• Home
  • Utility
  • Get more savings with Made in India products on DealShare

ફીચર આર્ટિકલ / DealShare પર મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોની સાથે મેળવો વધુ બચત

Get more savings with Made in India products on DealShare
X
Get more savings with Made in India products on DealShare

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:26 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના આહવાન બાદ આત્મનિર્ભરતાની તરફ આગળ વધવા અને મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કડીમાં ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ DealShare દ્વારા એક પ્લેટફોર્મ તરીકે દેશના સ્થાનિક અને પ્રાદેશિક ઉત્પાદોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે. જેના દ્વારા અનેક ઉપભોક્તાઓને મહત્તમ બચત થઈ શકે. એટલું જ નહીં બેરોજગારીના આ સમયમાં DealShare દ્વારા હજારો નવા રોજગારોનું સર્જન પણ કરવામાં આવી રહ્યું છે.

DealShare બીજી ઓનલાઈન શોપિંગ અને ઈ-કોમર્સ કંપનીઓ કરતા કેટલી અલગ છે?
DealShare એક અલગ સ્ટાર્ટઅપ છે જ્યાં 13 લાખ ઓર્ડરિંગ એટલે કે એક્ટિવ કસ્ટમર્સ છે. DealShare પર દરરોજ 25 હજાર ઓર્ડર કરવામાં આવે છે. જે માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાયની વચ્ચેની કડીનું કામ કરતાં તમને સૌથી બેસ્ટ ડીલની ઓફર કરે છે. DealShare અત્યાર સુધી 4 રાજ્યો અને 25 શહેરોમાં પોતાની સેવાઓ પ્રદાન કરી રહી છે અને આગામી 3 મહિનામાં તે 25 ટકા ગ્રોથની સાથે 25 શહેરો અને 2 રાજ્યોમાં પોતાની સેવાઓ પ્રદાન કરશે. આ સોશિયલ મીડિયા ઈ-કોમર્સ મૉડેલ છે, જે મુખ્યરૂપે બિન મેટ્રો શહેરો, મિડલ અને લોઅર ઈન્કમ ગ્રૂપના ગ્રાહકોનું લક્ષ્ય રાખે છે. DealShare નાનાં શહેરો અને વિસ્તારો સાથે ગ્રામીણ ક્ષેત્રોના લોકોને પણ ઓનલાઈન ખરીદીની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. DealShare પર ઘરના ઉપયોગમાં લેવાતો સામાન, કરિયાણું, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સિવાય નાસ્તા, ફળો, શાકભાજી, ડ્રાય ફ્રૂટ, FMCG પ્રોડક્ટ, લૉશન, સાબુ, ક્લિનિંગ લિક્વિડ, લિનન, ડોલ અને મોપ સહિતની ચીજવસ્તુઓ આકર્ષણ ડીલ અને ભારે ડિસ્કાઉન્ટ પર મળે છે. મિત્રો અને પરિવાર સાથે શેરકરવા પર અને તેમના દ્વારા DealShareનાં માધ્યમથી ખરીદી કરવા પર બોનસ અને કેશબેક પણ મેળવી શકો છો. હાલ DealShare જયપુર, કોટા, અજમેર, સીકર, દૌસા, ચોમૂ, જોધપુર, ઉદયપુર, સવાઈ માધોપુર, કૃષ્ણાનગર, ટોંક, બસ્સી, સિરોહી, અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, ગાંધીનગર, નડિયાદ, મહેસાણા, મુંબઈ, બેંગલુરુ સહિતનાં શહેરોમાં પોતાની સર્વિસ આપે છે. આ વર્ષના અંત સુધી 100થી વધારે શહેરમાં તેની સર્વિસ શરૂ થશે.


DealShare આત્મનિર્ભર ભારત અને સ્થાનિક લોકો માટે વોકલ ફોર લોકલના કોન્સેપ્ટ પર કામ કરે છે
DealShare માં મોટાભાગની લોકલ બ્રાન્ડ અને પ્રોડક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવે છે. DealShare પર વેચવામાં આવતી 75 ટકાથી વધુ પ્રોડક્ટ્સ સ્થાનિક ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે અને તે નેશનલ બ્રાન્ડ કરતાં ઘણી વાર સસ્તી હોય છે. ખાસ વાત એ છે કે નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિકો આ એપ્લિકેશન દ્વારા તેમની પ્રોડક્ટ્સ માટે એક વિશાળ બજાર અને ગ્રાહક મેળવે છે, જે સામાન્ય રીતે અન્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી હોતી. DealShare પર પણ ગ્રાહકો મોટી સંખ્યામાં પ્રાદેશિક અને સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડ્સ સસ્તા ભાવે મેળવી શકે છે, જે તેમને કોઈ અન્ય સુપરમાર્કેટ અથવા ઓનલાઇન નથી મળતી. મેડ ઇન ઈન્ડિયા પ્રોડક્ટ્સ સાથે DealShare ગ્રાહકોની ખરીદશક્તિ તો વધારે જ છે પરંતુ સાથે વધુ બચત કરવામાં પણ મદદ કરે છે. DealShare સ્થાનિક ઉત્પાદકો, નાના ઉદ્યોગો અને દુકાનદારોની પ્રોડક્ટ્સ તેના પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરીને પણ વેચે છે. DealShare સોશિયલ મીડિયા જેમ કે વોટ્સએપ, ફેસબુક પર પ્રચાર દ્વારા પ્રોડક્ટ માટે વિશાળ બજાર પ્રદાન કરે છે.આ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ફેમસ બ્રાન્ડની ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ આશરે અડધા ભાવે મળી જાય છે. જેમ કે એગ્રો ફ્રેશ અથાણાંની ગુણવત્તા કોઈ ફેમસ અને મોટી બ્રાન્ડની સરખામણીએ વધારે સારી છે અને તેની કિંમત પણ આશરે 50 ટકા સુધી ઓછી છે. બાથરૂમ ક્લિનર સેગમેન્ટની વાત કરીએ તો ગ્લોમિક ટોઈલેટ અને બાથરૂમની ગુણવત્તા આ સમયે અન્ય ઘણી બ્રાન્ડ કરતાં સારી છે. તેની કિંમત 40 ટકાથી પણ ઓછી છે. DealShare પર ગ્રાહકોને માત્ર 90 રૂપિયામાં સારા અને તાજા 1 કિલો શ્રીરામ રસગુલ્લા આરામથી મળી જાય છે. આ પ્લેટફોર્મ પર ભલે પ્રોડક્ટ્સની કિંમત ઓછી છે પણ તેની ક્વોલિટી અન્ય ઘણી બ્રાન્ડ્સ કરતાં સારી છે.

DealShare સાથે જોડાયેલા નાની-મોટી શ્રેણીના વેપારીઓ પોતાની પ્રોડક્ટને કોઈ વચેટિયા વગર સીધી ગ્રાહક સુધી પહોંચાડે છે અને પોતાના માર્જિન પર નિયંત્રણ રાખી શકે છે. આ જ કારણે ગ્રાહકોને ‘મેડ ઈન ઇન્ડિયા’ પ્રોડક્ટ પર માર્કેટ પ્રાઈઝની સરખામણીએ વધારે છૂટ મળે છે. તેનાથી ગ્રાહકો અને વેપારી એમ બંનેને ફાયદો છે. આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સાચા અર્થમાં DealShare દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

વધુ સારા ડીલ્સનો લાભ લેવા ક્લિક કરો-

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી