તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • From Corona, We Learned To Be Accountable, It Is Helpful To Keep Good Health, Learn 4 Ways To Be Accountable

પોતાને જવાબદાર બનાવો:કોઈ આદત છોડવા અથવા પાડવા માટે જવાબદારી કારગર ટૂલ છે, 4 રીતે તેનો પ્લાન બનાવો

લેખક: તારા પાર્કર પોપ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કદાચ જ કોઈ વર્ષ વીત્યા પછી તેની આટલી ચર્ચા થઈ હશે જેટલી 2020ની થઈ છે. જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે માણસ નવા માર્ગની શોધમાં રહે છે. વર્ષ 2020માં કોરોના સંકટથી પણ આપણે નવી વસ્તુઓ શીખ્યા છે. તેમાંથી એક છે અકાઉન્ટેબિલિટી અર્થાત જવાબદારી.

પોતાની જાત અને અન્યો માટે જવાબદારી હોવી એ જીવનનો પ્રથમ પહેલું છે. કોરોના રોકવા માટે આપણે સૌ માસ્ક પહેરવા માટે જવાબદાર હતા અને છીએ. તેની સાથે જ આપણે મિનિમમ લોકોથી મળ્યા અને અંતર રાખવા માટે પણ જવાબદાર હતા. આપણે પોતાની જવાબદારી પ્રત્યે જવાબદાર રહ્યા ત્યારે જ આપણે કોરોના સામેની લડતમાં જીતની નજદીક છીએ.

કોરોનાથી આપણે જવાબદારીનું મહત્ત્વ પણ શીખ્યું. એક્સપર્ટના જણાવ્યાનુસાર, આપણી જવાબદારી આપણને સ્વસ્થ રહેવામાં મદદગાર સાબિત હોઈ શકે છે. ‘બેટર ધેન બિફોર’ પુસ્તકના રાઈટર ગ્રેટહેન રુબિન જણાવે છે કે કોઈ આદત છોડવા અથવા પાડવા માટે જવાબદારી એક કારગર ટૂલ છે.

આ 4 રીતથી અકાઉન્ટેબિલિટી પ્લાન બનાવો
2021માં તમારો ગોલ શું છે? પોતાની જાતની શું આશા છે? તમે શું હાંસલ કરવા માગો છો? એક્સપર્ટના જણાવ્યાનુસાર, તે ખુબ સરળ બનશે જ્યારે તમે તેને હાંસલ કરવા માટે પોતાની જાત પ્રત્યે ઈમાનદાર રહેશો. સારી જવાબદારી નક્કી કરવા માટેની 4 રીત છે:

1. પોતાની જવાબદારી કોઈ નજીકની વ્યક્તિ સાથે શેર કરો
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જવાબદારી ત્યારે સારી રીતે કામ કરે છે જ્યારે લોકોની નજર તમારા પર હોય. તેથી તમે કોઈ એવા મિત્રોની ડાયટ અને એક્સર્સાઈઝ ફોલો કરી શકો છો જે પોતાની હેલ્થ માટે ઘણો કેરિંગ હોય. તમે વર્કઆઉટ શિડ્યુલ કરી શકો છો.

પોતાની જવાબદારીને તમે મિત્રો, પરિવારના સભ્યો ઓફિસના સહકર્મીઓ અને નજીકના લોકો સાથે શેર કરી શકો છો. આમ કરવાથી ન તમે પોતાની જાત પ્રત્યે જવાબદાર રહેશો બલકે અન્ય પ્રત્યે પણ જવાબદાર રહેશો. તમે એવા મિત્રની શોધ પણ કરી શકો છો જે તમારા જેવો જ ગોલ અચીવ કરવા માગતો હોય.

નેચરલી સ્લિમ સંસ્થાના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર ટિમ ચર્ચ કહે છે કે કેટલાક લોકો પોતાની જાત પ્રત્યે ઘણા ઈમાનદાર હોય છે પરંતુ મોટા ભાગના લોકોને કોઈ સાથીની જરૂર પડે છે. તેથી આ વર્ષે કંઈક અચીવ કરવા માગતા હો તો મિત્રોની મદદ લો અને તેમની મદદ કરો.

2- મોબાઈલ એપની મદદ લેવી
ભૂલવાની આદત અને બેદરકારીને લીધે આપણે આપણા ઘણાં વાયદાઓ પ્રત્યે જવાબદાર નથી રહી શકતા. આવી સ્થિતિમાં મોબાઈલ એપની મદદ લેવી, એક સારો આઈડિયા હોઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણા પ્રકારની મેડિટેશન એપ છે, જે તમને એક્સર્સાઈઝની યાદ અપાવશે. કેટલીક એપ તો એટલી સ્માર્ટ છે, જે તમને એ પણ જણાવશે કે ક્યારે, કઈ એક્સર્સાઈઝ કરવાની છે અને કેટલા સમય સુધી કરવાની છે.

વેટ લોસ એપ નૂમ તમને દરરોજ એ યાદ કરાવશે કે 2 મિનિટ સમય કાઢીને સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરાવવું. તેના દ્વારા તમે પોતાની ડાયટ પણ ટ્રેક કરી શકો છો. કેટલીક એપ તમારા સ્ટેપને પણ કાઉન્ટ કરી શકે છે. તમે એક દિવસમાં કેટલું ચાલો છો, તેની પણ જાણકારી આ એપ્સમાં હોય છે. ઓછું ચાલવા પર આ એપ તમને વાઈબ્રેટ કરીને યાદ અપાવશે.

3- કેલેન્ડર રિમાઈન્ડરની મદદ લેવી
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તમે પોતાના કેલેન્ડરમાં પણ રિમાઈન્ડર સેટ કરી શકો છો. સવારથી સાંજ સુધી તમારું શિડ્યુલ શું છે? ક્યારે અને શું કરવાનું છે? તેનો રિમાઈન્ડ પ્લાન બનાવીને તમે મોબાઈલ કેલેન્ડર પર પણ સેટ કરી શકો છો. તેનાથી તમારી જાત પ્રત્યેની તમારી જવાબદારી 50% વધી જશે.

4- પોતાની અકાઉન્ટેબિલિટીને પબ્લિક કરો
તમે તમારી અકાઉન્ટેબિલિટીને સોશિયલ મીડિયા દ્વારા પબ્લિક કરી શકો છો. કોઈ રિમાઈન્ડર એપની મદદ પણ લઈ શકો છો, તે તમારા શિડ્યુલ વિશે રિમાઈન્ડ કરાવતી રહેશે.

આવું કરવાથી તમે તમારી જવાબદારીને લઈને બેદરકાર નહીં રહો. નોર્ધન કેરોલોનિયા યુનિવર્સિટીએ 700 લોકો પર સ્ટડી કરી, તેમાં જાણવા મળ્યું કે તે લોકો જે પોતાની જાત પ્રત્યે બેદરકાર હતા, તેમને બિન-જવાબદાર લોકો કરતા વધુ વેટ લોસ કર્યું.

અન્ય સમાચારો પણ છે...