તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરોને રાહત:22 ફેબ્રુઆરીથી રેલવે 35 નવી અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવશે, સ્ટેશન પરથી જ ટિકિટ લઈને મુસાફરી કરી શકાશે

9 દિવસ પહેલા

મુસાફરોની સુવિધા માટે રેલવેએ 22 ફેબ્રુઆરીથી 35 લોકસ ટ્રેનોને અનરિઝર્વ્ડ મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે. કોરોનાકાળમાં પહેલી વખત મુસાફરો માટે અનારક્ષિત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. તેનાથી મુસાફરોને રેલવે સ્ટેશનની વિન્ડો પરથી ટિકિટ લઈને મુસાફરી કરવાની સુવિધા મળશે. અગાઉ ચલાવવામાં આવી રહેલી તમામ સ્પેશિયલ ટ્રેનો સંપૂર્ણ રીતે આરક્ષિત (રિઝવર્ડ) છે.

આ છે ટ્રેનોનું લિસ્ટ

અત્યારે કોવિડ સ્પેશિયલ ટ્રેનો જ દોડી રહી છે
કોરોનાના કારણે રેલવેએ ગત વર્ષે ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું, પરંતુ હવે ફરીથી ધીમે ધીમે ટ્રેનો શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યારે માત્ર કોવિડ સ્પેશિયલ ટ્રેનો જ દોડાવામાં આવી રહી છે. અત્યારે મુંબઈના વેસ્ટર્ન રેલવે રૂટ પર 704 લોકલ ટ્રેન દોડાવામાં આવી રહી છે, જેના દ્વારા લગભગ 3.95 લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સેન્ટ્રલ રેલવે રૂટ પર પણ અત્યારે 706 લોકલ ટ્રેન દોડાવામાં આવી રહી છે, જેમાં લગભગ 4.57 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

15 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે તેજસ એક્સપ્રેસ
તેજસ એક્સપ્રેસ 15 ફેબ્રુઆરીથી ફરી એક વખત લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈની વચ્ચે શરૂ થઈ ગઈ છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા IRCTCએ સ્ટેશન પર જ તેજસ એક્સપ્રેસની ટિકિટ આપવાની પણ વ્યવસ્થા કરી છે. તેજસ એક્સપ્રેસ દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન છે અને તેનું સંચાલન IRCTC કરે છે. રેલવે બોર્ડે નવી દિલ્હીથી લખનઉની વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસને 23 નવેમ્બર 2020 અને મુંબઈ અને અમદાવાદની વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસને 24 નવેમ્બરના રોજ બંધ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો