• Gujarati News
  • Utility
  • From June 1, 'One Nation One Ration Card' Will Be Implemented Across The Country, Rations Can Be Purchased At Cheaper Rates

નવો નિયમ:1 જૂનથી સમગ્ર દેશમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ થશે, સસ્તા ભાવે રાશન ખરીદી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ થશે, તેની શરૂઆત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી થશે
  • બે ભાષાઓમાં જાહેર કરવામાં આવશે રાશનકાર્ડ
  • ગરીબી રેખા નીચે આવતા લોકો સસ્તા ભાવે દેશની કોઈપણ જગ્યાએથી રાશન ખરીદી શકે છે

કોરોનાવાઈરસ મહામારીની વચ્ચે સોમવારથી એટલે કે 1 જૂન 2020થી દેશમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ થઈ જશે. તેની શરૂઆત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી થશે. રાશન કાર્ડનો ફાયદો BPL(બિલો પોવર્ટી લાઈન) કાર્ડધારકોને મળે છે. એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ લાગુ થયા બાદ ગરીબી રેખા નીચે આવતા લોકો સસ્તા ભાવે દેશની કોઈપણ જગ્યાએથી રાશન ખરીદી શકે છે. જાણો રાશન કાર્ડ સાથે જોડાયેલી ખાસ બાબતો...

આધારકાર્ડથી ઓળખ થશે
આ યોજના અંતર્ગત PDS (પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ)ના લાભાર્થીઓને તેમના આધાર કાર્ડ પર ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ (PoS) ડિવાઈસથી ઓળખ કરવામાં આવશે. આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવા માટે તમામ PDS દુકાનો પર PoS મશીન લગાવવામાં આવશે. રાજ્ય PDS દુકાનો પર 100 ટકા PoS મશીનની રિપોર્ટ આપશે, તેવી રીતે તેમને 'વન નેશન વેન રાશન કાર્ડ' યોજનામાં સામેલ કરવામાં આવશે. 

આ યોજના લાગુ થયા બાદ લાભાર્થીઓ દેશની કોઈપણ જગ્યાએથી કોઈપણ રાશન ડીલર પાસેથી તેમના કાર્ડ પર રાશન લઈ શકશે.તેમને ન તો જુનું રેશનકાર્ડ સુપરત કરવું પડશે, અને ન તો નવી જગ્યાએ રેશનકાર્ડ બનાવવાની જરૂર પડશે. 

બે ભાષાઓમાં જાહેર કરવામાં આવશે રાશનકાર્ડ
પ્રમાણભૂત રેશનકાર્ડ બે ભાષાઓમાં જાહેર કરવામાં આવશે. એક સ્થાનિક ભાષા તેમજ તેમાં બીજી ભાષા તરીકે હિન્દી અથવા અંગ્રેજીનો ઉપયોગ કરવામાં આવશે. 

ભારતનો કોઈપણ નાગરિક કરી શકે છે રાશન કાર્ડ માટે અપ્લાય
ભારતનો કોઈપણ નાગરિક આ રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના માતાપિતાના રેશનકાર્ડમાં જોડવામાં આવશે. આ રાશન કાર્ડધારકોને 3 રૂપિયાના દરે 5 કિલો ચોખા અને 2 રૂપિયાના દરે કિલો ઘઉં મળશે.

રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કવી

  • સૌથી પહેલા તમારા રાજ્યના ફૂડ અને લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં તમારે તમારી ભાષા પસંદ કરવી પડશે
  • ત્યારબાદ કેટલીક પર્સનલ જાણકારી જેમ કે, ડિસ્ટ્રિકનું નામ, વિસ્તારનું નામ, ગ્રામ પંચાયત જેવી કેટલીક વ્યક્તિગત માહિતી આપવાની રહેશે.
  • હવે તમારે કાર્ડનો પ્રકાર (APL/BPL/Antodaya) પસંદ કરવાનો રહેશે
  • તમે આગળ વધશો ત્યારે તમારી પાસેથી ઘણી માહિતી માગવામાં આવશે જેમ કે તમારા પરિવારના વડાનું નામ, આધારકાર્ડ નંબર, વોટર આઈડી, બેંક અકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર વગેરે.
  • તમામ જાણકારી ભર્યા બાદ અંતમાં તમારે સબમિટ બટન ક્લિક કરવાનું રહેશે તે ઉપરાંત એક પ્રિન્ટ તમારે તમારી પાસે રાખવાની રહેશે.