તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • From Today, SBI Customers Will Have To Pay More For Withdrawals And Checkbooks, The Bank Has Changed Many Rules.

બેંકિંગ:આજથી SBIના ગ્રાહકોને પૈસા ઉપાડવા અને ચેકબુક માટે વધારે ચાર્જ ચૂકવવો પડશે, બેંકે ઘણા નિયમોમાં ફેરફાર કર્યો

3 મહિનો પહેલા

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહક છો તો હવે તમારે ATMમાંથી પૈસા ઉપાડવા અને ચેકબુકનો ઉપયોગ કરવા માટે વધારે ચાર્જ આપવો પડશે. બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ (BSBD) અકાઉન્ટ પર આ તમામ નિયમ લાગુ થશે. SBIના ATM અથવા બેંક બ્રાંચમાંથી 4 વખત પૈસા ઉપાડવાનું ફ્રી હશે. ત્યારબાદ તમારે તેના માટે ચાર્જ આપવો પડશે. અમે તમને આજથી થતાં ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ.

ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે
મહિનામાં 4 વખત ATM અને બેંક બ્રાંચમાંથી પૈસા ઉપાડવાનું ફ્રી રહેશે. પરંતુ ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર બેંક 15 રૂપિયા પ્લસ GST સર્વિસ ચાર્જ તમારી પાસેથી લેશે. આ નિયમ હોમ બ્રાંચ, નોન SBI ATM અને SBI ATM પર લાગુ થશે.

બ્રાંચમાંથી પૈસા ઉપાડવા પર આપવા પડશે પૈસા
જો તમે SBIની બ્રાંચમાંથી પૈસા ઉપાડો છો અને તમે 4 વખત ફ્રી લિમિટ પૂરી કરી દીધી છે તો તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર પૈસા આપવા પડશે. આ નિયમોના અનુસાર, 15 પ્લસ GST આપવો પડશે. જો કે, નોન ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન SBI અને નોન
SBI બ્રાંચ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. તે ઉપરાંત બીજાને પૈસા ટ્રાન્સફર કરવાનું પણ ફ્રી રહેશે.

ચેક બુક માટે વધારે ચાર્જ આપવો પડશે
ચેકબુક પર લાગતા ચાર્જની વાત કરીએ તો એક ફાઈનાન્શિયલ યરમાં ગ્રાહકોને 10 ચેકની કોપી આપવામાં આવે છે. હવેથી આ 10 પેજની ચેકની કોપી માટે ગ્રાહકોને 40 રૂપિયા પ્લસ GST ચાર્જ આપવો પડશે. તે સિવાય 25 ચેકવાળી કોપી માટે બેંક 75 રૂપિયા પ્લસ GST ચાર્જ વસૂલશે.

તે સિવાય ઈમર્જન્સી ચેકબુક પર 10 ચેક માટે 50 રૂપિયા પ્લસ GST લાગશે. તેમજ વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો એ તમામ લોકોને ચેકબુક પર નવો ચાર્જ ચૂકવવા પડશે નહીં.

બિન-નાણાકીય લેવડદેવડ ફ્રી રહેશે
SBI અને SBI બેંક શાખાઓમાં BSBD ખાતાધારકો દ્વારા બિન-નાણાકીય લેવડદેવડ પર કોઈ ચાર્જ નહીં લાગે. આ ખાતાધારકો માટે બ્રાંચ અને વૈકલ્પિક ચેનલો દ્વારા લેવડદેવડ પણ ફ્રી રહેશે.