ન્યૂ પ્લાન:જિયો લાવ્યું 2,999 રૂપિયાનો સેલિબ્રેશન પ્લાન, દરરોજ 2.5GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિલાયન્સ જિયોના 44 કરોડ યુઝર્સ માટે એક નવા સારા સમાચાર છે. કંપનીએ સેલિબ્રેશન ઓફર હેઠળ 2,999 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ કંપનીનો પણ એકમાત્ર એવો પ્લાન છે જેમાં દરરોજ 2.5GB ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. એટલે કે આ રિચાર્જ કરાવશો તો આખું વર્ષ બીજો કોઈ ખર્ચ રિચાર્જ માટે નહીં કરવો પડે. આ પ્લાનમાં ગ્રાહકને ઘણા ફાયદા પણ મળે છે. ચાલો આ પ્લાન વિશે ડિટેલમાં જાણીએ...

2,999 રૂપિયાના પ્લાનના ફાયદા
આ એક વર્ષની વેલિડિટીનો પ્લાન છે. એટલે કે 2,999 રૂપિયાના સિંગલ રિચાર્જ પર તમારે 364 દિવસ સુધી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. આ પ્લાનમાં દરરોજ 2.5GB ડેટા મળશે. એક વર્ષમાં 912.5GB ડેટા મળશે. જ્યારે ડેઇલી લિમિટ પૂરી થઈ જશે તો ઈન્ટરનેટ 64Kbpsની સ્પીડથી ચાલશે. પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ પણ ઉપલબ્ધ થશે. દરરોજ 100 SMS પણ મળશે. જિયોની પોપ્યુલર એપ્સ જેવી કે, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ અને અન્ય સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

120 રૂપિયામાં આખું વર્ષ 500MB એક્સ્ટ્રા ડેટા મળશે
જિયોના આ પ્લાનમાં 365 દિવસ સુધી દરરોજ 8.22 રૂપિયામાં ખર્ચમાં 2.5GB ડેટા મળશે. જ્યારે કે કંપનીના 365 દિવસો સુધી દરરોજ 2GB ડેટા સાથેના પ્લાનની કિંમત 2,879 રૂપિયા છે. એટલે કે, 120 રૂપિયા વધુ ચૂકવવાથી તમને 365 દિવસ માટે દરરોજ 500MB વધુ ડેટા મળશે. કુલ મળીને એક વર્ષમાં 182.5GB ડેટા ઉપલબ્ધ થશે.

499 રૂપિયામાં અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ પ્લાન
જિયોએ 499 રૂપિયાનો પ્લાન ફરીથી લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને ડિઝની પ્લસ હોટસ્ટારનો વાર્ષિક સબ્સ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળશે. ડેઇલી લિમિટ પૂરી થયા પછી ઇન્ટરનેટ સ્પીડ 64kbps થઈ જશે. પ્લાન પર 28 દિવસની વેલિડિટી ઉપલબ્ધ રહેશે. બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દૈનિક 100 SMS પણ ઉપલબ્ધ થશે. જિયો સિનેમા, જિયો ટીવી જેવી તમામ જિયો એપ્સનું એક્સેસ પણ આપવામાં આવશે.