તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • GATE 2021| IIT Bombay Released The Response Sheet The Entrance Exam, Candidates Can Raise Objection Till February, Result Will Be Released On March 22

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GATE 2021:IIT બોમ્બેએ પરીક્ષાની રિસ્પોન્સ શીટ જાહેર કરી, 28 ફેબ્રુઆરી સુધી જવાબો સામે ઓબ્જેક્શન ઉઠાવી શકાશે

9 દિવસ પહેલા
 • કૉપી લિંક

IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી), બોમ્બેએ GATE (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુટ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ) 2021 માટે રિસ્પોન્સ શીટ જાહેર કરી છે. ઈન્સ્ટિટ્યુટે કુલ 7,11,542 રિસ્પોન્સ શીટ લાઈવ કરી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ gate.iitb.ac.inનાં માધ્યમથી તેને ચેક કરી શકે છે.

ફેબ્રુઆરી સુધી કરેક્શન કરી શકાશે
ઈન્સ્ટિટ્યુટ તરફથી ઈનિશિયલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો કોઈ જવાબ સામે વાંધો ઓબ્જેક્શન વિન્ડો પર ઉઠાવી શકે છે. ઓબ્જેક્શન વિન્ડો ફેબ્રુઆરી સુધી ઓપન રહેશે. ઉમેદવારોએ દરેક જવાબ માટે 500 રૂપિયા ફી આપવી પડશે. જો ઓબ્જેક્શનમાં ઉમેદવાર સાચો હશે તો તેના માર્ક્સ આન્સર કીમાં સામેલ કરવામાં આવશે.

22 માર્ચે પરિણામ જાહેર થશે
પરીક્ષાનું પરિણામ 22 માર્ચે જાહેર થશે. પરીક્ષામાં મળેલા સ્કોર આગામી 3 વર્ષ માટે વેલિડ ગણાય છે. કોરોના મહામારી વચ્ચે એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ 5થી 14 ફેબ્રુઆરી સુધી યોજાઈ હતી.

GATE ક્લિયર કરનારા ઉમેદવારોને IIT, IISc અને ઘણી સંસ્થાઓમાં MTech અભ્યાસક્રમમાં એડમિશન અપાય છે. સાથે જ તે ઘણા પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં નોકરી માટે અરજી કરવા માટે એલિજિબલ ગણાય છે.

આ રીતે ઓબ્જેક્શન ઉઠાવો

 • સૌ પ્રથમ વેબસાઈટ gate.iitb.ac.in પર જાઓ
 • હવે આન્સર કી ઓબ્જેક્શન લિંક પર ક્લિક કરો.
 • ક્રેડેન્શિયલની મદદથી લોગ ઈન કરો.
 • હવે ખોટાં આન્સર પર ક્લિક કરો, તર્ક લખો, જરૂરી દસ્તાવેજો અટેચ કરો.
 • ઓબ્જેક્શન ફીની ચૂકવણી કરી સબમિટ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો