• Gujarati News
  • Utility
  • Geo Reactivates Annual Plan Of ની 499 With Disney + Hotstar Subscription, Unlimited Calling And 2GB Data Per Day

કમબેક:જિયોએ ડિઝની+ હોટસ્ટાર સબસ્ક્રિપ્શનવાળો ₹499નો વાર્ષિક પ્લાન ફરી એક્ટિવ કર્યો, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2GB ડેટા મળશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગયા ડિસેમ્બર મહિનામાં કંપનીએ ₹499નો પ્લાન બંધ કર્યો હતો
  • જિયોનો હેપ્પી ન્યૂ યર પ્લાન હવે 7 જાન્યુઆરી સુધી એક્ટિવ રહેશે

જો તમે જિયોના ગ્રાહક છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપનીએ 499 રૂપિયાનો પ્લાન રી-લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં ડિઝ્ની+ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તમામ પ્રીપેઈડ પ્લાનની કિંમત વધાર્યા બાદ કંપનીએ 499 રૂપિયાનો પ્લાન બંધ કર્યો હતો. જોકે કંપનીએ ફરી તેને રી લોન્ચ કર્યો છે. આ સાથે જ કંપનીએ હેપ્પી ન્યૂ યર પ્લાનની અવેલેબિલિટી વધારી છે.

499 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દરરોજ 2GBનો ડેટા મળે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64kbpsની થઈ જશે. આ પ્લાન 28 દિવસની વેલિડિટીનો છે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. આ સાથે ડિઝ્ની+ હોટસ્ટારનું વાર્ષિક સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. જિયો સિનેમા, જિયો ટીવી સહિતની કંપનીની એપ્સનો એક્સેસ પણ મળે છે.

હેપ્પી ન્યૂ યર પ્લાન 7 જાન્યુઆરી સુધી એક્ટિવ રહેશે
કંપનીએ ક્રિસમસ પર હેપ્પી ન્યૂ યર પ્લાન એક્ટિવ કર્યો હતો. આ પ્લાનની કિંમત 2545 રૂપિયા છે. અગાઉ આ પ્લાન 2 જાન્યુઆરી સુધી જ એક્ટિવ રહેવાનો હતો જોકે કંપનીએ તેને 7 જાન્યુઆરી સુધી એક્સટેન્ડ કર્યો છે. આ પ્લાન જિયોનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે.

હેપ્પી ન્યૂ યર પ્લાન
જિયોએ તેના 2545 રૂપિયાના જૂના પ્લાનને હેપ્પી ન્યૂ યર પ્લાનમાં ફેરવ્યો છે. આ પહેલાં પ્લાનમાં 336 દિવસની વેલિડીટ મળતી હતી જોકે ઓફરમાં તેમાં એક્સ્ટ્રા 29 દિવસની વેલિડિટી ઉમેરાઈ છે. અર્થાત 2545 રૂપિયા ખર્ચવા પર હવે 365 દિવસની વેલિડિટી મળશે.

આ પ્લાનમાં દરરોજ 1.5GBGનો ડેટા મળશે. કુલ 504GBનો ડેટા મળશે. ડેલી લિમિટ પૂરી થવા પર ઈન્ટરનેટની સ્પીડ ઘટી 64Kbpsની થઈ જશે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ મળે છે. સાથે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સાવન સહિતની કંપનીની એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.

તમામ પ્રીપેઈડ પ્લાન મોંઘા થયાં
જિયોએ 1 ડિસેમ્બર, 2021થી રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. આ પ્લાનના ભાવમાં 21% વધારો થયો. જિયોના 75 રૂપિયાના પ્લાન માટે 91 રૂપિયા ચૂકવવા પડશે.129 રૂપિયાવાળો પ્લાન 155 રૂપિયા, 399વાળો પ્લાન 479 રૂપિયા, 1299વાળો પ્લાન 1599 રૂપિયા અને 2399વાળો પ્લાન હવે 2879 રૂપિયામાં મળશે. ડેટા ટોપ-અપની કિંમત પણ વધી ગઈ છે. હવે 6GB ડેટા માટે 51ને બદલે 61, 12GB ડેટા માટે 101ને બદલે 121 રૂપિયા અને 50GB માટે 251 રૂપિયાને બદલે 301 રૂપિયા ખર્ચવા પડશે.