• Gujarati News
  • Utility
  • Follow This Process To Register A Mobile Number In Your Name As Lucky Number And Birthday, The Company Will Give You A SIM Card At Home.

સુવિધા:લકી નંબર અને બર્થડે પ્રમાણે મોબાઈલ નંબર તમારા નામે રજિસ્ટર્ડ કરવા આ પ્રોસેસ ફોલો કરો, કંપની તમારા ઘરે સિમકાર્ડ આપી જશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, સુરત, દિલ્હી, મુંબઈ સહિતના શહેરના લોકો સિમકાર્ડ ઘરે મેળવી શકશે

વોડાફોન આઈડિયા યુઝર્સને ફ્રી ડોરસ્ટેપ ડિલીવરી સાથે પ્રીમિયમ, ફેન્સી અને કસ્ટમાઈઝ મોબાઈલ નંબર પસંદ કરવાની તક આપી રહી છે. Vi ગ્રાહક પોતાના લકી નંબર, જન્મ તારીખ સહિતના સ્પેશિયલ નંબરવાળો મોબાઈલ નંબર પોતાના નામે રજિસ્ટર્ડ કરાવી શકે છે. આ સુવિધા પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ બંને ગ્રાહકોને મળશે.

આ શહેરના લોકો લાભ ઉઠાવી શકશે
અમદાવાદ, સુરત, જયપુર, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતાના યુઝર્સને કંપની ગ્રાહકોના લકી નંબરવાળું સિમકાર્ડ ઘરે આપી જશે. અન્ય શહેરના યુઝર્સ સર્વિસ સેન્ટર પરથી કાર્ડ
ખરીદી શકશે.

મનપસંદ મોબાઈલ નંબરવાળું સિમકાર્ડ લેવા માટે આ પ્રોસેસ ફોલો કરો

  • સૌ પ્રથમ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
  • હવે પ્રીપેઈડ અથવા પોસ્ટપેઈડ ઓપ્શન સિલેક્ટ કરો.
  • પિન કોડ અને મોબાઈલ નંબર સહિતની ડિટેલ સબમિટ કરો.
  • ત્યારબાદ એક VIP મોબાઈલ નંબર પસંદ કરો.
  • લિસ્ટમાં આપેલા નંબર તમને પસંદ ન હોય તો તમારા જન્મદિવસ, એનિવર્સરી અથવા લકી નંબર સબમિટ કરી મોબાઈલ નંબર માટે સર્ચ કરો.

વોડાફોન આઈડિયા, એરટેલ અને જિયોના પ્લાન્સ વચ્ચેનો તફાવત સમજો