તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • From June 1, Jewelers Will Be Able To Sell Only Hallmarked Gold Jewelery, Find Out What Will Happen To Your Old Jewelery

ફેરફાર:1 જૂનથી જ્વેલર માત્ર હોલમાર્કિંગવાળી ગોલ્ડ જ્વેલરી જ વેચી શકશે, તમારી જૂની જ્વેલરીનું શું થશે જાણી લો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર 1 જૂન 2021થી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહી છે. અગાઉ આ 1 જાન્યુઆરી 2021 થી અમલમાં આવવાનું હતું. પરંતુ જ્વેલર્સ અને અસોસિએશન્સની માગ પર તેને આગામી 6 મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યું. એટલે હવે 1 જૂનથી તમને હોલમાર્ક સાથેની જ્વેલરી મળશે. સરકારે નવેમ્બર 2019માં ગોલ્ડ જ્વેલરી અને ડિઝાઇન માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવી દીધું હતું.

આ માટે દેશના તમામ જ્વેલર્સે હોલમાર્કિંગ પર શિફ્ટ થવા અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ (BIS)માં રજિસ્ટ્રેશન કરાવવા માટે 1 વર્ષથી વધુનો સમય આપ્યો હતો. બાદમાં જ્વેલર્સે આ સમયમર્યાદા વધારવાની માગ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને અંતિમ તારીખ 15 જાન્યુઆરીથી 1 જૂન 2021 કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશના 34,647 જ્વેલર્સે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)માં હોલમાર્કિંગ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જો તમારી પાસે હોલમાર્કિંગ વગરનું સોનું છે તો તેનું શું થશે?
1 જૂન 2021 પછી પણ હોલમાર્કિંગ વગરનું સોનું એક્સચેન્જ કરી શકાશે. આ સિવાય, જો તમે ઈચ્છો તો તમે તમારા જ્વેલર દ્વારા તમારાં સોનાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. કેસના નિષ્ણાત સંજય માંડોટના જણાવ્યા અનુસાર, BIS 5 વર્ષની લાઇસન્સ ફી 11,250 રૂપિયા લઇને જ્વેલર્સને આ લાઇસન્સ આપે છે. પછી જ્વેલર્સ હોલમાર્ક સેન્ટર પર જ્વેલરીની તપાસ કરાવીને કેરેટ પ્રમાણે હોલમાર્ક જારી કરાવે છે.

સામાન્ય માણસ સીધા જ સેન્ટરમાં જઈને જૂની જ્વેલરી પર હોલમાર્ક નહીં લગાવી શકે. તેણે ફક્ત સંબંધિત જ્વેલર દ્વારા જ આ કરાવવું પડશે. જો કે, તે ન્યૂનતમ રકમ ચૂકવીને સેન્ટરમાં સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.

નિયમ ન માન્યો તો 1 વર્ષની સજા થઈ શકે છે
ગયા વર્ષે પસાર થયેલા BIS એક્ટ મુજબ, હોલમાર્કિંગના નિયમોને તોડનારાઓને લઘુતમ દંડ 1 લાખ રૂપિયા દંડ અને એક વર્ષની સજાની જોગવાઈ છે.

હોલમાર્કિંગ શા માટે જરૂરી છે?
નકલી જ્વેલરીથી ગ્રાહકોને બચાવવા અને જ્વેલરીના બિઝનેસને મોનિટર કરવા માટે હોલમાર્કિંગ આવશ્યક છે. હોલમાર્કિંગનો ફાયદો એ છે કે જ્યારે તમે તેને વેચવા જાઓ ત્યારે કોઈપણ પ્રકારની ડેપ્રિસિએશન કોસ્ટ કાપવામાં નહીં આવે. એટલે કે તમે સોનાનો યોગ્ય ભાવ મેળવી શકશો. હોલમાર્કિંગમાં સોના ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં, તેની શુદ્ધતામાં ગરબડ થવાની કોઈ શક્યતા નથી રહેતી.

BISથી આ રીતે ગોલ્ડ હોલમાર્કિંગ થશે
2 ગ્રામથી વધુ જ્વેલરીને BIS પાસેથી માન્યતા પ્રાપ્ત સેન્ટરથી તપાસ કરાવીને તેની પર સંબંધિત કેરેટનો BIS માર્ક લગાવવાનું રહેશે. જ્વેલરી પર BISનું ત્રિકોણાકાર ચિહ્ન, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, સોનાની શુદ્ધતા લખેલી હશે. આ ઉપરાંત, ક્યારે જ્વેલરી બનાવવામાં આવી તેનું વર્ષ અને જ્વેલરનો લોગો પણ રહેશે.

  • ફક્ત 14, 18 અને 22 કેરેટ જ્વેલરી પર હોલમાર્કિંગ થશે.
  • 14 કેરેટ ગોલ્ડ જ્વેલરી - તેમાં 58.50% ગોલ્ડ હોય છે.
  • 18 કેરેટ ગોલ્ડ જ્વેલરી - તેમાં 75% ગોલ્ડ હોય છે.
  • 22 કેરેટ ગોલ્ડ જ્વેલરી - તેમાં 91.60% ગોલ્ડ હોય છે.

હોલમાર્કિંગ શું છે?
હોલમાર્કિંગ એ સરકારી ગેરંટી હોય છે. હોલમાર્ક એ ભારતની એકમાત્ર એજન્સી છે જેને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) આપવામાં આવે છે. હોલમાર્કિંગમાં કોઇ પ્રોડક્ટને નક્કી કરેલા માપદંડ પર પ્રમાણિત કરવામાં આવે છે. BIS એ એક સંસ્થા છે જે ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવતા સોનાની તપાસ કરે છે. સોનાના સિક્કા અથવા દાગીના પર હોલમાર્ક સાથે BIS લોગો મૂકવો જરૂરી છે. આ બતાવે છે કે તેની શુદ્ધતાનું પરીક્ષણ BISનું લાઇસન્સ પ્રાપ્ત લેબમાં કરવામાં આવ્યું છે.

24 કેરેટનું સોનું 99.9% શુદ્ધ હોય છે
સોનાની શુદ્ધતા કેરેટ અનુસાર હોય છે. 24 કેરેટનું સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે. પરંતુ તેની જ્વેલરી બનાવવામાં નથી આવતી કારણ કે, તે ખૂબ નરમ હોય છે. સામાન્ય રીતે દાગીના બનાવવા 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 91.66% સોનું હોય છે.

આ રીતે સોનાની શુદ્ધતાનું ગણિત સમજો
1 કેરેટ સોનાનો અર્થ 1/24% સોનું છે. જો તમારા જ્વેલરી 22 કેરેટની હોય તો 22ને 24થી ભાગાકાર કરો અને તેને 100 દ્વારા ગુણાકાર કરો. (22/24) x100 = 91.6. એટલે કે તમારા દાગીનામાં વપરાયેલા સોનાની શુદ્ધતા 91.66% છે.