તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Flipkart Announces Its Annual Sale 'The Big Billion Days'; Sale Will Start On Amazon And Snapdeal As Well, Know About Big Discounts And Great Offers Available In All Categories?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસ્ટિવલ શોપિંગ:ફ્લિપકાર્ટનો વાર્ષિક સેલ ‘ધ બિગ બિલિયન ડેઝ’ 16 ઓક્ટોબરથી, ઈલેક્ટ્રોનિક્સ પર 80% તો ટીવી પર 75% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘ધ બિગ બિલિયન ડેઝ’ 16 ઓક્ટોબરથી શરૂ થશે
 • સ્નેપડીલે પણ ફેસ્ટિલ સેલની જાહેરાત કરી છે
 • એમેઝોન તેના સેલની જાહેરાત આગામી અઠવાડિયે કરશે

ફેસ્ટિવ સિઝન શરૂ થવાની છે તેવામાં દેશની ઈ કોમર્સ સાઈટ્સે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વોલમાર્ટની માલિકીની ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટનો વાર્ષિક સેલ ‘ધ બિગ બિલિયન ડેઝ’ સેલ 16થી 21 ઓક્ટોબર સુધી ચાલશે. શનિવારે સેલની જાહેરાત સાથે કંપનીએ કેટલીક ડીલ્સ અને ઓફર્સની પણ માહિતી આપી છે. ફ્લિપકાર્ટનો આ સેલ સૌથી મોટો સેલ માનવામાં આવે છે. તેમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, હોમ અપ્લાયન્સ અને ફેશન સહિત અનેક કેટેગરીમાં મોટી ઓફર મળી રહી છે.

6 દિવસનો સેલ
આ સેલમાં વધારામાં વધારે પ્રોડક્ટ્સ શોકેસ કરાશે. નવા અને જૂના બંને ગ્રાહકોને તમામ ડીલ્સનો લાભ મળશે. આ સેલમાં MSME સહિત અનેક સેલર્સને પણ લાભ મળશે.

‘ધ બિગ બિલિયન ડેઝ’માં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ

 • આ સેલમાં કંપની SBI બેંકનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ પર 10%નું ડિસ્કાઉન્ટ આપશે
 • ફ્લિપકાર્ટે પેટીએમ સાથે પણ પાર્ટનરશિપ કરી છે, તેમાં પણ ગ્રાહકોને કેશબેક મળશે
 • ગ્રાહકોને ડેબિટ કાર્ડથી EMI દ્વારા પ્રોડક્ટ લેવાની ઓફર મળશે તેમાં અનેક બેંક પર નો કોસ્ટ EMIની ઓફર મળશે
 • ફ્લિપકાર્ટ પે લેટર ઓપ્શનથી તમે સેલ દરમિયાન શોપિંગ કરીને તેની ચૂકવણી પછી કરી શકશો

સેમસંગના ફોન પર સ્પેશલ ઓફર
આ સેલમાં સેમસંગના સ્માર્ટફોન પર ખાસ ઓફર મળશે. ગ્રાહક સેમસંગ સ્માર્ટફોનની 70% કિંમત ચૂકવી 1 વર્ષ બાદ નવા સ્માર્ટફોન સાથે એક્સચેન્જ કરી શકે છે. એક્સચેન્જ માટે ગ્રાહકોને અનેક ઓફર મળી રહી છે. ફીચર ફોનને પણ સ્માર્ટફોનથી એક્સચેન્જ કરાવી શકાશે.

સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ

 • સેલ દરમિયાન પોકો M2 પ્રો પર 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સ્માર્ટફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. સેલમાં 12,999 રૂપિયામાં તેની ખરીદી કરી શકાશે.
 • ઈન્ફિનિક્સ હોટ 9 પ્રોની ખરીદી 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 9,499 રૂપિયામાં કરી શકાશે.
 • તો રિઅલમી C12 પર પણ 1000 રૂપિયાનું ડિસ્કાન્ટ મળશે.
 • LG G8X ડ્યુઅલ સ્ક્રીન ફોનની કિંમત 54,990 રૂપિયા છે. સેલમાં તેને 19,990 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવશે. અર્થાત તેના પર પૂરા 35 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ પર મળનારી છૂટ

 • ઇલેક્ટ્રોનિક્સ પર 80% છૂટ આપવાનો દાવો કર્યો છે
 • હેડફોન્સ અને સ્પીકર્સ પર પણ 80% છૂટ આપવાનો કંપનીએ દાવો કર્યો છે.
 • ટીવી અને હોમ અપ્લાયન્સિસ પર સેલ દરમિયાન 75%ની છૂટનો દાવો કર્યો છે.
 • કંપની ફેશન, ટોયઝ, ફર્નિચર સહિત અન્ય ઘણી કેટેગરીમાં છૂટ આપશે.
 • દરેક સેલની જેમ આ સેલમાં પણ રશ અવર્સ, ક્રેઝી ડીલ્સ અને મહા પ્રાઈઝ ડ્રોપ કેટેગરી હશે.
 • ફ્લિપકાર્ટનું કહેવું છે કે, બેસ્ટ સેલિંગ લેપટોપ્સ પર 60%ની છૂટ મળશે. ટોપ 20 ટ્રીમર 299 રૂપિયાથી શરુ થશે.

એમેઝોન અને સ્નેપડીલમાં પણ ફેસ્ટિવ સેલ
ફ્લિપકાર્ટની કોમ્પિટિટર કંપની એમેઝોન પણ એમેઝોન ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલ સેલની તારીખ આવતા અઠવાડિયે જાહેર કરે તેવી આશા છે. અન્ય ઈ-કોમર્સ કંપની સ્નેપડીલ પોતાના પ્રથમ સેલનું આયોજન ઓક્ટોબરના મધ્યમાં નવરાત્રિ દરમિયાન કરશે. આ ઉપરાંત કંપની અન્ય બે સેલ ઓક્ટોબર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં કરશે. ઈ-કોમર્સ કંપનીઓનો આખા વર્ષના ધંધાની મોટાભાગની કમાણી ફેસ્ટિવ સિઝન દરમિયાન આવે છે. દશેરાથી દિવાળી સુધી આ કંપનીઓ અનેક વાર સેલ રાખે છે.

સ્નેપડીલે શું કહ્યું?
આ વર્ષે તહેવારની સિઝન દરમિયાન સ્નેપડીલે 75 હજારથી વધારે નવા સેલર્સને પોતાની સાથે જોડ્યા છે. આ ઉપરાંત આ વર્ષે પોતાના પ્લેટફોર્મ પર 5000 મેન્યુફેક્ચરર અને સેલર્સને કનેક્ટ કર્યા છે. કંપનીનું કહેવું છે કે, આ વર્ષે અમે ગ્રાહકોને વ્યાજબી કિંમત મળે તેના પર ફોકસ કરીશું.

કિંમત શું હશે?
ગયા વર્ષ કરતાં આ વર્ષે કિંમતો ઓછી હશે. કિચન વેર, હોમ ફર્નિશિંગ, હોમ ઈમ્પ્રુવમેન્ટ પ્રોડક્ટ, ફેશન પ્રોડક્ટ જેમ કે, સાડી, કુર્તી, સૂટ, કિડ્સ વેર અને અન્ય આઈટમ્સ પર સારું ડિસ્કાઉન્ટ મળશે. કંપનીનો આ વર્ષનો દિવાળી સેલ ‘કમ મેં દમ’ થીમ પર હશે. સિલેક્ટેડ બેંક કાર્ડથી ખરીદી પર મેક્સિમમ છૂટ પણ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો