એક્સર્સાઈઝ કરવી એ દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. દરરોજ એક્સર્સાઈઝ કરવાની આદત ઘણી બીમારીઓથી બચાવે છે, પરંતુ વૃદ્ધો માટે એક્સર્સાઈઝ કરતાં પણ જરૂરી વૉક કરવું છે.
વૉકિંગ, ડાન્સિંગ એન્ડ બ્રેન હેલ્થ પર થયેલાં એક નવાં રિસર્ચ પ્રમાણે, જે લોકો દરરોજ વૉક કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. વૉકિંગ કરવાથી યાદશક્તિ મજબૂત બને છે અને બ્રેન સેલ્સનું રિપેરિંગ ઝડપથી થાય છે. રિસર્ચમાં માલુમ પડ્યું કે વૉક કરનારા લોકોના મગજમાં સેલ્સને કનેક્ટ કરનારા વ્હાઈટ મેટર પહેલાં કરતાં વધારે મજબૂત થયાં.
રિસર્ચમાં વ્હાઈટ મેટરનું એનાલિસિસ કરવામાં આવ્યું
ફોર્ટ કોલિન્સના કોલોરાડે સ્ટેટ યુનિવર્સિટીમાં ન્યુરો સાયન્સ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટના પ્રોફેસર એગ્નિઝ્કા બુર્ઝિનસ્કા અને તેમની ટીમે મગજમાં મળી આવતા વ્હાઈટ મેટરનું એનાલિસિસ કર્યું. આ રિસર્ચ જૂનમાં ન્યુરો ઈમેજમાં ઓનલાઈન પબ્લિશ થયું છે.
રિસર્ચમાં 250 લોકો સામેલ થયા
સ્ટડીમાં આશરે એવા 250 વૃદ્ધ પુરુષો અને મહિલાઓ હતા જે ફિઝિકલી એક્ટિવ નહોતા, પરંતુ ફિટ હતા. લેબમાં આ વોલન્ટિયર્સની વર્તમાન એરોબિક ફિટનેસ અને જ્ઞાનાત્મક સ્કિલ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ સિવાય MRI સ્કેનનાં માધ્યમથી તેમની વ્હાઈટ મેટર હેલ્થ અને ફંક્શનની તપાસ કરવામાં આવી.
વોલન્ટિયર્સને 3 ગ્રુપમાં વહેંચવામાં આવ્યાં
વોલન્ટિયર્સના 1 ગ્રુપને અઠવાડિયાંમાં 3 વખત સ્ટ્રેચિંગ અને બેલેન્સ ટ્રેનિંગ આપવામાં આવી. બીજા ગ્રુપને અઠવાડિયાંમાં 3 દિવસ સુધી 40 મિનિટ બ્રિસ્ક વૉકિંગ કરવા માટે કહેવામાં આવ્યું. ત્રીજા ગ્રુપને અઠવાડિયાંમાં 3 વખત ડાન્સર કરવા માટે કહેવામાં આવ્યું. તમામની ટ્રેનિંગ 6 મહિના સુધી ચાલી. ત્યારબાદ લેબમાં તેમના ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યા.
બ્રિસ્ક વૉક કરનારા લોકોએ મેમરી ટેસ્ટમાં સારું પર્ફોર્મ કર્યું
સાયન્ટિસ્ટે તેમાંથી ઘણા વોલન્ટિયર્સના શરીર અને મગજમાં ફેરફાર નોટિસ કર્યા. આશા પ્રમાણે વૉકર અને ડાન્સર એરોબિકલી ઘણા ફિટ જણાયા. મોટા ભાગના વૉક કરનારા વોલન્ટિયર્સમાં વ્હાઈટ મેટર રિન્યૂ થવા લાગ્યું હતું. નવાં સ્કેનમાં તેમના મગજનો એક ભાગ થોડો મોટો જોવા મળ્યો. વૉક કરનારા લોકોમાં ડાન્સર વોલન્ટિયર્સની સરખામણીએ મેમરી ટેસ્ટમાં સારું પર્ફોર્મ કર્યું.
શું છે બ્રિસ્ક વૉકિંગ?
બ્રિસ્ક વૉક એક સરળ એક્સર્સાઈઝ છે. તે કોઈ પણ ઉંમરની વ્યક્તિ સરળતાથી કરી શકે છે. જોકે બ્રિસ્ક વૉક અલગ એટલા માટે છે કારણ કે તેમાં ઝડપથી ચાલવાનું હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો દોડવાની અને ચાલવાની વચ્ચેનાં સ્ટેજને બ્રિસ્ક વૉક કહેવાય છે. તેમાં વ્યક્તિએ ન તો ધીરે ચાલવાનું હોય છે ન તો દોડવાનું હોય છે. બ્રિસ્ક વૉક કરવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેનાં કારણે મગજની કોશિકાઓમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે. પરિણામે મગજ સ્વસ્થ રહે છે.
આ રીતે મગજ પર અસર કરે છે બ્રિસ્ક વૉકિંગ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે તમે બ્રિસ્ક વૉક કરો છો તો થોડી ક જ સેકન્ડમાં મગજમાં એક હોર્મોન રિલીઝ થવા લાગે છે. તેનાથી નેચરલી મૂડ ફ્રેશ થવા લાગે છે.
એરોબિક એક્સર્સાઈઝ ન કરનારની મેન્ટલ હેલ્થ નબળી પડી
જે લોકોએ એરોબિક એક્સર્સાઈઝ ન કરી તેમનામાં 6 મહિનામાં વ્હાઈટ મેટરની હેલ્થ બગડતી જણાઈ. તેમના બ્રેન સેલ્સમાં રિકવરી પણ ન થઈ. તેને કારણે યાદશક્તિમાં પણ ઘટાડો થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.