તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Get Rid Of These 17 Essential Tasks Like Filing Aadhaar Pen Link And Income Tax Return Today, It May Be Your Turn To Incur Losses.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામના સમાચાર:આજે જ આધાર-પેન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા આ 17 જરૂરી કામ પતાવી લો, નહીં તો નુકસાન વેઠવાનો વારો આવી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે 2020-21નો છેલ્લો દિવસ છે આવી સ્થિતિમાં આજે તમારે ઘણા જરૂરી કામ પતાવવા પડશે. જો તમે આ કામ કરવાનું ચૂકી જાઓ છો તો તમારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. આ કામોમાં બેંકિંગ અને ઈન્વેસ્ટમેન્ટ સાથે સંબંધિત ઘણા કામ સામેલ છે. જો તમે ઓછા વ્યાજ દરે હોમ લોન લેવા માગો છો તો અપ્લાય કરવા માટે આજે છેલ્લી તક છે . તે સિવાય જો તમે અત્યાર સુધી પેનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આજે જ કરાવી લો નહીં તો તમારું પેન ડિએક્ટિવેટ થઈ જશે. અમે તમને આવા જ 17 કામો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારે આજે જ પતાવવાના છે.

1. ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ
જો તમે ઈન્કમ ટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવું પડશે. ઈન્કમ ટેક્સ એક્ટની ઘણી સેક્સન જેમ કે 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઈન્કમ ટેક્સ એક્ટની સેક્સશન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ કરવા પર ટેક્સ છૂટ મેળવી શકાય છે.

2. બિલેટેડ અને રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરો
2019-20 માટે બિલેટેડ અથવા સંશોધિત ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ભરવાની સમયમર્યાદા પૂરી થયા બાદ બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. તેના માટે કરદાતાને દંડ ભરવો પડે છે. રિવાઈઝ્ડ રિટર્ન સુધી ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતા સમયે ઘણી ભૂલો થઈ જાય છે. બિલેટેડ ITR આવકવેરા કાયદા 1961ની સેક્શન 139(4) અંતર્ગત ફાઈલ કરવામાં આવે છે. તેમજ રિવાઈઝ્ડ ITR સેક્શન 139 (5) અંતર્ગત દાખલ કરવામાં આવે છે. બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાના લેટ ફાઈલિંગ ફીની સાથે 31 માર્ચ 2021 પહેલા જમા કરાવવાનું હોય છે.​​​​​​​

3. આધાર-પેન લિંક કરાવી લેવું
પેનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. ઈન્કમ ડિપાર્ટમેન્ટ તેને લિંક કરાવવાની છેલ્લી તારીખને લંબાવી રહ્યા છે પરંતુ આ વખતે જો છેલ્લી તારીખ લંબાવવામાં નહીં આવે તો જેમનો પેન આધાર સાથે લિંક નથી તો તેમના માટે સમસ્યા થઈ શકે છે. તેનાથી 31 માર્ચ સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લો. જો તમે 31 માર્ચ સુધી તમે પેનને આધાર સાથે લિંક નથી કરાવતા તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આવી સ્થિતિમાં તેને ડિએક્ટિવ થવાથી બચાવવા માટે તેને 31 માર્ચ સુધી લિંક કરાવી લેવું.

4. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરો અપ્લાય
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) લોકોને સસ્તા દરે ઘર ઉપલબ્ધ કરાવવા માટે ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સ્કીમ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ સુધી લઈ શકાય છે. યોજના અંતર્ગત જે લોકો પહેલી વખત ઘર ખરીદશે તેમને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. જે મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોય છે. વિવિધ આવક વર્ગને અલગ અલગ સબ્સિડી આપવામાં આવે છે.

5. LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો
કોરોનાના કારણે વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં લોકો મુસાફરી નથી કરી શક્યા. તેથી સરકારે ખાસ લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) વાઉચર સ્કીમની જાહેરાત કરી હતી. તેના અંતર્ગત 12 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 સુધી કોઈ વસ્તુ અથવા સર્વિસ ખરીદવા પર પણ લોકો LTCનો લાભ ઉઠાવી શકે છે. શરત એટલી છે કે વસ્તુ પર ઓછામાં ઓછો 12% GST ચૂકવવામાં આવેલો હોવો જોઈએ અને પેમેન્ટ ડિજિટલ રીતે થયેલું હોવું જોઈએ. પ્રતિ વ્યક્તિ LTC ફેરની મર્યાદા 36,000 રૂપિયા છે. પરંતુ તેને લેવા માટે કર્મચારીને ત્રણ ગણી રકમ ખર્ચ કરવી પડશે. ​​​​​​​​​​​​​​

6. સસ્તી હોમ લોન લેવા માટે અપ્લાય કરો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC, કોટક મહિન્દ્રા અને ICICI બેંકે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તમે ઓછા વ્યાજ દરે લોન લેવા માગો છો તો તમારે 31 માર્ચ 2021 સુધી અરજી કરવી પડશે. આ સ્કીમ અંતર્ગત SBI, HDFC અને ICICI 6.70 %ના વ્યાજ દરે લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંક 6.65 % વ્યાજ પર હોમ લોન આપી રહી છે. ​​​​​​​

7.ICICI અને બેંક ઓફ બરોડામાં વધારે વ્યાજ માટે FD
બેંક ઓફ બરોડા અને ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને સામાન્ય FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. જો તમે સિનિયર સિટીઝન છો અથવા તમે તમારા માતાપિતા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 31 માર્ચ સુધી આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકો છો.​​​​​​​

8. PPF અને NPS અકાઉન્ટ્સમાં મિનિમમ રકમ જમા કરાવવી
જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં અકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં તેમાં પૈસા નથી જમા કરાવ્યા તો અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં કેટલીક રકમ જરૂરથી જમા કરાવવી. PPF અને NPSમાં પૈસા જમા ન કરાવવા પર આ અકાઉન્ટ્સ ઈનએક્ટિવ થઈ જશે. જો તમે લઘુત્તમ જરૂરી રકમ જમા નહીં કરાવો તો તેને ફરીથી એક્ટિવ કરાવવા માટે તમારે દંડ આપવો પડશે. ​​​​​​​​​​​​​​

9. પીએમ કિસાનમાં રજિસ્ટ્રેશન
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી 7 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. જે લોકો અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી, તેઓ 31 માર્ચ પહેલાં અરજી કરે છે અને તેમની અરજી સ્વીકારવામાં આવે છે, તો હોળી બાદ તેમને 2000 રૂપિયા મળશે સાથે એપ્રિલ અથવા મેમાં તમને બીજા હપ્તા તરીકે 2000 રૂપિયા વધુ મળશે. આ યોજનામાં સરકાર વાર્ષિક 6000 રૂપિયાને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ચૂકવે છે.

10. ઓરિએન્ટલ અને યુનાઈટેડ બેંકની ચેકબુક અને IFSC બદલાઈ જશે
પંજાબ નેશનલ બેંકના જણાવ્યા પ્રમાણે, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈડેટ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR કોડ માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ તમારે બેંકમાંથી નવો કોડ અને ચેકબુક લેવી પડશે. ગ્રાહકો વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર ફોન પણ કરી શકે છે. 1 એપ્રિલ 2020ના રોજ સરકારે પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર કરવામાં આવ્યું હતું.

11. KCC મેળવવા માટે 31 માર્ચ એટલે કે આજે છેલ્લી તક
જો તમે ખેડૂત છો અને અત્યાર સુધી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)નથી બન્યું તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર 31 માર્ચ સુધી એક ઝુંબેશ ચલાવીને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી રહી છે. જે ખેડૂતોને હજુ સુધી KCC નથી મળ્યું, તેઓ પોતાની નજીકની બેંક બ્રાંચનો સંપર્ક કરી શકે છે. તેના માટે સરકારે KCC પ્રાપ્ત કરવાની પ્રોસેસ સરળ બનાવી દીધી છે. હવે ખેડૂતોને એક સરળ ફોર્મ ભરવું પડશે અને 15 દિવસની અંદર તેમને KCC મળી જશે.

12. સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સમાંથી પ્રોફિટ બુક કરો
સ્ટોક્સ અને ઈક્વિટી ઓરિયેન્ટેડ ફંડ્સ પર 1 લાખ રૂપિયાથી વધારે લોન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ પર હવે ટેક્સ લાગે છે. જો તમારી પાસે લાંબા ગાળાની મૂડી લાભ છે, તો તમારા માટે 1 લાખ રૂપિયા સુધી લોન્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ પર ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવવાની આ તક છે. 31 માર્ચ પહેલા એ રીતે પ્રોફિટ બુક કરો કે ટેક્સ છૂટ લાભ મળી જાય. તેના માટે તમારે 31 માર્ચ પહેલા એટલા સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સ વેચવા જોઈએ, જેટલા પર 1 લાખ રૂપિયા સુધીનો લાભ મળે. ત્યારબાદ આ પૈસાને આગામી નાણાકીય વર્ષમાં ફરીથી ઈન્વેસ્ટ કરો.

જો કે, વેચવા અને ખરીદવાની પ્રક્રિયામાં તમારે બ્રોકરેજ હાઉસને 1% રકમ આપવી પડશે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ આ રકમ નહીં આપવી પડે કેમ કે એન્ટ્રિ લોડ્સ વસૂલવામાં નથી આવતો અને ફંડ્સને એક વર્ષ બાદ વેચવામાં આવે ત્યારે એન્ટ્રી લોડ લાગુ નથી થતો.

13. ફોર્મ 12B જમા કરાવવું
જો તમે 1 એપ્રિલ 2020 બાદ નોકરી બદલી હોય તો પહેલાની નોકરીમાં કટ કરવામાં આવેલા TDSની જાણકારી ફોર્મ 12B દ્વારા નવી કંપનીને આપવી. 31 માર્ચ સુધી ફોર્મ 12B જમા નહીં કરાવવામાં આવે તો કંપની વધારે TDS કટ કરી શકે છે, જેનું નુકાસન તમને જ થશે.

14. વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત ડિટેઈલ આપવાની છેલ્લી તારીખ
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પ્રત્યક્ષ કર (ડાયરેક્ટ ટેક્સ) વિવાદ સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ’ અંતર્ગત ડિટેઈલ આપવાની ડેડલાઈનને લંબાવીને 31 માર્ચ અને ચૂકવણી માટે મુદત વધારીને 30 એપ્રિલ કરી દીધી હતી. આ સ્કીમનો હેતુ બાકી વિવાદોનું સમાધાન કરવાનો છે.

15. સ્પેશિયલ ફેસ્ટિવ એડવાન્સ સ્કીમનો ફાયદો લેવો
સ્પેશિયલ ફેસ્ટિવ એડવાન્સ સ્કીમ અંતર્ગત સરકારે તેમના કર્મચારીઓ માટે 10 હજાર રૂપિયા વ્યાજ મુક્ત એડવાન્સની પણ જાહેરાત કરી હતી. આપેલ એડવાન્સ વધુમાં વધુ 10 હપ્તામાં પરત કરવાનું હતું. આ સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સનો ફાયદો ઉઠાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે કર્મચારીઓને રૂપે પ્રી-પેડ કાર્ડ મળશે. તે પહેલાથી જ રિચાર્જ હશે. તેમાં 10 હજાર રૂપિયા મળશે. તે ઉપરાંત તેના પર લાગતા તમામ બેંક ચાર્જિસ પણ સરકાર જ ઉઠાવશે. એડવાન્સમાં લેવામાં આવેલી રકમને કર્મચારી 10 મહિનામાં ચૂકવી શકે છે.

16. GST રિટર્ન ફાઈલિંગ
સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે વાર્ષિક GST રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા 31 માર્ચ 2021 સુધી વધારી દીધી હતી. છેલ્લી તારીખ બાદ રિટર્ન ફાઈલ કરવા પર તમને 200 રૂપિયાનો દંડ ભરવો પડશે. ​​​​​​​

17. ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ અંતર્ગત લોન
સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને લાભ આપવા માટે ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS)શરૂ કરી હતી. આ સ્કીમનો હેતુ કોરોના સંકટના કારણે તે MSME ફર્મ્સને આર્થિક મદદ કરવાનો છે જે સમસ્યાનો સામનો કરી રહી છે. આ સ્કીમ માટે સરકારે 3 લાખ કરોડની રકમ રાખી છે. આ સ્કીમ આ વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો