• Gujarati News
  • Utility
  • From Now On, Postman Will Also Provide 'Door To Door Support Service', With 48,000 Postmen Receiving Training

કામની વાત:હવેથી પોસ્ટમેન ‘ડોર ટુ ડોર આધાર સેવા’ પણ પૂરી પાડશે, 48,000 પોસ્ટમેનને મળશે તાલીમ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમારી સ્પીડ-પોસ્ટ પહોંચાડવા ઉપરાંત પોસ્ટમેન ટૂંક સમયમાં જ તમારા ઘરના દરવાજે આવીને એક મહત્વપૂર્ણ સેવા પૂરી પાડશે, આ સેવા છે ‘ડોર ટુ ડોર આધાર સેવા’. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દેશના દૂરના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને આધાર નંબરને મોબાઈલ નંબર સાથે લિંક કરવા, વિગતો અપડેટ કરવા અને ઘરઆંગણે જ બાળકોની નોંધણી હાથ ધરવા અંગે તાલીમ આપવામાં આવી રહી છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, યોજનાના બીજા ભાગમાં તમામ 1,50,000 પોસ્ટલ અધિકારીઓને આવરી લેવામાં આવશે. અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ તાલીમ UIDAIની યોજનાના ભાગરૂપે પૂરી પાડવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ વધુ લોકો સુધી પહોંચવાનો અને શક્ય તેટલા વધુ નાગરિકોની નોંધણી કરવાનો છે. આ યોજનાનું સરળતાથી અમલીકરણ થાય તે માટે UIDAI પોસ્ટમેનને આધારકાર્ડ ધારકોની જરૂરી વિગતો અપડેટ કરવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ આધારિત આધાર કિટ જેવા જરૂરી ડિજિટલ સાધનો પૂરાં પાડશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે બાળકોની નોંધણી માટે ટેબ્લેટ અને મોબાઇલ-આધારિત કિટનો ઉપયોગ કરીને IPPB પોસ્ટમેનનો પાઇલટ્સ તરીકે ઉપયોગ કર્યો છે. અમે હવે તેને વિસ્તૃત કરીશું, જેથી તે લેપટોપ કે ડેસ્કટોપનો ઉપયોગ કરીને દૂરસ્થ વિસ્તારોમાં આધાર વિગતો પણ અપડેટ કરી શકે. IPPBના પોસ્ટમેન ઉપરાંત UIDAI હાલમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કોમન સર્વિસ સેન્ટર સાથે કામ કરી રહેલા લગભગ 13,000 બેન્કિંગ સંવાદદાતાઓને પણ ઓનબોર્ડ કરવાની યોજના ધરાવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

IPPB પોસ્ટમેન અને CSC બેન્કિંગ કોરસપોન્ડન્ટ્સ દ્વારા એકત્રિત અને અપડેટ કરવામાં આવેલી આધાર વિગતો શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે UIDAI દેશના 755 જિલ્લાઓમાંથી દરેકમાં આધાર સેવા કેન્દ્ર ખોલવાની પણ યોજના ધરાવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં અમારી પાસે 72 શહેરોમાં 88 UIDAI સેવા કેન્દ્ર છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ યોજના અંતરિયાળ ખૂણાઓ સુધી પણ પહોંચવાની છે. અમે રાજ્ય સરકારોનો પણ સંપર્ક કરીશું, જેથી સરકારી પરિસરમાં જગ્યા મળી શકે અને આ સેવા કેન્દ્રો ખોલી શકાય.

એક અંદાજ મુજબ સરેરાશ આશરે 50,000 રહેવાસીઓ દરરોજ આધારના સેલ્ફ-સર્વિસ પોર્ટલનો ઉપયોગ કરીને તેમની વિગતો જેમકે, સરનામું, ફોન નંબર અને અન્ય સંપાદન કરી શકાય તેવી વિગતો અપડેટ કરે છે. જોકે, આમાંના મોટાભાગના ફેરફારો શહેરી વિસ્તારોમાંથી કરવામાં આવે છે, કારણકે ગ્રામીણ વિસ્તારોના રહેવાસીઓ આ વિગતોને અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ સમસ્યાના નિવારણ માટે UIDAI દેશના તમામ 7224 બ્લોક્સમાં 'મિની આધાર સેવા કેન્દ્રો’ ખોલવાની યોજના ધરાવે છે, જેમાં મોબાઈલ ફોન અને પાનકાર્ડને આધાર સાથે લિંક કરવા, ફોન નંબર અથવા સરનામાં જેવી વિગતોને અપડેટ કરવા વગેરે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

અમારે આધાર સેવા કેન્દ્ર તેમજ મીની કેન્દ્રો બંને માટે રાજ્ય સરકાર અથવા મ્યુનિસિપલ પરિસર શોધવું પડશે. અધિકારીએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે રાજ્ય સરકારો UIDAIને મદદ કરશે. જુલાઈ 2017માં UIDAIએ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે, આધારમાં તમામ નોંધણી અને ફેરફારો ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવે તો પણ તે સપ્ટેમ્બર 2017થી ફક્ત સરકારી કે મ્યુનિસિપલ સાઈટ પરથી જ હોવા જોઈએ. UIDAI એ તમામ નિવાસીઓ માટે એક આધાર, 12-આંકડાનો બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન નંબર રોલઆઉટ કરવા માટે જવાબદાર એક નોડલ સંસ્થા છે. અત્યાર સુધીમાં 1.33 અબજ લોકોને આધાર આ નંબર ફાળવવામાં આવ્યા છે.