• Gujarati News
  • Utility
  • GAIL Announces Recruitment For 220 Posts Including Manager, Online Application Process To Continue Till 5th August

સરકારી નોકરી:GAILએ મેનેજર સહિત 220 જગ્યા પર ભરતી જાહેર કરી, 5 ઓગસ્ટ સુધી ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે - Divya Bhaskar
કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 50 હજારથી લઈને 2,00,000 રૂપિયાની સેલરી આપવામાં આવશે

ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (GAIL)એ મેનેજર સહિત અલગ-અલગ 220 જગ્યા પર ભરતી જાહેર કરી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા મેનેજર, સીનિયર એન્જિનિયર, સીનિયર ઓફિસર અને ઓફિસર પદ પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 7 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ www.gailonline.com પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ પ્રોસેસ 5 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

જગ્યાની સંખ્યા: 220

જગ્યાસંખ્યા
મેનેજર17
સીનિયર એન્જિનિયર115
સીનિયર ઓફિસર69
ઓફિસર19

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે એન્જિનિયરિંગ/CA/ CMA (ICWA), B.Com, MBAમાં ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ :

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 7 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 5 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 50 હજારથી લઈને 2,00,000ની સેલરી આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
અપ્લાય કરવા માટે કોઈ ફી ભરવાની નથી.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 5 ઓગસ્ટ સુધીમાં ઓફિશિયલ વેબસાઈટ www.gailonline.com પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: