• Home
  • Utility
  • From July 1, many rules, including banking and withdrawal from PF accounts, will be changed, with a direct impact on your pocket.

ફેરફાર / 1 જુલાઈથી બેંકિંગ અને PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા સહિત ઘણા નિયમો બદલાઈ જશે, તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

From July 1, many rules, including banking and withdrawal from PF accounts, will be changed, with a direct impact on your pocket.
X
From July 1, many rules, including banking and withdrawal from PF accounts, will be changed, with a direct impact on your pocket.

  • EPFOએ EPF અકાઉન્ટમાંથી નિયત રકમ ઉપાડવાની છૂટ આપી હતી
  • 'સબકા વિશ્વાસ યોજના'ની ચૂકવણી માટેની અંતિમ તારીખ 30 જૂન છે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 10:49 AM IST

1 જુલાઈથી બેંકિંગ, કંપની શરૂ કરવી અને PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડશે. તેમાં ATMમાંથી કેશ ઉપાડવાની અને અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેઈન કરવાના નિયમ સામેલ છે. અમે તમને આવા ઘણા નિયમો વિશે જણાવી રહ્યા છીએ જેની સીધી અસર તમારા થશે. 

1 જુલાઈથી PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનું સરળ રહેશે નહીં
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ EPF અકાઉન્ટ હોલ્ડર્સને પોતાના અકાઉન્ટથી એક નિશ્ચિત રકમ (ખાતમાં જમા રકમના 75 ટકા અથવા ત્રણ મહિનાના પગાસ બરાબર રકમ) ઉપાડવાની છૂટ આપી હતી. તેની ડેડલાઈન 30 જૂનના રોજ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં 1 જુલાઈ બાદ તમે PF એડવાન્સ ક્લેમ નહીં કરી શકો. 

'સબકા વિશ્વાસ યોજના' નો લાભ નહીં મળે
સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય એક્સાઇઝને લગતા જૂના પેન્ડિંગ વિવાદિત કેસોના નિરાકરણ માટે રજૂ કરવામાં આવેલી 'સબકા વિશ્વાસ યોજના' ની ચુકવણી માટેની અંતિમ તારીખ 30 જૂન છે. 1 જુલાઈથી તમે આ સ્કીમનો લાભ નહીં લઈ શકો. સબકા વિશ્વાસ સ્કીમ ટેક્સ વિવાદની દરેક સમસ્યાનું સમાધાન છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે 30 જૂન બાદ તે સ્કીમની ડેડલાઈન વધારવામાં નહીં આવે. 

PNB સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે
પંજાબ નેશનલ બેંક (PNB)એ સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 1 જુલાઈથી લાગુ થશે. ત્યારબાદ બેંકના બચત ખાતા પર મહત્તમ 3.25 ટકા વ્યાજ મળશે. PNBના બચત ખાતામાં 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 3 ટકા વાર્ષિક અને 50 લાખથી વધારે બેલેન્સ પર 3.25 ટકા વાર્ષિક વ્યાજ મળશે. 

1 જુલાઈથી નવી કંપની શરૂ કરવી સરળ થશે
1 જુલાઈથી નવી કંપની શરૂ કરવાનું સરળ થઈ જશે. કેમ કે, ઘરે બેઠા માત્ર આધાર દ્વારા કંપનીનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે. સરકારે સેલ્ફ ડિક્લરેશનના આધાર પર કંપનીના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે નવા નવી માર્ગદર્શિકા જારી કરી છે. અત્યારે કંપનીએ રજિસ્ટ્રેશન કરાવવા માટે ઘણા પ્રકારના દસ્તાવેજ જમા કરાવવા પડે છે. નવા નિયમોના અનુસાર, કંપની શરૂ કરવા માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂરિયાતને દૂર કરી દેવામાં આવી છે. 

ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમમાં ફેરફાર
લોકડાઉન અને કોરોનાના કારણે લોકોને ATMમાંથી રોકડ ઉપાડના નિયમોમાં જે રાહત આપવામાં આવી હતી તે 1 જુલાઈથી નહીં મળે. સરકારે ATMમાંથી કેશ વિડ્રોઅલ કરવા માટે તમામ ટ્રાન્ઝેક્શન ચાર્જ હટાવી લીધા છે. સરકારે ત્રણ મહિના માટે ATM ટ્રાન્ઝેક્શન ફી માફ કરીને લોકોને કોરોના સંકટની વચ્ચે મોટી રાહત આપી હતી. આ છૂટ માત્ર 3 મહિના માટે આપવામાં આવી હતી, જે 30 જૂન 2020ના રોજ સમાપ્ત થઈ રહી છે.

સરેરાશ ન્યૂનતમ બેલેન્સ મેઈન્ટન કરવું પડશે
કોરોનાકાળમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, કોઈપણ બેંકમાં સેવિંગ અકાઉન્ટમાં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ)રાખવાની જરૂર નથી. આ આદેશ એપ્રિલથી જૂન મહિના સુધી માટે હતો. આવી સ્થિતિમાં ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો પણ લોકોને કોઈ પણ પ્રકારનો દંડ ભરવો પડતો નહોતો. પરંતુ હવે 1 જુલાઈથી તમારે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું પડશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી