તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • GDMO And Specialist Recruitment 2021: 88 Vacancies For GDMO And Specialist, Indo Tibetan Border Police Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ITBP જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર સહિત 88 જગ્યા પર ભરતી કરશે, પરીક્ષા વગર ઇન્ટરવ્યૂથી સિલેક્શન થશે

3 મહિનો પહેલા
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 75,000થી 85,000 રૂપિયા પગાર મળશે
  • ઈચ્છુક કેન્ડિડેટ્સ 10 અને 17 મે, 2021ના રોજ થનારા વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઇ શકે છે
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 70 વર્ષથી વધારે ના હોવી જોઈએ

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (GDMO) અને સ્પેશિયલિસ્ટની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન કોઈ પણ પરીક્ષા વગર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી થશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 10 અને 17 મે, 2021ના રોજ થનારા વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઇ શકે છે.

જગ્યાની સંખ્યા: 88

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સમાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ પ્રથમ અને દ્વિતીય અનુસૂચી કે તૃતીય અનુસૂચીના ભાગ 2માં સામેલ મેડિકલ યોગ્યતા હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 70 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

મહત્ત્વની તારીખ
વોક-ઈન-ઇન્ટરવ્યૂ: 10 અને 17 મે,2021

પગાર
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 75,000થી 85,000 રૂપિયા પગાર મળશે.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. આ પોસ્ટ પર ભરતી માત્ર 3 વર્ષ માટે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક ઉમેદવારે 10 અને 17 મે, 2021ના રોજ લેવાનારા વોક-ઈન-ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું.