તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોન્ટેક્ટલેસ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારાઓને ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોટી રાહત આપી છે. શુક્રવારે મોનેટરી પોલિસી કમિટીએ નિર્ણયોની જાણકારી આપતા RBIના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી કોન્ટેક્ટલેસ કાર્ડ દ્વારા દરેક ટ્રાન્ઝેક્શનથી 5000 રૂપિયા સુધીની ચુકવણી કરી શકાશે. અત્યાર સુધી એક ટ્રાન્ઝેક્શન માટે 2000 રૂપિયા સુધી ચૂકવણી કરવાની સુવિધા હતી. કોન્ટેક્ટલેસ કાર્ડ સિસ્ટમમાં પિન એન્ટર કર્યા વગર ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
24X7 સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે
ગર્વનર શક્તિકાંત દાસના જણાવ્યા પ્રમાણે, 24 કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) દ્વારા ફંડ ટ્રાન્સફરની સુવિધા થોડા દિવસોમાં લાગુ કરવામાં આવશે. આ સુવિધા 1 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ તે હજી સુધી શરૂ થઈ શકી નથી. 2 લાખથી વધારે ફંડ ટ્રાન્સફર કરવા માટે RTGSનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ઓછી રકમ ટ્રાન્સફર કરવા માટે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)ની મદદ લેવી પડે છે. NEFT ઉપરાંત IMPSની સુવિધા પણ કોઈપણ સમયે ઉપલબ્ધ છે.
મોનીટરી પોલિસી કમિટીની ખાસ બાબતો
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.