• Gujarati News
  • Utility
  • From Bath Soaps To Cream Powders, Hindustan Unilever Raises Prices Of Many Products

મોંઘવારીનો માર:ન્હાવાના સાબુથી લઈને ક્રીમ-પાવડર સુધી, હિન્દુસ્તાન યુનિલિવરે અનેક પ્રોડક્ટના ભાવ વધાર્યા

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) એ 5 મેથી તેની પ્રોડક્ટ્સની કિંમતોમાં 15 ટકા સુધીનો વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 125 ગ્રામ પિયર્સ સાબુની કિંમતમાં 2.4 ટકા અને મલ્ટીપેકની કિંમતમાં 3.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. લક્સ સાબુના ભાવમાં 9 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત કંપનીએ સનસિલ્ક શેમ્પૂના ભાવમાં પણ 8 થી 10 રૂપિયાનો વધારો કર્યો છે. ક્લિનિક પ્લસ શેમ્પૂ 100 mlની કિંમતમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સાબુ અને શેમ્પૂ સિવાય સ્કિન ક્રીમ ગ્લો એન્ડ લવલીની કિંમતમાં 6-8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોન્ડ્સ ટેલકમ પાવડરના ભાવમાં પણ 5-7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા માર્ચમાં પણ ઘણી પ્રોડક્ટના ભાવ વધ્યા હતા
આ અગાઉ આ વર્ષે માર્ચમાં હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને નેસ્લેએ 14 માર્ચથી મેગી, ચા, કોફી અને દૂધના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે હિન્દુસ્તાન યુનિલિવરે બ્રુ કોફીના ભાવમાં 3-7 ટકા, બ્રેવ ગોલ્ડ કોફી જર્સની કિંમતોમાં 3-4 ટકા અને ઇન્સ્ટન્ટ કોફી પાઉચના ભાવમાં 3 ટકાથી 6.66 ટકાનો વધારો કર્યો હતો. આ સિવાય તાજમહેલની ચાના ભાવમાં 3.7-5.8 ટકા અને બ્રૂક બોન્ડ વેરિએન્ટની અલગ-અલગ ચાના ભાવમાં 1.5 ટકાથી 14 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

૩૦ વર્ષમાં જોવા મળી નથી આ પ્રકારની મોંઘવારી
2 મેના રોજ એક ઇન્ટરવ્યુમાં HUL ના CEO અને MD સંજીવ મહેતાએ જણાવ્યું હતું કે, તેમણે કંપનીમાં વિતાવેલા 30 વર્ષમાં આવી ફુગાવાની સ્થિતિ જોઇ નથી.