• Gujarati News
 • Utility
 • Get The Flu Vaccine, Take Care Of The Children, 5 Measures Can Be Taken To Prevent Coronary Heart Disease

કોરોનાની બીજી લહેરથી કેવી રીતે બચવું:ફ્લુની વેક્સીન લો, બાળકોનું ધ્યાન રાખો, 5 ઉપાયો અપનાવીને કોરોના થતો અટકાવી શકાય

ક્રિસ્ટીના કારોન2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શિયાળો આવતાની સાથે જ યુરોપના ઘણા દેશોમાં કોરોના વાઇરસના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. અમેરિકન ઇન્ફેક્શન ડિસીઝ કમિટીના ઉપપ્રમુખ ડો. સેનના જણાવ્યા અનુસાર, સૌથી મોટી ચિંતા એ છે કે શિયાળામાં કોરોનાની અસર કેવી રીતે રહેવાની છે. ડો.સેન કહે છે કે, અમે આશા રાખીએ છીએ કે શિયાળામાં આપણે કોરોનાને ફેલાવવાનું બંધ કરીશું." શિયાળામાં કોરોના અટકાવવા આપણે અગાઉથી તૈયાર રહેવું પડશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કેટલીક વસ્તુઓ એવી છે જે તમે કોરોના સાથે કરી શકો છો. કોરોના સામે અડધી લડાઈ સાવચેતીથી અને અડધી મેડિકલ સુવિધાથી થઈ શકે છે. માનસિક રીતે લડવા માટે તૈયાર થવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

5 ઉપાયોથી તમે તમારા પરિવારમાં કોરોના ફેલાવતા અટકાવી શકો છો
1. ફ્લુથી બચવા માટે વેક્સીન લો

 • હજી સુધી કોરોનાની કોઈ વેક્સીન આવી નથી. પરંતુ આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ફ્લૂ સહિતના અન્ય રોગોથી બચવા માટે આપણા કુટુંબના દરેક સભ્યોએ રસી લીધી છે. શિયાળામાં કોરોનાને રોકવા માટેનું આ પ્રથમ અને સૌથી મૂળભૂત પગલું હશે.
 • પરિવારમાં જેટલા વધુ લોકો સ્વસ્થ રહેશે કોરોના થવાની સંભાવના એટલી ઓછી રહેશે. કોરોનાને કારણે વિશ્વભરમાં હેલ્થ ઇમરજન્સીની સ્થિતિ ચિંતાજનક છે. હોસ્પિટલમાં બેડને કોરોના ઇમરજન્સી માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, સામાન્ય ફ્લૂને કારણે હોસ્પિટલમાં જવું હેલ્થ વર્કર્સ માટે એક પડકાર ઓછું નથી. આ સિવાય હોસ્પિટલમાં કોરોના થવાની સંભાવના પણ રહે છે.

નોર્મલ ફ્લૂથી એટલે પણ બચીને રહેવાનું છે કારણ કે, આને કારણે આપણી ઇમ્યુનિટી નબળી પડી જાય છે. આપણને કોરોના થવાનું જોખમ પણ વધી જાય છે. નિષ્ણાતો માને છે કે લોકોએ 6 મહિના સુધી ફ્લૂથી બચાવતી વેક્સીન લઈ લેવી જોઈએ.

2. બાળકો પ્રત્યે વધુ સાવધાની રાખો

 • જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના સ્કોલર ડોક્ટર એરિક ટોનરના જણાવ્યા અનુસાર, બાળકોની શાળાઓ ક્યારે ખુલશે તે કોઈને ખબર નથી. ઘણા દિવસોથી બાળકો ઘરમાં બંધાયેલા છે. આવી સ્થિતિમાં, તેમના માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરવી પણ જરૂરી છે. આ ઉપરાંત, શિયાળામાં કોરોના વાઇરસથી સુરક્ષિત રાખવા માટે માતાપિતાએ વિશેષ ધ્યાન આપવું પડશે.
 • જો તમારું બાળક બીમાર પડે તો પછીના 24 કલાક તેની તબિયત કેવી રહે છે તેનું ધ્યાન રાખવાનું છે. જો તેની કબિયત 24 કલાક સુધી ન સુધરે અને તેને તાવ, શરીરમાં દુખાવો, ઉધરસ અને છાતીમાં દુખાવા જેવી કોઈ સમસ્યા આવે તો વિલંબ કર્યા વિના તેનો કોવિડ ટેસ્ટ કરાવો.

3. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

 • કોવિડને કારણે અત્યાર સુધી ઘણા લોકોને સૌથી વધારે માનસિક તણાવ અને એન્કઝાઈટીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સૌથી વધારે અસર બાળકો અને માતા-પિતા પર પડી રહી છે.અમેરિકાની ચાઈલ્ડ માઈન્ડ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોય હેરોલ્ડના જણાવ્યા પ્રમાણે, કાલે શું થશે તેના વિશે વિચારવું એન્ક્ઝાઈટીનું સૌથી મોટું કારણ છે. સૌથી પહેલાં માતા-પિતાએ વિચારવાનું બંધ કરવું પડશે કે કાલે શું થશે અને બાળકોને પણ આ તણાવથી મુક્ત થવા માટે પ્રોત્સાહિત કરવા પડશે.
 • નિષ્ણાતોનું માનવું છે કે, કોરોના સામે લડવા માટે સૌથી જરૂરી છે કે આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ. જો આપણે આવું નથી કરી શકતા તો કોરોનાથી તો બચી જઈશું પરંતુ આપણા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
 • શિયાળામાં કોરોનાની બીજી લહેર આવી રહી છે અને તે યુરોપમાં જોઈ શકાય છે. હજી આપણે પહેલા તબક્કામાંથી નીકળી નથી શક્યા અને બીજો તબક્કો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે પોતાને અને બાળકોને માનસિક રીતે તૈયાર કરવાના છે.

4. ઈમર્જન્સી માટે કેટલીક વસ્તુ સ્ટોકમાં રાખો

બની શકે છે કે તમારા પરિવારમાં કોઈને કોરોના ન થયો હોય. પરંતુ બીજી બીમારીઓનો સામનો કરવા માટે આપણે પૂરી તૈયારીઓ રાખવી પડશે. નિષ્ણાતોનું માનવું છે કે, આ હેલ્થ ઈમર્જન્સી દરમિયાન આપણે જેટલું વધારે હોસ્પિટલમાં જવાનું ટાળી શકીએ છીએ તેટલું વધુ સારું. આપણે બીજી બીમારીઓથી બચવા માટે આ 6 વાતો ધ્યાનમાં રાખવી પડશે.

 1. તાવની દવા
 2. થર્મોમીટર
 3. એન્ટિ બેક્ટેરિયલ દવા
 4. હાઇડ્રોજન પેરોક્સાઇડ
 5. સેનિટાઇઝર
 6. ડાયપર

5. શરૂઆતની ગાઈડલાઈનનું ગંભીરતાથી પાલન કરો

 • ડો. ટોનરના જણાવ્યા પ્રમાણે, કોલ્ડ અને ફ્લુની સિઝનમાં ઘરની અંદર રહેવાની જરૂર છે. આવી સિઝનમાં શરદી થવી સામાન્ય બાબત છે, પરંતુ તેમ છતાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું પડશે. ઘરની અંદર ભીડ એકઠી ન કરવી. માસ્ક વગર કોઈપણની સાથે સંપર્કમાં આવવું ખૂબ જોખમી છે. આપણી બેદરકારીને કારણે કોરોના કેસ ફરીથી વધી રહ્યા છે.
 • જ્યારે લોકોની આસપાસ જાવ તો માસ્ક પહેરવાનું ન ભૂલવું. સતત હાથ ધોતા રહેવું. સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરતા રહેવું. 6 ફૂટના અંતરના નિયમનું ગંભીરતાથી ફોલો કરો અને ઈન્ડોર ક્રાઉડથી દૂર રહેવું. કોરોનાના કોઈપણ લક્ષણને અવગણશો નહીં. વધારે સમસ્યા થાય તો તરત કોરોનાની તપાસ કરાવી.
 • ડો. ટોનર કહે છે કે અમારી પાસે પુરાવા છે કે આ નાની નાની સાવધાની કોરોનાને અટકાવવા માટે અસરકારક છે. તેથી શિયાળામાં વાઈરસની બીજી લહેર માટે આપણે પ્રથમ લહેર કરતાં પણ વધારે જાગૃત રહેવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...