આ FD પર મેળવો 8.35% સુધીના આકર્ષક વ્યાજ દર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

5 ફેબ્રુઆરી 2020ના રોજ થયેલી બેઠકમાં ભારતીય રિઝર્વ બેન્કની મૌદ્રિક નીતિ સમિતિએ રેપો રેટ દરને 5.15 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે કેટલાક ઉપાયોની જાહેરાતોની સાથે વ્યાજ દરને ઘટાડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો.

લાંબા સમય સુધી રેપો દરને ચાલુ રાખવાના આ ઉપાયોમાંથી એક છે, જે 1 લાખ કરોડ રૂપિયાનો વધારાનો રસ્તો ખોલશે, જ્યાં RBI દ્વારા 5.15 ટકાના રેપો દર પર 1 વર્ષ અને 3 વર્ષ હેતુ નાણાં આપવામાં આવશે. જોકે તે 1 વર્ષ અને 3 વર્ષના ગાળા માટે બજારમાં ફિક્સ્ડ ડિપોઝીટના હાલના દરથી ઓછો છે. જોકે તેનાથી બેન્કો અને કોર્પોરેટ્સ માટે ફન્ડિંગનો ખર્ચ ઓછો થઈ જાય છે. જોકે તે રિટેલ બેન્ક ડિપોઝીટર્સના હિતમાં નહિ હોય. આ કારણે FD દરો હજુ ઘટે તેવી શકયતા છે. 

તમારે ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ શા માટે કરવું જોઈએ ?

ઘટતા વ્યાજ દર છતાં હાલની આર્થિક પરિસ્થિતિઓમાં FD રોકાણનો એક સારો વિકલ્પ છે. જો તમે રોકાણના બજાર સાથે જોડાયેલાં સાધનો પર વિચાર કરી રહ્યા છો, તો એ જાણવું જરૂરી છે કે 2020ના બજેટની જાહેરાત બાદ ઘરેલુ બજારમાં ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો છે. આ સિવાય બજારમાં થયેલા ઉતાર-ચઢાવ ઝડપથી પાટા પર પરત ફરે તેવી શકયતા છે. સરકાર પણ લઘુ બચત યોજનાઓ પર વ્યાજ દર ઓછો કરી શકે છે. આ કારણે ફિક્સ્ડ ડિપોઝીટનો વિકલ્પ જ તમારા માટે સારો સાબિત થશે. 

ઘટતા વ્યાજ દરોના પગલે ડિપોઝીટ પર સારું રિટર્ન પ્રાપ્ત કરવું એ એક પડકાર છે. ફિકસ્ડ ડિપોઝીટનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે યોગ્ય કંપનીની પસંદગી કરવી જરૂર છે. આ માટે બજાજ ફાઈનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટ વિશેષ રૂપથી એક ઉલ્લેખનીય વિકલ્પ છે, કારણ કે અહીં તમને FD પર આ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ, એટલે કે 8.35 ટકા સુધીના આકર્ષક વ્યાજ દરનો પ્રસ્તાવ મળે છે અને લગભગ કોઈ જોખમ વગર તમારી રકમને વધારવાની તક આપે છે. આ વાતને સારી રીતે સમજવા માટે આગળ વાંચો કે, કઈ રીતે 8 ટકા અને તેનાથી વધુ રિટર્ન મેળવવા માટે બજાજ ફાઈનાન્સ FD એક સારો વિકલ્પ છે. 

બીજી કંપનીઓની સરખામણીમાં સારા વ્યાજ દરો મેળવો

નવા ગ્રાહક તરીકે બજાજ ફાઈનાન્સની FDમાં રોકાણ કરવા પર તમને 8.10 ટકા સુધીનું વ્યાજ મળે છે, સાથે જ બજાજ ફાઈનાન્સના હાલના ગ્રાહક કે કર્મચારી તરીકે તમને 8.20 ટકા વ્યાજ મળે છે, જ્યારે વરિષ્ઠ નાગરિક તરીકે તમે 8.35 ટકા સુધીના વ્યાજ દરનો લાભ ઉઠાવી શકો છો, જોકે તેના માટે ઓછામાં ઓછા 36 મહીનાની FD કરવી પડશે જેમાં રિટર્નની ચૂકવણી મેચ્યુરિટી પર કરવામાં આવનાર છે. સારું રિટર્ન મેળવવા માટે લાંબા સમય માટે FDને પસંદ કરો, કારણ કે તે ચક્રવૃદ્ધિ વ્યાજના માધ્યમથી તમને આવક વધારવાની તક આપે છે. 5 વર્ષ માટે બજાજ ફાઈનાન્સ FD કરવા પર તમે 49.32 ટકા સુધીનું રિટર્ન પ્રાપ્ત કરી શકો છો, જે તમારા રોકાણના પોર્ટફોલિયો પર નિર્ભર કરે છે.

નીચે આપવામાં આવેલા આંકડાઓ પર નજર નાખો, જેથી તમે નવા ગ્રાહક તરીકે 4 વર્ષના ગાળામાં 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયાનું રોકાણ કરીને પ્રાપ્ત વ્યાજ અને થનાર કુલ આવકની ચકાસણી કરી શકો. 

રોકાણ કરવામાં આવેલી રકમ(રૂપિયામાં)વ્યાજ દરસમયગાળો(મહિનામાં)મળેલું વ્યાજ(રૂપિયામાં) પ્રાપ્ત થનાર કુલ રકમ(રૂપિયામાં) 
10 લાખ 8.10%483,65,535

13,65,535

20 લાખ8.10%487,31,07027,31,070
30 લાખ8.10%4810,96,60440,96,604

તમારી સુવિધા મુજબ સમયગાળાની પસંદગી કરો

જ્યારે તમે બજાજ ફાઈનાન્સ FDને પસંદ કરો છો ત્યારે પોતાની સુવિધા મુજબ 1થી 5 વર્ષ સુધીના ગાળા માટે રોકાણનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ રીતે તમે તમારી જમા રકમનો ઉપયોગ ખૂબ જ સમજદારીથી કરી શકો છો, સાથે જ રોકાણથી થનારી આવકનો ઉપયોગ તમે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એમ બંને પ્રકારનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં કરી શકો છે. જોકે ઓછામાં ઓછું 8 ટકા રિટર્ન પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા 36 માસનું રોકાણ કરવા પર વિચાર કરવામાં આવે, જેમાં વ્યાજની ચૂકવણી મેચ્યુરિટી પર કરવામાં આવનાર હોય. એ વાતને હંમેશાં ધ્યાનમાં રાખવામાં આવે કે લાંબા ગાળા પર રોકાણ કરવા પર વ્યાજના રૂપમાં વધુ રિટર્ન મળે છે અને આ કારણે આ તમારા ધનની રકમ વધારવાનો સૌથી સારો વિકલ્પ છે. સૌથી સારી રીતે તેની યોજના બનાવવા માટે FD કેલક્યુલેટરનો ઉપયોગ કરો, જેથી તમે પોતાની આવકનું ચોક્કસ અનુમાન લગાવી શકો.

અધિકતમ સ્થિરતા અને વિશ્વસનીય રેટિંગ

બજાજ ફાઈનાન્સને CRISIL અને ICRA સાથે ક્રમશઃ MAAA અને FAAAનું ઉચ્ચતમ સ્થિરતા રેટિંગ પ્રાપ્ત થયું છે, જે તમારી જમા રકમની સુરક્ષાની ગેરન્ટી આપે છે. સાથે જ આ દેશની એક માત્ર NBFC છે જેને S&P ગ્લોબલનું BBBનું આંતરરાષ્ટ્રીય રેટિંગ મળ્યું છે. આ સિવાય આનાથી તમને આશ્વાસન મળે છે કે તમને નિશ્ચિત રૂપથી રિટર્ન પ્રાપ્ત થશે કારણ કે FDs પર બજાર ઉતાર-ચઢાવની કોઈ અસર થતી નથી. આ કારણે સુરક્ષિત અને ભરોસાપાત્ર સાધનનો લાભ ઉઠાવવો અને લાંબા સમય માટે FDમાં પર્યાપ્ત ધનનું રોકાણ કરો. આ રીતે તમે કોઈ પણ પ્રકારની ચિંતા વગર ચક્રવૃદ્ધિ વ્યાજની સારી એવી કમાણી કરી શકો છો. 

સુનિશ્ચિત રિટર્ન વાળી SIPની સુવિધા

સામાન્ય રીતે FD બુક કરવા માટે તમારે મોટી રકમની જરૂર પડે છે, કારણ કે તેમાં એક જ વખતમાં રોકાણ કરવામાં આવે છે. જોકે બજાજ ફાઈનાન્સના સિસ્ટમેટિક ડિપોઝીટ પ્લાન(SDP)થી તમે 5000 રૂપિયાથી શરૂ થનાર મધ્યમ આકારની માસિક ડિપોઝીટ કરીને સરળતાથી રોકાણની શરૂ કરી શકો છો. અહીં તમે 6થી 48 સુધી માસિક ડિપોઝિટ કરી શકો છો અને પોતાની સુવિધા અનુસાર 12થી 60 મહિના સુધીનો ગાળો પસંદ કરી શકો છો. પ્રત્યેક ડિપોઝીટને એક અલગ FD માનવામાં આવે છે અને પહેલા ડિપોઝીટ માટે પસંદ કરવામાં આવેલો ગાળો તમામ પર લાગૂ થાય છે. એટલું જ નહિ દરેક નવી FD તે દિવસના વ્યાજ દર પર બુક થાય છે જે દિવસે તમે ડિપોઝીટ કરો છે. જેનાથી તમે બજાર અનુકુળ થવા પર ઉચ્ચ દર પ્રાપ્ત કરી શકો છો. 

આ રીતે બજાજ ફાઈનાન્સ FD 8% કે તેનાથી વધુ રિટર્ન આપવામાં સૌથી સારી છે. વધુ સરળતા માટે તમે મલ્ટી-ડિપોઝીટ સુવિધાની પસંદગી પણ કરી શકો છો અને માત્ર એક ચેકથી સરળતાથી પોતાની રોકાણ યાત્રા પર આગળ વધારી શકો છો. આ માટે તરત તેૈયાર થઈ જાવ અને પોતાની FD બુક કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર સંપત્તિ વધારો. 

અન્ય સમાચારો પણ છે...