• Gujarati News
  • Utility
  • For The First Time LSAT India Entrance Exam Will Be Taken Online, There Will Be Online Test On 14th June

કોરોના ઈફેક્ટ:પ્રથમ વખત LSAT- ઈન્ડિયાની પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે, 14 જૂને ઓનલાઈન ટેસ્ટ હશે

2 વર્ષ પહેલા
  • અગાઉ આ પરીક્ષા 07 જૂને યોજાવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે તેની તારીખ બદલાઈ ગઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત સોફ્ટવેરની મદદથી LSAT- ઈન્ડિયા પ્રવેશ પરીક્ષા 2020 લેવામાં આવશે

સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લેનાર કોવિડ -19 મહામારીને કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને ધ્યાનમાં રાખીને લો સ્કૂલ એડમિશન કાઉન્સિલ (LSAC)એ પહેલી વખત લો સ્કૂલ એડમિશન ટેસ્ટ (LSAT) 2020 ઓનલાઈન લેવાનો નિર્ણય કર્યો છે. પેપર અને પેન્સિલના આધાર પર લેવાતી આ ઓફલાઈન પરીક્ષા હવે ઓનલાઈન લેવામાં આવશે. ઘરેથી પરીક્ષા લેતી વખતે તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવશે. તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિઓ જેમ કે ચોરી ન કરે.  આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિમોટ પ્રોક્ટોરિંગની મદદ લેવામાં આવશે.

14 જૂને પરીક્ષા લેવામાં આવશે
લો સ્કૂલમાં એડમિશન મેળવવા માંગતા ઉમેદવારો 14 જૂન, 2020 ના રોજ LSAT-ઈન્ડિયા ઓનલાઈન આપી શકશે. અગાઉ પરીક્ષા 07 જૂને યોજાવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે તારીખ બદલાઇ ગઇ છે. આ પરીક્ષા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત સોફ્ટવેરની મદદથી લેવામાં આવશે. તે  ઉપરાંત પરીક્ષા પ્રક્રિયા માટેના ઉમેદવારોની પરીક્ષાનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. અગાઉ,  ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન કાઉન્સિલ (GMAC)ની પ્રવેશ પરીક્ષા ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (GMAT)ની સમાન સ્વરૂપમાં લેવાની જાહેરાત કરી હતી.

વર્ચુઅલ રજિસ્ટ્રેશન પ્રોસેસ થશે
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પહેલા વર્ચુઅલ ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. તેમાં, ઉમેદવારોની ઓળખ અને ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ઓળખ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો સિક્યોર બ્રાઉઝરની મદદથી પરીક્ષણ આપી શકશે. આ સમય દરમિયાન વેબ કેમેરા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અસિસ્ટેડ ટેક્નિકનો ઉપયોગ કરીને આ પરીક્ષાઓ રેકોર્ડ કરશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન ચોરી કરતાં પકડાશે તો  તેની પરીક્ષા માન્ય ગણાશે નહીં. તે ઉપરાંત રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ઓનલાઈન પરીક્ષા સંબંધિત માહિતી તમામ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...