• Gujarati News
  • Utility
  • From Today, Customers Across The Country Will Be Able To Book Gas Cylinders At The Same Number, 24 * 7 Facility

ઈન્ડેનની નવી સેવા:આજથી સમગ્ર દેશના ગ્રાહકો એક જ નંબર પર ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે, 24*7 મળશે સુવિધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી ટેલિકોમ સર્કલના અનુસાર જુદા જુદા બુકિંગ નંબર હતા
  • આજથી OTP વગર ગેસ સિલિન્ડરની ડિલિવરી નહીં મળે

પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયે સરકારી ગેસ કંપની ઈન્ડેન ગેસના ગ્રાહકો માટે રવિવાર એટલે કે 1 નવેમ્બરથી નવી સેવા શરૂ કરી છે. આ સેવા અંતર્ગત મંત્રાલયે ઈન્ડેનના ગ્રાહકો માટે નવો નંબર 7718955555 જાહેર કર્યો છે. આજથી સમગ્ર દેશના ઈન્ડેનના ગ્રાહકો આ નંબર દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશે. આ નંબર પર ગેસ સિલિન્ડર બુકિંગની સુવિધા 24*7 એટલે કે ચોવીસ કલાક અને સાતેય દિવસ ચાલુ રહેશે.

અત્યાર સુધી ટેલિકોમ સર્કલના અનુસાર બુકિંગ નંબર હતા
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ટેલિકોમ સર્કલના અનુસાર જુદા જુદા નંબર હતા. પરંતુ હવે આ નંબરોને બંધ કરીને સમગ્ર દેશ માટે એક જ નંબરને લાગુ કરવામાં આવ્યો છે. હવે દેશભરના ઇન્ડેન ગ્રાહકો આ નંબર દ્વારા તેમના ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જો કોઈ ગ્રાહક તેના રાજ્યમાં બીજા ટેલિકોમ સર્કલમાં પણ જાય છે તો તે આ નંબર દ્વારા પણ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે. આ નંબર પર SMS અથવા IVRS દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકાય છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઈન્ડેન ગ્રાહકો માત્ર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલથી જ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે.

1 નવેમ્બરથી LPG સિલિન્ડરની ડિલિવરીથી લઈને SBIના વ્યાજદર સહિત 7 નિયમ બદલાશે, બેંકમાં પૈસા જમા કરાવવા પર એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે

હવે બધી સ્વદેશી એપ્સ એક જગ્યાએ મળશે, મિત્રોએ નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું; જાણો શું છે ખાસ​​​​​​​

ગેસ સિલિન્ડર બુક કરાવવાની પ્રોસેસ
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા-

  • સૌથી પહેલા તમારે ઈન્ડેનના બુકિંગ નંબર 7718955555 પર કોલ કરવાનો રહેશે.
  • અહીં 16 ડિજિટનો કસ્ટમ ID એન્ટર કરવાનો રહેશે.
  • આ કસ્ટમર ID ઈન્ડેન LPGના ઈનવોઈસ અથવા બુક પર લખેલો હોય છે.
  • કસ્ટમર ID એન્ટર કર્યા બાદ બુકિંગ કન્ફર્મેશનની જાણકારી આપવામાં આવશે.
  • કન્ફર્મેશન બાદ તમારું બુકિંગ સ્વીકાર કરવામાં આવશે.

નોન-રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા-

  • જો ગ્રાહકનો મોબાઈલ નંબર ઈન્ડેનના રેકોર્ડમાં નોંધાયેલો નથી તો તેને 16 ડિજિટનો કસ્ટમર ID એન્ટર કરવાનો રહેશે.
  • આ પ્રોસેસ IVRS દ્વારા પણ કરી શકાય છે
  • એક વખત કન્ફર્મેશન મળ્યા બાદ તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ થઈ જશે.
  • ત્યારબાદ ગેસે સિલિન્ડરનું બુકિંગ પણ કરાવી શકાય છે.

આજથી OTP વગર ગેસ સિલિન્ડર નહીં મળે
ગેસ કંપનીઓએ 1 નવેમ્બર એટલે કે આજથી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. તેના અંતર્ગત હવે વન ટાઈમ પાસવર્ડ (OTP)વગર સિલિન્ડર નહીં મળે. ફેરફારના અનુસાર, સિલિન્ડરના બુકિંગ બાદ ગ્રાહકોએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે ગેસ ડિલિવરી માટે પહોંચશે તો તે સમયે OTP ડિલિવરી બોયને બતાવવાનો રહેશે. OTP મેચ થયા બાદ જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી આપવામાં આવશે. જો OTP મેચ નહીં થાય તો સિલિન્ડરની ડિલિવરી નહીં થાય.