• Gujarati News
  • Utility
  • From November 1, WhatsApp Will Not Work On Many Mobile Phones And SBI Customers Will Get A New Feature, Find Out What Other Changes Will Take Place In The New Month.

ફેરફાર:1 નવેમ્બરથી વ્હોટ્સએપ અનેક મોબાઇલ ફોન્સમાં કામ નહીં કરે અને SBI ગ્રાહકોને નવી સુવિધા મળશે, નવા મહિનામાં બીજા કયા નવા ફેરફાર થશે છે જાણી લો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવો મહિનો શરૂ થાય કે ગ્રાહકોની સુવિધા માટે અથવા નિયમ પ્રમાણે કેટલાક ફેરફાર કરવામાં આવતા હોય છે. ઓક્ટોબર પૂરો થતાં જ નવેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વ્હોટ્સએપથી લઇને બેંકિંગના અનેક નિયમો બદલાવવા જઈ રહ્યા છે. આવતા મહિનાથી કેટલાક આઇફોન અને એન્ડ્રોઇડ ફોનમાં વ્હોટ્સએપ કામ નહીં કરે. આ સિવાય 1 નવેમ્બરથી SBI ગ્રાહકોને વીડિયો કોલ દ્વારા લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા પણ મળશે. તો 1 નવેમ્બરથી કયા ફેરફાર થવા જઈ રહ્યા છે ચાલો જાણીએ...

ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે

LPGના વેચાણ પર થતા નુકસાનને જોતા સરકાર ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરી શકે છે
LPGના વેચાણ પર થતા નુકસાનને જોતા સરકાર ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરી શકે છે

LPG સિલિન્ડરના નવા ભાવ દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે LPGના ભાવ આ વખતે પણ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, LPGના વેચાણ પર થતા નુકસાનને જોતા સરકાર ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરી શકે છે.

વ્હોટ્સએપ બંધ થઈ જશે

1 નવેમ્બરથી, વ્હોટ્સએપ Android 4.0.3 Ice Cream Sandwich, iOS 9 અને KaiOS 2.5.0ને સપોર્ટ કરશે નહીં
1 નવેમ્બરથી, વ્હોટ્સએપ Android 4.0.3 Ice Cream Sandwich, iOS 9 અને KaiOS 2.5.0ને સપોર્ટ કરશે નહીં

1 નવેમ્બરથી વ્હોટ્સએપ કેટલાક આઇફોન અને એન્ડ્રોઇડ ફોનમાં કામ નહીં કરે. વ્હોટ્સએપ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 નવેમ્બરથી, વ્હોટ્સએપ Android 4.0.3 Ice Cream Sandwich, iOS 9 અને KaiOS 2.5.0ને સપોર્ટ કરશે નહીં. જે સ્માર્ટફોનમાં તે સપોર્ટ નહીં કરે તેમાં Samsung, ZTE, Huawei, Sony અને Alcatel વગેરેનો સમાવેશ થાય છે.

SBIના ગ્રાહકો માટે વીડિયો કોલની નવી સુવિધા શરૂ થશે

પેન્શનરો ઘેરબેઠાં વીડિયો કોલ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર એટલે કે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે
પેન્શનરો ઘેરબેઠાં વીડિયો કોલ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર એટલે કે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 1 નવેમ્બરથી નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે. હવે પેન્શનરો ઘેરબેઠાં વીડિયો કોલ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર એટલે કે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. જીવન પ્રમાણપત્ર એ પેન્શનર જીવિત હોવાનો પુરાવો છે. પેન્શન ચાલુ રાખવા માટે પેન્શન જ્યાંથી આવતું હોય ત્યાં એટલે કે દર વર્ષે બેંક, પોસ્ટ ઓફિસ કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનમાં જમા કરાવવું પડે છે.

બેંકના નિયમો બદલાઈ જશે

ગ્રાહકોએ લોન ખાતાં માટે 150 રૂપિયા ચૂકવવા પડશે
ગ્રાહકોએ લોન ખાતાં માટે 150 રૂપિયા ચૂકવવા પડશે

હવે બેંકોમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. બેંક ઓફ બરોડા (BoB) એ આની શરૂઆત કરી છે. આવતા મહિનાથી નિર્ધારિત મર્યાદાથી વધુ બેંકિંગ કરવા પર અલગ ફી લાગશે. 1 નવેમ્બરથી ગ્રાહકોએ લોન ખાતાં માટે 150 રૂપિયા ચૂકવવા પડશે. ખાતાધારકો માટે ત્રણ વખત સુધીની ડિપોઝિટ ફ્રી હશે. પરંતુ જો ગ્રાહકો ચોથી વખત પૈસા જમા કરાવશે તો તેમને 40 રૂપિયા ચૂકવવા પડશે. બીજીબાજુ, જન ધન ખાતાધારકોને આમાં થોડી રાહત મળી છે. તેમણે પૈસા જમા કરાવવા પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. પરંતુ ઉપાડ પર 100 રૂપિયા ચૂકવવા પડશે.