કબજિયાત બની શકે છે આંતરડાનાં કેન્સરનું કારણ:45 વર્ષની ઉંમર પછી દર વર્ષે તપાસ કરો, આ 8 ઉપાયો બચવામાં મદદ કરી શકે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોલોન કે કોલોરેક્ટલ કેન્સર. આ કોલોન એ શરીરનાં છેડાનાં ભાગમાં હોય છે

કોલોન અથવા કોલોરેક્ટલ કેન્સર. કોલોન એ મોટા આંતરડા અથવા તો રેક્ટમનાં છેલ્લા ભાગ એટલે કે જઠરાંત્રિયમાં હોય છે. ભારતીયોમાં તેના કેસ વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRની રિપોર્ટ મુજબ 2020માં કોલોરેક્ટલ કેન્સરનાં નવા કેસ સામે આવ્યા છે. કોલોન કેન્સરની જાગૃતિ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા માર્ચ મહિનો પસંદ કરવામાં આવે છે.

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડાઈજેસ્ટિવ એન્ડ હેપેટોબિલરી સાયન્સીઝ, મેદાંતા ગુરુગ્રામનાં ડાયરેક્ટર કોલોરેક્ટલ સર્જરી ડૉ. અમનજીત સિંહ કહે છે કે -

મેદાંતામાં પણ છેલ્લા 5-7 વર્ષમાં કોલોન કેન્સરનાં દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે. પહેલા અમારી પાસે એક વર્ષમાં અંદાજે 150 દર્દીઓ આવતા હતા. હવે ફક્ત સર્જરી માટે જ એક વર્ષમાં 130 દર્દીઓ હોસ્પિટલની મુલાકાતે આવે છે. અર્લી સ્ટેજ કેન્સરનાં દર્દીઓ એટલે કે તે જેનો ઈલાજ લોકો સમયસર કરી શકતા નથી, તેની સંખ્યા 300-400ની વચ્ચે છે.

ડૉ. અમનજીત સિંહ મુજબ વધુ પડતા કેસમાં દર્દી જ્યારે અમારી પાસે પહોંચે છે ત્યારે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે. તે કેન્સરનાં છેલ્લા સ્ટેજમાં હોય છે. તે પછી અમારી પાસે ઓપરેશન કર્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો જ નથી.

પ્રશ્ન - ભારતમાં આંતરડાનું કેન્સર વધવા પાછળનું કારણ શું છે?
જવાબ -
અમેરિકા અને ઈંગ્લેન્ડમાં કોલોન કેન્સર ત્રીજુ સૌથી મોટુ કેન્સર છે. અમેરિકી કેન્સર સોસાયટી મુજબ 2023ની શરુઆતમાં જ કોલોન કેન્સરનાં 1,06,970 કેસ આવી ચૂક્યા હતા. ઈંગ્લેન્ડની જો વાત કરીએ તો અહીં પણ એક વર્ષનાં અંદાજે 50 હજાર કેસ આવે છે. આ બંને દેશોની સાપેક્ષે ભારતમાં કોલોન કેન્સરનાં કેસ ભારતમાં 5 વર્ષ પહેલા ખૂબ જ ઓછા હતા.

પરંતુ, જ્યારથી આપણે વેસ્ટર્ન કલ્ચરને પોતાની જીવનશૈલીમાં સામેલ કર્યું ત્યારથી આપણે પણ તેના શિકાર થવા લાગ્યા, જેમ કે -

 • હાઈ ફાઈબરયુક્ત ભોજન જેમ કે- ઘઉં, જવ, મકાઈ, મોટા અનાજ, દાળ, ગાજર, ચુકંદર વગેરે ખાવાનું અમે ઓછુ કરી નાખ્યુ છે. તેની જગ્યા જંકફૂડ અને ફાસ્ટફૂડે લઈ લીધી છે.
 • નોનવેજ ખાનારા લોકોની સંખ્યા વધી છે. રાષ્ટ્રિય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણની રિપોર્ટ મુજબ દક્ષિણ ભારતમાં 90% લોકો નોન-વેજીટેરિયન છે. તો બીજી તરફ UN ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની રિપોર્ટ મુજબ ભારતમાં 42% લોકો નોનવેજ ખાવા લાગ્યા છે. એવામાં એ વાત જાણવી જરુરી છે કે, રેડ મીટ એટલે કે લેમ્બ, મટન, પોર્ક અને પ્રોસેસ્ડ મીટમાં કાર્સિનજોનિક હોય છે. તે ટિશ્યૂઝને કેન્સરનાં ટિશ્યૂઝમાં બદલવાની તાકાત રાખે છે.
 • હાઈ ફેટ ડેરી પ્રોડક્ટ જેમ કે, ચીઝ, બટર, હેવી ક્રિમ એ બર્ગર અને પિઝ્ઝામાં નાખીને ખાવા એ ભારતીયોની આદત બની ચૂકી છે. તે તમામ રોજિંદા ફૂડનો ભાગ બની ચૂક્યા છે. તેના કારણે કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો યોગ્ય સમયે તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે કેન્સરનું કારણ પણ બની શકે છે.
 • દારુ-સિગારેટ પીનારા લોકોની સંખ્યા પણ વધી છે.
 • ઈકોનોમિક રિસર્ચ એજન્સી ICRIER અને લો કન્સલ્ટિંગ ફર્મ PLR Chambersની રિપોર્ટ મુજબ આખા દેશમાં અંદાજે 16 કરોડ લોકો આલ્કોહોલનું સેવન કરે છે. લોકો આ વાતને અવગણે છે કે, તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. તેઓ માટે તે ફક્ત સ્ટેટસ સિમ્બોલ બની ગયુ છે.

પ્રશ્ન - શું કોલોન કેન્સર થવાની કોઈ નિશ્ચિત ઉંમર નક્કી છે?
જવાબ -
કોઈ નિશ્ચિત ઉંમર નક્કી તો નથી પણ જૂના સમયમાં લોકો ખાણીપીણીને લઈને કોઈ બાંધછોડ કરતા નહોતા. મોટા અનાજ ખાતા હતા. સમય પર સૂતા અને એક્સરસાઈઝ પણ કરતા હતા એટલા માટે આ દિવસોમાં વૃદ્ધ લોકોમાં જ કોલોન કેન્સર જોવા મળતુ હતું. તે પણ ત્યારે જ્યારે ઉંમર વધવાની સાથે આંતરડા અને લિવર થોડા નબળા પડી જતા હતા. હવે એવુ નથી આપણે અગાઉ પણ ચર્ચા કરી તેમ ખરાબ જીવનશૈલીનાં કારણે કોલોન કેન્સરનાં કેસ વધ્યા છે એટલા માટે 45 વર્ષની ઉંમર પછી પણ હવે આ કોલોન કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

પ્રશ્ન - જો મારા ઘર-પરિવારમાં કોઈ વ્યક્તિને કેન્સર છે તો મને કેન્સર થવાની સંભાવનાઓ કેટલી?
જવાબ -
કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. તેમાંનું એક કારણ જેનેટિક પણ છે પરંતુ, તે ટોટલ કેસનાં ફક્ત 1 થી 2 ટકા લોકોમાં જ જોવા મળ્યું છે કે, જેમાં કેન્સર પરિવારનાં સભ્યોનાં માધ્યમથી ટ્રાન્સફર થયુ હોય. આ આંકડો કોલોન કેન્સરમાં પણ લાગૂ પડે છે. US નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર મુજબ આનુવંશિક કારણોસર કોલોન કેન્સર થવાની સંભાવના 2.5% થી 5% ની વચ્ચે છે.

પ્રશ્ન - કોલોન કેન્સરનાં લક્ષણો ક્યા છે?
જવાબ -
કોલોન કેન્સરનાં પ્રમુખ લક્ષણો નીચે મુજબ છે, વાંચો અને બીજાને પણ શેર કરો.

ઉપરોક્ત ગ્રાફિક્સનાં તમામ કારણોને વિસ્તારમાં સમજો.

 • કોલોન કેન્સરમાં સ્ટૂલની સાથે લોહી આવવાની કે રેક્ટમ (ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલનો છેલ્લો ભાગ)માં બ્લીડિગ થવાની સમસ્યા થઈ શકે છે એટલા માટે સ્ટૂલની આસપાસ થોડુ પણ લોહી વહે તો તુરંત જ ડૉક્ટરની મુલાકાત લો.
 • ડાયટ કે એક્સરસાઈઝમાં ફેરફાર કર્યા વગર એકાએક વજન ઘટવા લાગે તો તે ચિંતાનો વિષય છે. કોલોન કેન્સરા કિસ્સામાં આ પણ એક લક્ષણ છે એટલા માટે વજન ઘટવાનું કારણ તુરંત જ શોધો.
 • કોલોન કેન્સરનાં કારણે પાચન યોગ્ય રીતે થઈ શકતુ નથી. એવામાં વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
 • પેટનાં નીચેના ભાગમાં હંમેશા દુખાવો થતો હોય તો સાવચેત રહેજો. અમુક કેસમાં આ લક્ષણો નિરંતર અમુક દિવસો સુધી બન્યા રહે છે.
 • આંતરડામાં ફેરફારમાં પણ ફેરફાર મહેસૂસ થઈ શકે છે. અંગ્રેજીમાં તેને bowl habbitમાં ફેરફાર કહે છે. આવુ થવા પર એકાએક કબજિયાત થઈ જાય છે અથવા તો લૂઝ મોશનની તકલીફ થઈ શકે છે. આ પણ કોલોન કેન્સરનું જ એક લક્ષણ છે.
 • આ બીમારીનાં દર્દીઓમાં નબળાઈ આવી જાય છે. એવામાં જો તમને એકાએક નબળાઈનો એહસાસ થવા લાગે કે થોડુ કામ કરવા પર પણ થાકનો અનુભવ થવા લાગે તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો.
 • પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ ન થાય તો ઘણીવાર કોલોન કેન્સરની સમસ્યા પણ થઈ શકે છે. જ્યારે તમારે વારંવાર ટોઈલેટ જવુ પડે અને ગયા પછી પણ તમને પેટ સાફ થયાનો અનુભવ ન થાય તો તે પણ કોલોન કેન્સરનું એક લક્ષણ સાબિત થઈ શકે છે.
 • વારંવાર ઊલ્ટી થવી, ખાધેલુ ઊલ્ટી મારફતે નીકળી જાય અને જીવ ગભરાવવા જેવી સમસ્યા થાય તો તે પણ કોલોન કેન્સરનો એક સંકેત હોય શકે.

પ્રશ્ન - કોલોન કેન્સરથી બચવા માટે કઈ આદતો સુધારવી જોઈએ?
જવાબ -

 • 45 વર્ષથી મોટી ઉંમરનાં દરેક વ્યક્તિએ આખા વર્ષમાં એકવાર કોલોન કેન્સરની તપાસ કરાવવી જોઈએ.
 • જંકફૂડ, ફાસ્ટફૂડ અને સ્ટ્રીટફૂડ ખાવાનું ઓછુ કરી દો. તમારા ભોજનમાં તે સબ્જી અને મોટા અનાજ સામેલ કરો જેમાં વિટામિન, ખનિજ, ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે આંતરડા અને કોલોનને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
 • પોતાના તણાવને ઘટાડવા માટે યોગ કે મેડિટેશન કરો. જરુરિયાત પડે તો સાઈકાયટ્રિસ્ટને પણ દેખાડો.
 • ડાયાબિટિસનાં દર્દીઓએ યોગ્ય સારવાર લેવી કારણ કે, શરીરમાં ઈન્સ્યુલિન રેઝિઝટન્ટ કોલોરેક્ટલ કેન્સરનું કારણ બની શકે છે.
 • કબજિયાતની તકલીફ છે તો તેને અવગણશો નહી, ડૉક્ટરની સલાહ લો.
 • પાણી ભરપૂર પીવો. પાણીનો અર્થ પાણી જ પીવો, તેને જ્યૂસ કે નારિયેળ પાણીથી રિપ્લેસ ન કરો.
 • આલ્કોહોલ અને નશાથી દૂર રહો. જો કોઈ તત્કાલિક દારુનું સેવન છોડી શકતુ નથી તો તેને ધીમે-ધીમે ઘટાડો અને પછી છોડી દો.
 • સિગારેટ પીવાનું છોડી દો, તંબાકુ પણ તમને નુકશાન પહોંચાડી શકે છે.

પ્રશ્ન - શું કોલોન કેન્સરનો ઈલાજ થઈ શકે છે?
જવાબ -
ડૉ. અમનજીતસિંહ કહે છે કે, કોલોન કેન્સરનાં સ્ટેજને જોયા પછી રેડિએશન થેરાપી અને કીમોથેરાપી આપવામાં આવે છે. જરુરિયાત પડે તો ટ્યૂમરને દૂર કરવા માટે સર્જરી કરવામાં આવે છે. સર્જરી માટે લેપ્રોસ્કોપિત અને રોબોટિક બંને જ ટેક્નિક યૂઝ કરવામાં આવે છે.

પ્રશ્ન - કોલોન કેન્સરનાં ઈલાજને લઈને જોખમની વાત શું છે?
જવાબ -
વધુ પડતા કેન્સરનાં કારણે કોલોન કેન્સર વિશેનો ખ્યાલ સ્ટાર્ટિંગ સ્ટેજમાં ન આવી શકે. આવુ થવા પાછળનાં 2 કારણો જવાબદાર છે -

 • સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ અને જાગૃતિનાં અભાવને કારણે આપણા દેશમાં મોટાભાગનાં કેન્સર છેલ્લા તબક્કે શોધી કાઢવામાં આવે છે.
 • કોલોન કેન્સરનાં કિસ્સામાં લક્ષણો પેટનાં રોગોથી શરૂ થાય છે. એસિડિટી, પેટમાં બળતરા, અલ્સરેટિવ કોલાઇટિસ જેવા રોગોને આપણે હળવાશથી લઈએ છીએ અને ઘરેલુ ઉપચારથી તેનો ઇલાજ કરવાનો પ્રયાસ કરીએ છીએ. કેટલીકવાર આના કારણે પરિસ્થિતિ ગંભીર બની જાય છે.