• Home
  • Utility
  • From April 1, all insurance companies will launch the standard health policy 'Health Sanjivani', covering basic needs.

1 એપ્રિલથી તમામ વીમા કંપનીઓ સ્ટાન્ડર્ડ હેલ્થ પોલિસી ‘આરોગ્ય સંજીવની’ લોન્ચ કરશે, મૂળભૂત જરૂરિયાતો કવર થશે

From April 1, all insurance companies will launch the standard health policy 'Health Sanjivani', covering basic needs.
X
From April 1, all insurance companies will launch the standard health policy 'Health Sanjivani', covering basic needs.

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 10:24 AM IST

યુટિલિટી ડેસ્ક. દેશના લોકોને નાણાકીય સ્વાસ્થ્ય સુરક્ષા માટે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિચી ઓફ ઈન્ડિયા (IRDA)એ સ્ટાન્ડર્ડ ઈન્ડિવિઝ્યુઅલ હેલ્થ ઈન્શ્યોરન્સ માટે ગાઈડલાઈન જારી કરી હતી. તેના અંતર્ગત સામાન્ય અને સ્વસ્થ વીમા કંપનીઓને મૂળભૂત સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે વધુમાં વધુ 5 લાખ રૂપિયા અને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાવાળા પ્રોડક્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કંપનીઓને આ પ્રોડકટનું નામ 'આરોગ્ય સંજીવની પોલિસી' રાખવાનું કહેવામાં આવ્યું છે. જો કે, ત્યાર બાદ કંપની તેનું નામ જોડી શકશે. આ પ્રોડક્ટ 1 એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવશે. 

માર્કેટમાં વધુ પોલિસી હોવાને કારણે પસંદગી કરવામાં મુશ્કેલી થાય છે

IRDAના જણાવ્યા પ્રમાણે, માર્કેટમાં વધારે પોલિસી હોવાને કારણે ગ્રાહકોને વીમા પોલિસી પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. એટલા માટે સામાન્ય અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓને એક માનક પોલિસી માટેનો નિર્દેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 

માનક ઉત્પાદનમાં કેટલાક નિશ્ચિત કવર સામેલ હશે. કંપનીઓ કેટલીક સુવિધાઓમાંથી જે રજૂ કરશે, તેના આધારે પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ ઉત્પાદન ઇન્ડેમ્નિટીના આધાર પર રજૂ કરવામાં આવશે અને આ પોલિસી એક વર્ષની હશે. 

આ સુવિધાઓ

આ પોલિસી અંતર્ગત હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, ઓછા ખર્ચવાળા મોતિયાનું ઓપરેશન જેવા અન્ય ખર્ચ, દાંતની સારવાર, બીમારી અથવા અકસ્માતના કારણે કરવામાં આવતી પ્લાસ્ટિક સર્જરી તમામ પ્રકારની ડેકેર સારવાર, એમ્બ્યુલન્સ ખર્ચ (હોસ્પિટલમાં દાખલ કરવા માટે મહત્તમ 2,000 રૂપિયા) નો સમાવેશ થાય છે.

આયુષ હેઠળ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેનો ખર્ચ, હોસ્પિટલમાં દાખલ થવાના 30 દિવસ પહેલા સુધીનો ખર્ચ અને હોસ્પિટલમાં રજા લીધા બાદ 60 દિવસ સુધીનો ખર્ચ પણ કવર કરવામાં આવશે.

આ ઉત્પાદનમાં કોઈ પ્રકારની ડિડક્ટીબલ્સની મંજૂરી નથી
યોજનાને ફેમિલી ફ્લોટર આધાર પર રજૂ કરવામાં આવશે. તેને ગંભીર બીમારી કવર અથવા લાભ આધારિત કવરની સાથે જોડવામાં આવશે નહીં.

IRDAએ પોલિસી લેવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષની મર્યાદા નક્કી કરી છે. પોલિસીનું સંપૂર્ણ જીવન નવીનીકરણ થઈ શકશે.

આ પોલિસી પર પોર્ટેબિલિટી સાથે જોડાયેલા નિયમ લાગૂ થશે. તેનું પ્રીમિયમ અખિલભારતીય કક્ષાએ નક્કી કરવામાં આવશે. શરતોની સાથે મંજૂરી વગર આ પોલિસીને લોન્ચ કરવામાં આવી શકશે. 

શું છે ફેમિલી ફ્લોટર પ્લાન
ફ્લોટર પ્લાનમાં તમે તમારા પરિવાર એટલે કે, પતિ-પત્ની, બાળકો, માતા-પિતાની સાથે સાથે સાસુ-સસરા એટલે કે, એક્સટેન્ડેડ ફેમિલિ કવર તરીકે લઈ શકો છો. ઘણી કંપનીઓ ફ્લોટર પ્લાનમાં પહેલાથી જ માતા-પિતાની બીમારીને પણ કવર કરે છે. જો કે, તેના માટે તમારે પ્રીમિયમ વધારે ચૂકવવું પડશે. તમે ફ્લોટર પ્લાનમાં પરિવારના 15 સભ્યોને આવરી શકો છો. આ સાથે, તમારે પરિવારના સભ્યોને અલગથી વીમો લેવાની જરૂર નથી, તેનાથી પૈસાની પણ બચત થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી