• Gujarati News
  • Utility
  • For Just Rs 210, You Can Get A Pension Of Rs 5,000 Per Month, Open An Online Account At Home

અટલ પેન્શન યોજના:ફક્ત 210 રૂપિયા આપીને તમે દર મહિને 5 હજાર રૂપિયા પેન્શન મેળવી શકો છો, ઘરે બેઠા ઓનલાઈન અકાઉન્ટ ઓપન કરાવી શકો છો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કીમમાં જોડાવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે કોઈ વ્યક્તિ આ સ્કીમ લે છે તો 60 પછી, પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછું 20 વર્ષ રોકાણ કરવું પડશે

જો તમે આજ સુધી કોઈ પેન્શન પ્લાન લીધો નથી અને તમે એવો પ્લાન લેવા ઈચ્છો છો જેમાં ઓછા પૈસા આપીને પેન્શન મેળવવાના હકદાર બનવા માગો છો તો કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના તમારા માટે યોગ્ય છે. તેના અંતર્ગત 60 વર્ષની ઉંમર થવા પર દર મહિને 1000થી લઈને 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે. 

18થી 40 વર્ષની કોઈ પણ વ્યક્તિ અકાઉન્ટ ઓપન કરાવી શકે છે

  • 18થી 40 વર્ષની કોઈપણ વ્યક્તિ અટલ પેન્શન યોજના અકાઉન્ટ ઓપન કરાવી શકે છે
  • સ્કીમમાં સામેલ થવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે
  • કોઈ વ્યક્તિ આ સ્કીમ લે છે તો તેણે ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ કરવું પડશે.
  • ઈન્વેસ્ટર્સ મન્થલી, ક્વાટરલી અથવા સેમી એન્યુઅલ એટલે કે 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરી શકાય છે
  • કોન્ટ્રીબ્યુશન ઓટો ડેબિટ થઈ જશે. એટલે કે, નિયત રકમ આપમેળે તમારા ખાતામાંથી કાપવામાં આવશે અને તમારા પેન્શન ખાતામાં જમા થઈ જશે.
  • કેટલી રકમ કાપવામાં આવશે તે એ વાત પર આધાર રાખે છે કે તમને રિટાયરમેન્ટ બાદ કેટલું પેન્શન જોઈએ છે.
  • તેમાં તમે સેક્શન 80c અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સ બેનિફિટનો દાવો કરી શકશો.

42થી 210 રૂપિયા દર મહિને કોન્ટ્રીબ્યુશન કરી શકો છો

  • 1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા દર મહિને પેન્શન માટે સબ્સક્રાઈબરને 42 રૂપિયાથી લઈને 210 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. આ ત્યારે થશે જ્યારે 18 વર્ષની ઉંમરે આ યોજના લેવામાં આવશે.
  • બીજી બાજુ, જો કોઈ સબ્સક્રાઈબર 40 વર્ષની ઉંમરમાં સ્કીમ લે છે તો તેને 291 રૂપિયાથી લઈને 1454 રૂપિયા સુધી મન્થલી કોન્ટ્રીબ્યુશન કરવું પડશે.
  • સબ્સક્રાઈબર જેટલું વધારે કોન્ટ્રીબ્યુશન કરશે, તેને રિટાયરમેન્ટ બાદ એટલું વધારે પેન્શન મળશે. જો કે, તે 5 હજાર રૂપિયાથી વધારે નહીં હોય. એટલા માટે કોન્ટ્રીબ્યુશન પણ તેના હિસાબે થશે.

કેવી રીતે અકાઉન્ટ ઓપન કરાવવું

  • કોઈપણ બેંકમાં જઈને અકાઉન્ટ ઓપન કરાવી શકો છો
  • અટલ પેન્શન યોજનાનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો
  • આ ફોર્મને ભરીને તમારે બેંક બ્રાંચમાં જમા કરાવવાનું રહેશે
  • તે ઉપરાંત તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડની ફોટોકોપી પણ જમા કરાવવાની રહેશે.
  • એપ્લીકેશન અપ્રૂવ્ડ થયા બાદ તમને કન્ફર્મેશન મેસેજ આવશે.

SBIમાં ઓનલાઈન અકાઉન્ટ ઓપન કરાવી શકાય છે

  • જો તમારું અકાઉન્ટ SBI બેંકમાં છે તો તમે નેટ બેંકિંગથી આ સ્કીમનો લાભ લઈ શકો છો
  • અરજી કરવા માટે પહેલાં તમારે SBIમાં લોગઈન કરવાનું રહેશે.
  • ત્યારબાદ e-Services લિંક પર ક્લિક કરવાનું રહેશે
  • નવી વિંડો ખુલશે, તેની એક લિંક સોશિયલ સિક્યોરિટી સ્કીમના નામથી હશે. ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને 3 ઓપ્શન દેખાશે, PMJJBY/PMSBY/APY.અહીં તમને APY એટલે કે અટલ પેન્શન યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. જેમાં સાચો અકાઉન્ટ નંબર, નામ, ઉંમર અને એડ્રસની જાણકારી આપવાની રહેશે.
  • પેન્શનના ઓપ્શનમાં તમે કયો ઓપ્શન પસંદ કરી રહ્યા છો, જેમ કે 5000 રૂપિયા માસિક
  • ત્યારબાદ તમારી ઉંમરના આધાર પર મન્થલી કોન્ટ્રીબ્યુશન નક્કી કરવામાં આવશે.

આ યોજના સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો