• Gujarati News
  • Utility
  • From Tonight 24 Hours RTGS Facility Will Be Available, Transactions Of More Than Rs 2 Lakh Will Be Done Easily.

સુવિધા:આજ રાતથી 24 કલાક RTGSની સુવિધા મળશે, 2 લાખ રૂપિયા કરતાં વધારે રકમનું ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોનિટરી પોલિસી બેઠકમાં RBIએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ તે RTGS સુવિધા 24 કલાક ઉપલબ્ધ કરાવશે
  • RTGSની શરૂઆત 26 માર્ચ 2006માં કરવામાં આવી હતી

બેંકોની રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) હવે દિવસના 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ સુવિધા 14 ડિસેમ્બરે રાત્રે 12.30 વાગ્યે શરૂ થવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. જો કે, આ અંગેનો નિર્ણય 4 ડિસેમ્બરે મોનિટરી પોલિસીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

આ સિસ્ટમથી હવે ગ્રાહકોને પૈસા મોકલવાનું સરળ બનવશે. અત્યારે આ સિસ્ટમ દર મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાંના તમામ કાર્યકારી દિવસોમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી કામ કરે છે, જે આજ રાતથી દિવસના 24 કલાક ઉપલબ્ધ રહેશે.

ગવર્નર શક્તિકાંતા દાસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, RTGS સુવિધા આજે રાત્રે 12.30 વાગ્યાથી 24 કલાક ઉપલબ્ધ રહેશે. તેમણે RBIની ટીમને, IFTAS અને સર્વિસ પાર્ટનરને પણ અભિનંદન આપ્યા. જો કે, આ ટ્વીટમાં ભૂલથી 12.30 AMની જગ્યાએ 12.30 PM લખવામાં આવ્યું હતું, જેને ગવર્નરે આગળની ટ્વીટમાં ટાઇપિંગ ભૂલ ગણાવી હતી.

કેટલાક પસંદગીના દેશોમાં ભારત સામેલ
RBIની આ સુવિધા બાદ હવે ભારત કેટલાક એવા કેટલાક દેશોમાં જોડાઈ ગયો છે જ્યાં RTGS રાઉન્ડ ધ ક્લોક દિવસમાં 24 કલાક ઉપલબ્ધ હોય છે. અગાઉ, ભારતીય રિઝર્વ બેંકે આ જ વર્ષમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)ને 24 કલાક સાતેય દિવસ ઉપલબ્ધ કરવાની સુવિધા આપી હતી.

મોનિટરી પોલિસીમાં જાહેરાત થઈ હતી
આપણી મોનિટરી પોલિસીની બેઠક (MPC)માં ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે, ટૂંક સમયમાં તે RTGSને 24 કલાક ઉપલબ્ધ કરાવશે. આ સુવિધા રજાના દિવસોમાં પણ કામ કરશે. ત્યારબાદ આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

26 માર્ચ 2006માં શરૂઆત થઈ હતી
RTGSની સુવિધા 26 માર્ચ 2006 ના રોજ શરૂ કરવામાં આવી હતી. 14 વર્ષ પછી તેને 24 કલાક સાત દિવસ શરૂ કરવામાં આવી રહી છે. અત્યારે બેંકો દ્વારા દરરોજ 6.35 લાખ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. તેની કિંમત 4.17 લાખ કરોડ છે. તેમાં કુલ 237 બેંકો સામેલ છે. નવેમ્બરમાં તેની સરેરાશ ટિકિટ સાઇઝ 57.96 લાખ રૂપિયા રહી છે. એટલે કે, RTGS દ્વારા 57.96 લાખ રૂપિયા મોકલવામાં આવે છે.

ટ્રાન્ઝેક્શનમાં વધારો થશે
24 કલાક સાતેય દિવસ આ સુવિધા ઉપલબ્ધ થવાથી તેનાં ટ્રાન્ઝેક્શનમાં વધારો થવાની ધારણા છે. તેમજ, તેનાથી ગ્રાહકોને સુવિધા મળશે કે તેઓ તેનો ઉપયોગ કોઈપણ સમયે કરી શકે છે. આના માધ્યમથી બિઝનેસમેનને સારી સુવિધા મળશે. તેનાથી ભારતીય નાણાકીય બજારમાં પણ નવી તેજી આવશે. આનાથી ક્રોસ બોર્ડર પેમેન્ટમાં પણ સરળતા રહેશે.

વધારે ટ્રાન્ઝેક્શન માટે RTGS
RTGS સિસ્ટમનો ઉપયોગ મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે થાય છે. ગવર્નર શક્તિકાંત દાસે મીટિંગમાં કહ્યું હતું કે, સુરક્ષિત રીતે ડિજિટલ પેમેન્ટ વધારવા માટે UPI અથવા કાર્ડ દ્વારા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની લિમિટ 1 જાન્યુઆરી, 2021થી બે હજાર રૂપિયાથી વધીને પાંચ હજાર રૂપિયા કરવામાં આવી છે. દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે જુલાઈ 2019થી NEFT અને RTGS દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાનું બંધ કર્યું છે.

બે લાખ રૂપિયા સુધી NEFT
NEFTનો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શનમાં થાય છે. RTGS દ્વારા તેનાથી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. RTGS દ્વારા 2 લાખથી ઓછી રકમનું ટ્રાન્સફર કરવામાં આવતું નથી. તેનાથી પણ મોટી વાત એ છે કે કે ટ્રાન્સફર કરવા પર કોઈ વધારાનો ચાર્જ પણ આપવો પડતો નથી. ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો વિકસાવવા અને ઘરેલુ કોર્પોરેટ ઇન્સ્ટિટ્યૂશનને મોટા લેવલ પર ઓનલાઇન પેમેન્ટની ફ્લેક્સિબિલિટી ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવાયો છે.