• Gujarati News
  • Utility
  • Frequent Defecation At Night Is A Symptom Of A Serious Illness Called Nocturia; Learn What To Look For And Tactics To Help Ease The Way

જરૂરિયાતના સમાચાર:રાત્રે વારંવાર ટોઈલેટ જવું એ નોક્ટૂરિયા નામની ગંભીર બીમારીનું લક્ષણ છે; જાણો તેનાથી બચવા શું કરવું

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું તમે રાત્રે વારંવાર ટોઈલેટ જાવ છો? તો આ કન્ડિશનને નોક્ટૂરિયા હોઈ શકે છે. અડધી રાત્રે વારંવાર ટોઈલેટ જવાની સમસ્યાને નોક્ટૂરિયા કહેવામાં આવે છે. આ સમસ્યા મોટાભાગે 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને હોય છે, પરંતુ ઘણા કારણોથી તે ઓછી ઉંમરના લોકોને પણ થઈ શકે છે.

અમેરિકાની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના એક રિપોર્ટના અનુસાર, રાત્રે વારંવાર પેશાબ આવવો, યુરેથ્રા એટલે કે મૂત્રમાર્ગમાં વધતા ટ્યુમરના કારણે પણ હોઈ શકે છે. હકીકતમાં નોક્ટૂરિયા પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં ઉપયોગ થતા રેડિએશનની સાઈડ ઈફેક્ટના કારણે પણ થઈ શકે છે. એક્સપર્ટ્સના અનુસાર, જો રાત્રે તમે બે વખથી વધુ વખત ટોઈલેટ જાવ છો તો તે કોઈ મોટી બીમારી તરફ સંકેત હોઈ શકે છે.

સાંભળવામાં ભલે તે એક સામાન્ય સમસ્યા લાગે પરંતુ વારંવાર ઊંઘમાંથી ઉઠીને ટોઈલેટ જવાના કારણે ઊંઘ ખરાબ થાય છે, જેનાથી આગળ જઈને તણાવ, ચિડિયાપણું અને થાક જેવી સમસ્યા પણ થાય છે. જો આવી સમસ્યા તમને પણ છે તો ડૉક્ટરની સલાહ જરૂરથી લો.

જાણો નોક્ટૂરિયા એટલે રાત્રે વારંવાર ટોઈલેટ જવાની સમસ્યા કયા કયા લોકોમાં જોવા મળે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય...