તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • FSSAI Will Recruit For 38 Posts Including Principal Manager And Senior Manager, Apply Online By May 15

સરકારી નોકરી:FSSAI પ્રિન્સિપલ મેનેજર અને સિનિયર મેનેજર સહિત 38 જગ્યા પર ભરતી કરશે, 15 મે સુધીમાં ઓનલાઈન અપ્લાય કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર અને સિનિયર મેનેજરની જગ્યા પર અરજી કરનારા ઉમેદવાર પાસે ટેક્નિકલ ડિગ્રી હોવી જોઈએ
  • આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઇ ગઈ છે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઇ ગઈ છે. યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ FSSAIની ઓફિશિયલ વેબસાઈટ પર 15 મે સુધી અપ્લાય કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 38 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

ટોટલ જગ્યા- 38

જગ્યાસંખ્યા
પ્રિન્સિપલ1
જોઈન્ટ ડિરેક્ટર12
સિનિયર મેનેજર2
ડેપ્યુટી ડિરેક્ટર17
મેનેજર6

લાયકાત
પ્રિન્સિપલ મેનેજર, સિનિયર મેનેજર અને મેનેજરની જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે જર્નલિઝ્મ, માસ કોમ્યુનિકેશન, પબ્લિક રિલેશન કે માર્કેટિંગમાં ડિગ્રી હોવી જોઈએ. જોઈન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર અને સિનિયર મેનેજરની જગ્યા પર અરજી કરનારા ઉમેદવાર પાસે ટેક્નિકલ ડિગ્રી હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 16 એપ્રિલ
ઓનલાઈન અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 15 મે

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ www.fssai.gov.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અરજી કર્યા પહેલાં નોટિફિકેશન વ્યવસ્થિત વાંચી લો. ફોર્મમાં ભૂલ હશે તો તે રિજેક્ટ થઇ શકે છે.