તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતો પર લગામ લાદવાનો પ્રયાસ:ટ્રાફિકના નિયમોનો વારંવાર ભંગ કરશો તો મોટર ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ ચૂકવવું પડશે, રેગ્યુલેટરીએ નવા નિયમોનો ડ્રાફ્ટ જારી કર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 સભ્યોની વર્કિંગ કમિટીએ ટ્રાફિકના નિયમોના ભંગનું પ્રીમિયમ લાદવાની ભલામણ કરી
  • ચલણના આધાર પર પોઈન્ટ આપવામાં આવશે, આ પોઈન્ટથી પ્રીમિયમની ગણતરી કરવામાં આવશે

જો તમે વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારા ખિસ્સા પર ભાર વધશે. આવનાર સમયમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને વધારે મોટર ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. ઈન્શોયરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)ની તરફથી ગઠિત એક વર્કિંગ કમિટીએ ટ્રાફિકના નિયમોના ભંગનું પ્રિમીયમ લાગુ કરવાની ભલામણ કરી છે. જો આ ભલામણો સ્વીકારવામાં આવે છે તો ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને વાહનના ઈન્શ્યોરન્સ માટે વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે.

મોટર ઈન્શ્યોરન્સમાં અત્યારે ચાર પ્રકારના પ્રીમિયમ
વર્કિંગ કમિટીએ ભલામણ કરી છે કે મોટર ઈન્શ્યોરન્સમાં ટ્રાફિકના નિયમોના ભંગનું પ્રીમિયમ પણ સામેલ કરવામાં આવે. વર્કિંગ કિમિટીએ તેના માટે મોટર ઈન્શ્યોરન્સમાં પાંચમું સેક્શન ઉમેરવાની ભલામણ કરી છે. અત્યારે મોટર ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં ઓન ડેમેજ ઈન્શ્યોરન્સ, થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ, એડિશનલ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ અને કમ્પલસરી પર્સનલ એક્સિડન્ટ પ્રીમિયમને સામેલ કરવામાં આવે છે.

વીમા કંપનીઓને NIC દ્વારા ટ્રાફિકના નિયમની જાણકારી મળશે
વર્કિંગ કમિટીની ભલામણો અનુસાર, દારૂ પીને ગાડી ચલાવવાથી લઈને ખોટી જગ્યાએ પાર્કિંગ કરવા જેવા વિવિધ ભંગના આધાર પર ટ્રાફિકના નિયમોના ભંગનું પ્રીમિયમ નક્કી કરવામાં આવશે. વીમા કંપનીઓને ટ્રાફિકના નિયમોના ભંગ અંગે ચલણની માહિતી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટ (NIC)થી પ્રાપ્ત થશે.

દારૂ પીને ડ્રાઈવિંગ કરવા પર 100 પોઈન્ટ પેનલ્ટી
ભલામણો અનુસાર, દારૂ પીને ડ્રાઈવિંગ કરવા પર 100 પોઈન્ટ પેનલ્ટી લગાવવામાં આવશે, જ્યારે ખોટી જગ્યાએ પાર્કિંગ કરવા પર 10 પોઈન્ટ પેનલ્ટી લગાવવામાં આવશે. ટ્રાફિકના નિયમોના ભંગના પ્રીમિયમની રકમ આ પેનલ્ટી પોઈન્ટ સાથે લિંક હશે. જો તમે વાહન વેચો છો તો ખરીદનાર માટે ટ્રાફિકના નિયમોના ભંગનું પ્રીમિયમ ઝીરોથી શરૂ થશે.

IRDAIએ સંબંધિત પક્ષો પાસેથી સૂચનો માગ્યા
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી IRDAIએ વર્કિંગ કમિટીની ભલામણોને લઈને ડ્રાફ્ટ જારી કર્યો છે. આ ડ્રાફ્ટ અંગે IRDAIએ તમામ સંબંધિત પક્ષો પાસેથી 1 ફેબ્રુઆરી 2021 સુધીમાં સૂચનો માગ્યા છે. ડ્રાફ્ટમાં ટ્રાફિકના નિયમોના ભંગની ફ્રીક્વન્સી અને તેની ગંભીરતાની ગણતરી માટે સિસ્ટમ બનાવવાની વાત કહેવામાં આવી છે. તેમાં ટ્રાફિકના નિયમોના ભંગને ટ્રાફિકના નિયમોના ભંગના પ્રીમિયમ સાથે લિંક કરવાનું કહેવામાં આવ્યું છે.

વર્કિંગ કમિટીમાં કુલ 9 સભ્યો સામેલ
IRDAIની તરફથી જારી ડ્રાફ્ટ અનુસાર, વર્કિંગ કમિટીમાં કુલ 9 સભ્યો સામેલ છે. તેમાં દિલ્હી ટ્રાફિક પોલીસ, ઈન્શ્યોરન્સ કંપની, IRDAI અને ઈન્શ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો (IIB)ના અધિકારી સામેલ છે. HDFC અર્ગો જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ એક્ચુલી એન્ડ ચીફ અન્ડર રાઈટિંગ ઓફિસર અનુરાગ રસ્તોગી વર્કિંગ કમિટીના ચેરમેન હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો