આધાર-પેન લિંક અને ડિમેટને KYC કરવા જેવા જરૂરી કામ તમારે 30 સપ્ટેમ્બર સુધી પતાવવા પડશે. આ કામ ન કરવા પર તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમે તમને આવા જરૂરી કામો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે સપ્ટેમ્બરમાં કરવાના છે.
આધાર-પેન લિંક
30 સપ્ટેમ્બર સુધી પેનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. આવું ન કરવા પર તમારું પેન નિષ્ક્રિય (ઈનઓપરેટિવ) થઈ જશે. નિયમના અંતર્ગત જો તમારું પેન નિષ્ક્રિય થઈ ગયું છે અને તમે તેનો ઉપયોગ બેંકની લેવડદેવડ અથવા અન્ય જગ્યાએ કરો છો તો એવું માનવામાં આવશે કે તમને કાયદાના અંતર્ગત પેન નથી આપવામાં આવ્યું, આવી સ્થિતિમાં ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 272Bના અંતર્ગત 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
જો તમે બેંક અકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયાથી વધારેની રકમ ઉપાડી છે અથવા જમા કરી રહ્યા છો તો તમારે પેન કાર્ડ બતાવવું પડશે.
ડિમેટ અકાઉન્ટનું KYC
માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ નવા ટ્રેડિંગ અને ડિમેટ અકાઉન્ટ ખોલવાના નિયમોમાં થોડો ફેરફાર કર્યો છે. તેના અનુસાર, જો તમારું ડિમેટ અકાઉન્ટ છે તો તમારે 30 સપ્ટેમ્બર સુધી KYC કરાવવું પડશે. જો KYC નહીં હોય તો ડિમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.
તેનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી લે છે તો આ શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC થઈ ગયા બાદ અને વેરિફાઈ થયા બાદ જ તે પૂરું થઈ શકશે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું
2020-21 માટે 30 સપ્ટેમ્બર સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનું છે. જો રિટર્ન 30 સપ્ટેમ્બર બાદ ફાઈલ કરવામાં આવે છે તો કરદાતાને 5 હજાર રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં જેમની આવક 5 લાખ રૂપિયા કરતાં વધારે નથી તેમને લેટ ફી તરીકે 1 હજાર રૂપિયા આપવા પડશે.
બેંક અકાઉન્ટમાં યોગ્ય મોબાઈલ નંબર અપડેટ કરવો
1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાની છે. ઓટો ડેબિટનો અર્થ છે કે તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં વીજળી, LIC અથવા અન્ય કોઈ ખર્ચને ઓટો ડેબિટ મોડમાં નાખો છો તો એક નિશ્ચિત તારીખે પૈસા ખાતામાંથી આપોઆપ કટ થઈ જશે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે એક્ટિવ મોબાઈલ નંબર બેંકમાં અપડેટ કરવો જરૂરી છે.
નવી વ્યવસ્થા અંતર્ગત બેંકને પેમેન્ટ ડ્યુ ડેટના 5 દિવસ પહેલા ગ્રાહકના મોબાઈલ પર એક નોટિફિકેશન મોકલવું પડશે. નોટિફિકેશન પર ગ્રાહકની મંજૂરી હોવી જોઈએ. 5000થી વધારેના પેમેન્ટ પર OTP ફરજિયાત કરવામાં આવ્યું છે. તેથી નવી સુવિધાનો લાભ લેવા માટે તમારો યોગ્ય મોબાઈલ નંબર બેંકમાં અપડેટ હોવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.