તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Free Insurance Cover Of Rs 50 Lakh Is Available On Accidents Due To Gas Cylinders

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ગેસ સિલિન્ડરના કારણે થતી દુર્ઘટના પર 50 લાખ રૂપિયાનું ફ્રી વીમા કવર મળે છે

5 દિવસ પહેલા
 • દુર્ઘટનામાં પીડિત દરેક વ્યક્તિને વધુમાં વધુ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી શકે છે
 • પરિવારના સભ્યોની સારવાર માટે વધુમાં વધુ 15 લાખનું કવર મળે છે

આપણા દેશમાં માત્ર શહેર જ નહીં ગામડામાં પણ LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ ઘરે ઘરે થવા લાગ્યો છે. પરંતુ મોટાભાગના લોકો તેના પર મળતા ઈન્શ્યોરન્સ વિશે નથી જાણતા. ગેસ કંપનીઓની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ ઈન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થતી કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં જાન-માલનું નુકસાન થયું હોય તો 50 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકાય છે. આજે અમે તમને આ ઈન્શ્યોરન્સ કવર વિશે જણાવી રહ્યા છીએ.

50 લાખ સુધીનું કવર મળે છે
દુર્ઘટના થવા પર 40 લાખનું વીમા કવર હોય છે, જ્યારે 50 લાખ રૂપિયા સિલિન્ડર ફાટવાના કારણે મૃત્યુના કિસ્સામાં કરી શકાય છે. દુર્ઘટનામાં પીડિત દરેક વ્યક્તિને વધુમાં વધુ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી શકે છે. તેમજ વ્યક્તિનું મૃત્યુ થવા પર મહત્તમ 6 લાખ રૂપિયાનું વળતર (વ્યક્તિ દીઠ) મળે છે. તે ઉપરાંત પરિવારના લોકોની સારવાર માટે વધુમાં વધુ 15 લાખ (1 લાખ વ્યક્તિ દીઠ)નું કવર મળે છે. પ્રોપર્ટીમાં નુકસાન થવા પર 2 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકાશે.

સિલિન્ડર ખરીદતા સમયે ઈન્શ્યોરન્સ થઈ જાય છે
સિલિન્ડર ખરીદતા સમયે જ તેનો ઈન્શ્યોરન્સ થઈ જાય છે જે સિલિન્ડરની એક્સપાયરી સાથે સંબંધિત હોય છે. હંમેશાં લોકો સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર જ તેને ખરીદી લે છે. આવી સ્થિતિમાં તમે ઈન્શ્યોરન્સ માટે ક્લેમ કરવા માટે હકદાર નથી રહેતા.

સિલિન્ડરની એક્સપાયરી ડેટનું ધ્યાન રાખવું
દરેક ગેસ સિલિન્ડર પર જ્યાં રેગ્યુલેટર લગાવવામાં આવે છે, ત્યાં D-20 અથવા તેના પર આવું કંઈક લખેલું હોય છે. આ ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છે. અહીં D-20નો અર્થ છે કે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020 છે. ત્યારબાદ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાનું જોખમ થઈ શકે છે. આવા સિલિન્ડરમાં ગેસ લિકેજ અને અન્ય પ્રકારની સમસ્યા થઈ શકે છે. ગેસ સિલિન્ડરની સૌથી ઉપર રેગ્યુલેટરની પાસે જે ત્રણ પટ્ટી હોય છે, તેમાંથી કોઈ એક પર A, B, C, D લખેલું હોય છે.

ગેસ કંપની દરેક એક લેટરને 3 મહિનામાં વિતરણ કરે છે. અહીં પણ Aનો અર્થ જાન્યુઆરીથી માર્ચ અને Bનો અર્થ એપ્રિલથી જૂન સુધી થાય છે. આવી જ રીતે Cનો અર્થ જુલાઈથી લઈને સપ્ટેમ્બર અને Dનો અર્થ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી જાય છે. જો તમે ગેસ સિલિન્ડર એક્સપાયરી ડેટ બાદ ખરીદો છો તો તેના પર તમે કોઈ ક્લેમ નથી કરી શકતા.

ઈન્શ્યોરન્સ કવર લેવા માટે આ પણ જરૂરી
આ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે જરૂરી શરત એ છે કે વળતરની રકમ ફક્ત ત્યારે જ આપવામાં આવશે જો કોઈ દુર્ઘટના રજિસ્ટર્ડ રહેઠાણ પર સર્જાઈ હોય. નિવાસ સ્થાનનું સરનામું નોંધણી કરાવવું જરૂરી છે. આ ઘટના જે પણ વ્યક્તિની સાથે થઈ હોય તેના પરિવારવાળા આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે.

ઈન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે સંબંધિત ઓયલ કંપનીઓ
સિલિન્ડર પર મળતા ઈન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ સંબંધિત ઓયલ કંપનીઓ ઉઠાવે છે. હકીકતમાં પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓયલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા ભારત પેટ્રોલિયમના ડિસ્ટ્રિબ્યુટરને આ વીમો લેવો પડશે.આ લોકોએ ગ્રાહકો અને અન્ય સંપત્તિઓ માટે થર્ડ પાર્ટી વીમા કવર સહિત દુર્ઘટના માટે વીમા પોલિસી લેવાની હોય છે.

વીમા કવરની રકમ મેળવવા માટેની આ સંપૂર્ણ પ્રોસેસ

 • સૌથી પહેલા લોકલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી
 • FIR એક નકલ તમારા ગેસ ટિસ્ટ્રિબ્યુટરને આપવી
 • તમારો ટિસ્ટ્રિબ્યુટર FIRને તેલ કંપનીને ટ્રાન્સફર કરશે
 • હવે વીમા કંપનીની એક ટીમ તપાસ માટે ઘટના સ્થળ પર આવશે
 • તપાસ કરશે અને સિલિન્ડરથી કેટલું નુકસાન થયું છે તે જાણીને ક્લેમની રકમ આ ટીમ નક્કી કરશે
 • તેલ કંપની ક્લેમની રકમ તેના ડિસ્ટ્રિબ્યુટરને મોકલશે, જે બાદમાં ગ્રાહકો અથવા તેના પરિવારના સભ્યોને આપવામાં આવશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો