કેનેરા બેંકે ગ્રાહકોને અલર્ટ કરવા માટે સૂચના જાહેર કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, જૂની સિન્ડિકેટ બેંકની તમામ શાખાઓનો IFSC કોડ 1 જુલાઈ 2021થી બદલાઈ જશે. આ ફેરફાર બાદ સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને NEFT/RTGS/IMPS દ્વારા ફંડ સ્વીકારવા માટે કેનેરા બેંકનો નવો IFSC કોડ ઉપયોગ કરવો પડશે.
સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને નવી ચેકબુક મળશે
કેનેરા બેંકના જણાવ્યા પ્રમાણે, જૂની સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને નવી ચેકબુક મળશે. આ ચેકબુક પર નવો IFSC અને MICR કોડ હશે. કેનેરા બેંકના જણાવ્યા પ્રમાણે, સિન્ડિકેટ બેંકનો સ્વિફ્ટ કોડ (SYNBINBBXXX) પણ 1 જુલાઈ 2021થી બદલાઈ જશે. ત્યારબાદ તમામ ગ્રાહકો ફોરેન એક્સચેન્જ માટે નવો સ્વિફ્ટ કોડ (CNRBINBBFD) ઉપયોગ કરી શકે છે.
આ રીતે જાણો તમારી બેંકનો નવો કોડ
1 એપ્રિલ 2020ના રોજ સિન્ડિકેટ-કેનેરા બેંકનું મર્જર થયું
નાણામંત્રીએ 2019માં સિન્ડિકેટ બેંકનું કેનેરા બેંકમાં મર્જર કરવાની જાહેરાત કરી હતી. આ મર્જર 1 એપ્રિલ 2020થી અમલમાં આવ્યું છે. આ મર્જર બાદ કેનેરા બેંક દેશની ચોથી સૌથી મોટી સરકારી બેંક બની ગઈ છે.
4032 શાખાઓમાં કેનેરા બેંકનું મર્જર થયું
મર્જરના સમયે કેનેરા બેંકનો કુલ બિઝનેસ 10.43 લાખ કરોડ રૂપિયા અને સિન્ડિકેટ બેંકનો કુલ બિઝનેસ 4.77 લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે કર્મચારીઓની સંખ્યા ક્રમશઃ 58,350 અને 31,535 હતી. મર્જરના સમયે સિન્ડિકેટ બેંકની આખા દેશમાં 4032 શાખાઓ હતી, જેનું કેનેરા બેંકમાં મર્જર થયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.