• Gujarati News
  • Utility
  • Get An FD To Save Tax Or Invest Money In An Equity Linked Savings Scheme, Find Out From An Expert Which Option Is Better

તમારા ફાયદાની વાત:ટેક્સ બચાવવા માટે FD કરાવો અથવા ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો, એક્સપર્ટ પાસેથી જાણો કયો વિકલ્પ વધુ સારો રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે ટેક્સ બચાવવા માટે રોકાણ કરવા માગો છો તો ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અથવા મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ (ELSS)માં રોકાણ કરી શકો છો. આ બંને સ્કિમમાં રોકાણ કરીને તમે ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ સુધી રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો. આજે અમે તમને આ બંને સ્કિમ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે તમારા હિસાબથી યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો.

ટેક્સ સેવિંગ FD
5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવાય છે. તેમાં રોકાણ પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મેળવી શકાય છે. આવી સ્થિતિમાં તમે તેમાં રોકાણ કરી શકો છો. અહીં જુઓ કઈ બેંકમાં ટેક્સ સેવિંગ FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.

દેશમાં 42 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ટેક્સ સેવિંગ સ્કિમ ચલાવે છે. દરેક કંપનીની પાસે ઈન્કમ ટેક્સ બચાવવા માટે ELSS છે. તેને ઓનલાઈન ઘરે બેઠા અથવા કોઈ એજન્ટ દ્વારા ખરીદી શકાય છે.

ELSSમાં 3 વર્ષ માટે લોક ઈન પિરિઅડ હોય છે

  • તેમાં 1.5 લાખ રૂપિયાની મહત્તમ ટેક્સ છૂટ લઈ શકાય છે, પરંતુ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
  • આ ઈન્કમ ટેક્સ બચાવતી સ્કીમમાં રોકાણ 3 વર્ષ માટે લોક ઈન રહે છે. ત્યારબાદ રોકાણકાર ઈચ્છે તો પૈસા ઉપાડી શકે છે. ત્રણ વર્ષ બાદ ઈચ્છે તો તમામ રકમ ઉપાડી શકે છે અથવા જરૂરી હોય એટલા પૈસા ઉપાડી શકે છે અને બાકીના પૈસા આ ELSSમાં રહેશે.
  • ELSS માત્ર 3 વર્ષ માટે લોક ઈન હોય છે, પરંતુ રોકાણકાર તેમાં ડિવિડન્ડ પે-આઉટનો ઓપ્શન પસંદ કરે છે તો તેને વચ્ચે પૈસા મળતા રહેશે. જો કે, ઈન્કમ ટેક્સ બચાવતી ELSS સ્કીમમાંથી વચ્ચેથી પૈસા ઉપાડી શકાતા નથી.

આ ELSS ફંડ્સે સારું રિટર્ન આપ્યું​​​​​​​

ફંડનું નામછેલ્લા 1 વર્ષમાં રિટર્ન (%)છેલ્લા 3 વર્ષમાં રિટર્ન (%)છેલ્લા 5 વર્ષમાં રિટર્ન (%)
કવાંટ ટેક્સ સેવર ફંડ128.130.624.8
BOI AXA ટેક્સ એડવાન્ટેજ ફંડ77.130.624.8
મિરાએ એસેટ ટેક્સ સેવર76.921.223.3
DSP બ્લેકરોક ટેક્સ સેવર ફંડ70.518.018.2
કેનેરા રોબેકો ઈક્વિટી ટેક્સ સેવર70.120.519.3

​​​​​​​​​​​​​​​​​​​​ક્યાં રોકાણ કરવું?

પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલના જણાવ્યા પ્રમાણે, બંનેમાંથી કોઈપણ જગ્યાએ રોકાણ કરીને ઈન્કમ ટેક્સ બચાવી શકાય છે, પરંતુ ટેક્સ બચાવવા માટે ટેક્સ સેવિંગ FD યોગ્ય વિકલ્પ નથી, કેમ કે વધતી મોંઘવારીની વચ્ચે તેનાથી તમને સારું રિટર્ન નહીં મળે. તે ઉપરાંત તેનાથી મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી નથી હોતું. આવી સ્થિતિમાં જો તમે હાઈ ટેક્સ બ્રેકેટમાં આવો છો તો તમારે FDમાંથી મળતા રિટર્ન પર 30% ટેક્સ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં તેમાંથી મળતું રિટર્ન ઓછું થઈ જાય છે.

જો ELSSની વાત કરીએ તો તેને છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર રિટર્ન આપ્યું છે અને તેમાં રોકાણ કરીને તમે ટેક્સ બચાવી શકો છો. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા ELSSમાં રોકાણ કરવું યોગ્ય રહેશે.