• Gujarati News
  • Utility
  • GETCO Junior Engineer Recruitment 2021: 352 Vacancies For Junior Engineer Posts, Gujarat Energy Transmission Corporation Ltd Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:GETCOમાં જુનિયર એન્જિનિયરની 352 જગ્યા પર ભરતી માટે અપ્લાય કરો, 18 જૂનથી એપ્લિકેશન પ્રોસેસ શરુ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારનું સિલેક્શન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધારે કરવામાં આવશે
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 37 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લિમિટેડ (GETCO)એ 352 ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ (જુનિયર એન્જિનિયર)ની જગ્યા માટે અરજી માગી છે. આ જગ્યા પર અરજી કરવાની પ્રોસેસ 18 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 21 દિવસની અંદર એટલે કે 8 જુલાઈ સુધી આ જગ્યા પર અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ B.E/B.Tech ડિગ્રી હોલ્ડર હોવા જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ જોઈ શકો છો.

ઉંમર
જનરલ કેટેગરીનાં કેન્ડિડેટ્સની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. EWS/SC/SEBC કેટેગરીના કેન્ડિડેટ્સ માટે ઉંમર 40 વર્ષ નક્કી કરી છે.

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારનું સિલેક્શન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન પ્રોસેસ
Gen/OBC- 500 રૂપિયા
SC/ST- 250 રૂપિયા

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 37 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 18 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 8 જુલાઈ

આ રીતે અપ્લાય કરો:
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ www.getcogujarat.com પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.