તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Funds Received Under NPS Till 9:30 Am Will Be Treated As Investment On The Same Day, Cut Off Time Has Been Changed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેરફાર:NPS અંતર્ગત સવારે 9:30 વાગ્યા સુધી પ્રાપ્ત ફંડને તે જ દિવસે રોકાણ તરીકે ગણવામાં આવશે, કટ ઓફ ટાઈમમાં ફેરફાર કરાયો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ આ સમયમર્યાદા સવારે 8:30 વાગ્યા સુધી હતી
  • 1 ઓક્ટોબર 2020થી PFRDAએ ડી-રેમિટ ફીચર રોલ આઉટ કર્યું હતું

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને લઈને મોટો ફેરફાર કર્યો છે. હવે એક જ દિવસમાં નેટ એસેટ વેલ્યૂ (NAV) માટે ડાયરેક્ટ રેમિટેન્સ (ડી-રેમિટ) અંતર્ગત કટ ઓફ ટાઈમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે કોઈપણ બેંકના કામકાજના દિવસે (શનિવાર, રવિવાર અને રજાઓ સિવાય) સવારે 9:30 વાગે મળેલા નાણાંને તે જ દિવસે રોકાણ તરીકે ગણવામાં આવશે. અગાઉ આ સમય મર્યાદા સવારે 8:30 વાગ્યા સુધીની હતી.સવારે 9.30 વાગ્યા બાદ પ્રાપ્ત યોગદાનનું રોકાણ આગામી કાર્ય દિવસમાં કરવામાં આવશે.

અત્યાર સુધી 40 હજારથી વધારે ડી-રેમિટ વર્ચ્યુઅલ ID બન્યા
1 ઓક્ટોબર 2020થી PFRDA દ્વારા ડી-રેમિટ ફીચરને રોલઆઉટ કર્યા બાદથી અત્યાર સુધી 40 હજારથી વધુ ડી-રેમિટ વર્ચ્યુઅલ ID બનાવવામાં આવ્યા છે. ડી-રેમિટ સુવિધા દ્વારા 11 નવેમ્બર 2020ના રોજ 1.80 કરોડ રૂપિયાનું યોગદાન જમા કરાયું છે.

શું છે ડી-રીમિટ સુવિધા?

  • ડી-રેમિટ સુવિધા અંતર્ગત હવે NPS ગ્રાહકો હવે પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ડી-રેમિટ સુવિધા અંતર્ગત તમારા બેંક અકાઉન્ટમાંથી ડાયરેક્ટ તમારા NPS અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાશે. આ સુવિધા અંતર્ગત ગ્રાહકો તેમના રોકાણ માટે એક જ દિવસનું NAV પ્રાપ્ત કરી શકે છે.
  • મ્યુચ્યુઅલ ફંડની સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ની જેમ જ NPS સબસ્ક્રાઈબર તેમના બેકિંગ પ્લેટફોર્મના રિકરિંગ ઓપ્શનનો ઉપયોગ કરીને તેમના બેંક અકાઉન્ટમાંથી ડાયરેક્ટ યોગદાન કરી શકે છે.
  • ડી-રેમિટ સુવિધા અંતર્ગત, NPS રોકાણકારો NEFT/RTGS દ્વારા ડાયરેક્ટ તેમના બેંક અકાઉન્ટમાંથી તેમના NPS અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે અને તે જ દિવસે NAV પ્રાપ્ત કરી શકે છે. ડી-રેમિટ ફીચર દ્વારા ઓછામાં ઓછી યોગદાન 500 રૂપિયા છે.

કેવી રીતે આ સુવિધાનો લાભ લઈ શકાય છે?

  • NPS સબસ્ક્રાઈબર જેમની પાસે બેંકોની નેટ બેંકિંગની સુવિધા છે, તેઓ ડી-રેમિટ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.
  • ડી-રેમિટ મોડ દ્વારા યોગદાન કરવા માટે અકાઉન્ટમાં લોગઈન કરીને પર્મન્ટ રેમિટેન્સ અકાઉન્ટ નંબર (PRAN) સંબંધિક એક વર્ચ્યુઅલ ID બનાવવું પડશે.
  • ત્યારબાદ સબસ્ક્રાઈબરને તેમના નેટ બેંકિંગ અકાઉન્ટમાં લાભાર્થી તરીકે IFSC ડિટેઈલ્સની સાથે વર્ચ્યુઅલ ID જોડવાનું રહેશે.
  • છેલ્લે સબસ્ક્રાઈબર્સ જરૂર પડવા પર NPS અકાઉન્ટમાંથી ફંડ રિમિટિંગ શરૂ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો