરૂરી છે કે, રકમમાં કોલેજ/યુનિવર્સિટીના તમામ ખર્ચાઓનો સમાવેશ થાય.

કેવી રીતે કરશો અરજી

 • લોનની અરજી માટે આ લિંક પર જઈને ક્લિક કરો. https://www.vidyalakshmi.co.in/Students/
 • https://www.vidyalakshmi.co.in/Students/signup આ લિંક પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ લોન માટે તમે અરજી કરી શકશો
 • રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને એક ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ મળશે.
 • ત્યારબાદ તમે લોગ-ઈન કરી શકશો અને લોગ-ઈન કર્યા બાદ 'કોમન એજ્યુકેશન લોન'નું ફોર્મ ભરો
 • પોતાની આવશ્યકતાઓને આધારે અરજી માટેનું ફોર્મ ભરો
 • લોન મંજૂર થતાં આ પોર્ટલ પર તમને માહિતી આપવામાં આવશે

આ દસ્તાવેજોની જરૂર પડશે

 • અરજીની સાથે આઈડી પ્રુફ (આધાર, ઈલેક્શન કાર્ડ, પણ કાર્ડ)
 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • એડ્રેસ પ્રુફ
 • માતા-પિતાની ઉંમરનું પ્રમાણ પત્ર
 • હાઇસ્ફૂલ સહીતની અન્ય માર્કશીટ
 • જે કોલેજ/યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય ત્યાંનો એડમિશન લેટર
 • અભ્યાસક્રમનાં સમયગાળાનાં પ્રુફ સાથે ખર્ચાની વિગતો
X
Getting scholarships and education loans is now easier
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી