ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)બોમ્બેમાં 28 ઓક્ટોબર, ગુરુવારથી GATE 2021ના એપ્લિકેશન ફોર્મમાં કરેક્શન મારે વિન્ડો ઓપન કરી દીધી છે. પરીક્ષા માટે અપ્લાય કરી ચૂકેલા વિદ્યાર્થીઓ 13 નવેમ્બર સુધી પોતાના ફોર્મમાં સુધારા-વધારા કરી શકે છે. એપ્લિકેશન ફોર્મમાં કરેક્શન કરવા માટે વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ gate.iitb.ac.in પર વિઝિટ કરો. એનરોલમેન્ટ ID અને પાસવર્ડની મદદથી એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરી શકશો.
ઓનલાઈન મોડમાં કરેક્શન થશે
એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરવાની પ્રોસેસ માત્ર ઓનલાઈન મોડમાં જ અવેલેબલ છે. તેમાં વિદ્યાર્થીઓ છેલ્લી તારીખ સુધી એક્ઝામ સિટી, કેટેગરી અને એક્ઝામ પેપરમાં ફેરફાર કરી શકે છે. એક્ઝામ સિટીમાં ફેરફાર કરવા માટે કોઈ ફી નથી. કેટેગરી અને પેપરમાં ફેરફાર કરાવવા માટે 500 રૂપિયા ફી ભરવી પડશે.
પરીક્ષા 5થી 14 ફેબ્રુઆરી સુધી
GATE 2021 પરીક્ષા 5થી 14 ફેબ્રુઆરી સુધી દરમિયાન બે શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષા માટે ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પર એડમિટ કાર્ડ 8 જાન્યુઆરી, 2021ના રોજ જાહેર થશે. પરીક્ષાનું પરિણામ 22 માર્ચ, 2021ના રોજ જાહેર કરવામાં આવશે.
એપ્લિકેશન ફોર્મમાં આવી રીતે સુધારા કરો:
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.