તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • From February 1, Only Missed Calls Can Be Booked From Any Corner Of The Country.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડેન ગેસની સુવિધા:1 ફેબ્રુઆરીથી દેશના કોઈપણ ખૂણામાંથી માત્ર મિસ્ડ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે

25 દિવસ પહેલા
  • ઈન્ડેન ગેસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ સેવા 1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવી
  • મિસ્ડ કોલ માટે ઈન્ડેન દ્વારા 8454955555 નંબર જાહેર કરવામાં આવ્યો છે

હવે ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયા બાદ ચિંતા કરવાની જરૂર નહીં રહે. હવે માત્ર એક મિસ્ડ કોલથી તમે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો. ઈન્ડેન ગેસે તેના ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી છે. ઈન્ડેન ગેસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ સેવા 1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે. હવે Indane Gasને તમે માત્ર એક મિસ્ડ કોલ કરીને બુક કરાવી શકો છો. તે ઉપરાંત તમે મિસ્ડ કોલ કરીને નવું કનેક્શન પણ મેળવી શકો છો. Indane Gasની આ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે તમારે માત્ર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવો પડશે. Indane Gasની આ સુવિધા માટે એક નવો નંબર જાહેર કરવામાં આવ્યો છે. જો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈ નંબરથી કંપનીએ જાહેર કરેલા મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરશો એટલે તમારો ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

ઈન્ડિયન ઓઈલ (Indian Oil)LPG ગ્રાહકો હવે દેશના કોઈપણ ભાગમાંથી માત્ર એક મિસ્ક કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકે છે. મિસ્ડ કોલ માટે ઈન્ડેન દ્વારા 8454955555 નંબર જાહેર કરવામાં આવ્યો છે. મિસ્ડ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવાનું સરળ થઈ જશે. પહેલાની જેમ હવે ગ્રાહકોને લાંબા સમય સુધી કોલ હોલ્ડ પર નહીં રાખવો પડે.

તે ઉપરાંત મિસ્ડ કોલ દ્વારા બુકિંગનો એક ફાયદો એ પણ છે કે IVRS કોલની જેમ ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ પણ નહીં આપવો પડે. આ સુવિધાથી તે લોકો માટે LPG ગેસ બુક કરવાનું સરળ થઈ જશે, જે IVRS કોલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો