એરટેલે કંપનીએ તેના પ્રીપેડ પ્લાન્સમાં ટેરિફ દરમાં 25% વધારો કર્યા બાદ હવે વોડાફોન આઈડિયા (Vi)એ તેના પ્રીપેડ પ્લાન્સના ટેરિફ દરમાં 20થી 25% સુધીનો વધારો કર્યો છે. કંપનીએ આજે એક્સચેન્જ ફાઈલિંગમાં તેની જાણકારી આપી હતી. નવા પ્લાન 25 નવેમ્બરથી લાગુ થઈ જશે. કંપનીએ જણાવ્યું હતું કે નવા પ્લાનથી એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU)ની પ્રક્રિયામાં સુધારો થશે. એનાથી કંપનીને નાણાકીય સંકટ દૂર કરવામાં મદદ મળશે.
વોડાફોન-આઈડિયાની પાસે સમગ્ર દેશના 27 કરોડ વાયરલેસ યુઝર્સ છે. એમાં પ્રીપેડ અને પોસ્ટપેડ બંને સામેલ છે. એટલે કે વધેલી કિંમતોની અસર વોડાફોનના તમામ પ્રીપેડ યુઝર્સ પર થશે. એરટેલ અને Vi બાદ હવે રિલાયન્સ જિયો પણ પોતાના પ્રીપેડ પ્લાન્સને મોંઘા કરી શકે છે. અત્યારે જિયોના પ્રીપેડ પ્લાન્સ સૌથી સસ્તા છે.
કેટલા મોંઘા થશે Viના ટેરિફ પ્લાન
વોડાફોન-આઈડિયાના યુઝર્સને હવે મોંઘા 79 રૂપિયાવાળા પ્લાન માટે 99 રૂપિયા ખર્ચ કરવા પડશે, એટલે કે તેના સૌથી સસ્તા પ્લાનમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેમજ વાર્ષિક વેલિડિટીવાળા 2399 રૂપિયાવાળા પ્લાન માટે હવે 2899 રૂપિયા ખર્ચ કરવા પડશે, એટલે કે તેને 500 રૂપિયા વધારે આપવા પડશે. કંપનીના ટોપ-અપ પ્લાનને પણ મોંઘા કરી દેવામાં આવ્યા છે.
એરટેલના પ્લાનની જૂની અને નવી કિંમતો વચ્ચે અંતર
ભારતી એરટેલ | વોડાફોન-આઈડિયા | |||
પ્લાન | નવી કિંમત | વેલિડિટી | પ્લાન | નવી કિંમત |
79 | 99 | 28 દિવસ | 79 | 99 |
149 | 179 | 28 દિવસ | 149 | 179 |
219 | 265 | 28 દિવસ | 219 | 269 |
249 | 299 | 28 દિવસ | 249 | 299 |
298 | 359 | 28 દિવસ | 299 | 359 |
399 | 479 | 56 દિવસ | 399 | 479 |
449 | 549 | 56 દિવસ | 449 | 539 |
379 | 455 | 84 દિવસ | 379 | 459 |
598 | 719 | 84 દિવસ | 599 | 719 |
698 | 839 | 84 દિવસ | 699 | 839 |
1498 | 1799 | 365 દિવસ | 1499 | 1799 |
2498 | 2999 | 365 દિવસ | 2398 | 2899 |
એરટેલે પ્લાન કેમ મોંઘા કર્યા?
ભારતી એરટેલે કહ્યું કે એક સારા અને સ્વસ્થ બિઝનેસ મોડલ માટે દર વધારવા જરૂરી હતા. એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) 200 રૂપિયા હોવો જોઈએ અને પછી એ વધારીને 300 રૂપિયા સુધી પહોંચવો જોઈએ, જેથી કંપનીઓને ઈન્વેસ્ટ કરેલી રકમ પર યોગ્ય રિટર્ન મળી શકે.
એરટેલ પ્લાન્સ જિયો કરતાં 50% સુધી મોંઘા
આ વધારા પછી એરટેલના પ્રીપેડ પ્લાન્સ જિયોની સરખામણીએ 30થી 50% સુધી મોંઘા થઇ જશે. જિયોનો 2GB અને 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન 129 રૂપિયાનો છે, એરટેલના આ પ્લાનની કિંમત 179 રૂપિયા થઈ જશે. જિયોમાં ડેઇલી 1.5GBવાળા 84 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 555 રૂપિયા છે, એરટેલના ગ્રાહકોને આ માટે 719 રૂપિયા ખર્ચવા પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.