તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • From October 1, Many Rules Will Be Changed, Including Banking And Driving, TCS Will Be Deducted If Money Is Sent Abroad.

જાણકારી:1 ઓક્ટોબરથી બેંકિંગ અને વાહન ચલાવવા સહિત અનેક નિયમોમાં ફેરફાર થશે, વિદેશમાં પૈસા મોકલ્યા તો TCS કપાશે

એક મહિનો પહેલા
  • વિદેશ મોકલવામાં આવતા પૈસા પર 5% ટેક્સ લાગશે
  • ડ્રાઇવિંગ કરતી વખતે ફક્ત રસ્તાનો મેપ જોવા મોબાઇલનો ઉપયોગ કરી શકાશે

1 ઓક્ટોબરથી બેંકિંગ અને મોટર વાહન સહિતના અન્ય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે વિદેશમાં પૈસા મોકલ્યા તોપણ TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) કાપવામાં આવશે. આ ઉપરાંત 1 ઓક્ટોબરથી વાહન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ, જેવાં કે લાઇસન્સ, રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ વગેરે સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલના માધ્યમથી જાળવી શકાશે. અમે તમને એવા ફેરફારો વિશે જણાવી રહ્યા છીએ જે તમને પણ અસર કરશે.

વિદેશમાં 7 લાખ રૂપિયા કરતાં વધુ મોકલ્યા તો TCS કપાશે
1 ઓક્ટોબરથી દેશમાં આવકવેરાનો એક મહત્ત્વપૂર્ણ નિયમમાં ફેરફાર થઈ રહ્યો છે. આ મુજબ હવે દેશમાંથી પૈસા બહાર મોકલવામાં આવશે તોપણ TCS કપાઈ જશે. આવકવેરા કાયદાની કલમ 206C(1G) હેઠળ TCSનો વિસ્તાર વધારતાં તેને લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) પર પણ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે ટ્રાવેલ, શૈક્ષણિક વગેરે ખર્ચની સાથે હવે આ ટેક્સ વિદેશમાં કરવામાં આવતાં રોકાણો પર પણ લાગશે. હવે 7 લાખ રૂપિયા અથવા તેથી વધુના રેમિટન્સ પર 7% TCS કપાશે.

મોટર વાહન નિયમોમાં ફેરફાર થશે
માર્ગ પરિવહન અને હાઇવેમંત્રાલયે મોટર વાહનના નિયમોમાં ફેરફાર કર્યો હોવાની માહિતી આપી છે. હવે 1 ઓક્ટોબરથી સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલ પર લાઇસન્સ, રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ વગેરે જેવા મહત્ત્વૂર્ણ વાહન સંબંધિત ડોક્યુમેન્ટ્સ જાળવી શકાશે. હવે તમે ડિજિટલ કોપી બતાવીને જ કામ ચલાવી શકો છો. સસ્પેન્શન, કમ્પાઉન્ડિંગ અને લાઇસન્સ રદ કરવા સહિત નોંધાયેલા ગુનાના રેકોર્ડ્સ અને રજિસ્ટ્રેશન પણ આ વેબ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો જોવા મોબાઈલનો ઉપયોગ કરી શકાશે
માર્ગ પરિવહન અને હાઇવેમંત્રાલયે કહ્યું હતું કે 1 ઓક્ટોબરથી ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ અથવા અન્ય હેન્ડ હેલ્ડ ડિવાઇસનો ઉપયોગ કરી શકાશે, પરંતુ તેનો ઉપયોગ માત્ર મેપ જોવા જ કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઇલની મદદથી ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરનું ધ્યાન ન ભટકાય એની કાળજી પણ લેવી જોઈએ. જોકે વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવા બદલ 1 હજારથી 5 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવી શકે છે.

ટીવી ખરીદવું મોંઘું થશે
1 ઓક્ટોબરથી ટીવી ખરીદવું પણ મોંઘું થશે. ટીવી મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગમાં લેવાતા ઓપન સેલની આયાત પર સરકારે 5%ની કસ્ટમ ડ્યૂટી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે એક વર્ષની મુક્તિ આપી હતી, જે 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. તેનાથી 32 ઇંચના ટીવીની કિંમતમાં 600 રૂપિયા અને 42 ઇંચના ભાવમાં 1,200થી 1,500 રૂપિયાનો વધારો થશે.

LPG સસ્તું થઈ શકે છે
દર મહિનાની શરૂઆતમાં સરકારી કંપનીઓ LPG અને કુદરતી ગેસના ભાવમાં ફેરફાર કરે છે. સપ્ટેમ્બર મહિનામાં 14.2 કિલો અને 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા હતા. એવી ધારણા છે કે ઓક્ટોબરમાં LPGના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો