• Gujarati News
  • Utility
  • Flipkart, Amazon, Myntra, Tata Cliq Festive Sale, Whether To Bring Home New TV Fridge Washing Machine Or Clothes To Buy For The Festival, See Which Platform Is Getting The Most Discount

ફેસ્ટિવલ શૉપિંગ:તહેવારમાં નવું ફ્રીજ, ટીવી, વૉશિંગ મશીન અથવા કપડાંની ખરીદી કરતાં પહેલાં જાણી લો કયા પ્લેટફોર્મ પર સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લિપકાર્ટ પર SBI, ICICI, HDFC સહિત અનેક બેંકના કાર્ડ પર નો કોસ્ટ EMIની ઓફર મળે છે
  • મિન્ત્રા કપડાં પર 80% સુધી ડિસ્કાઉન્ટ સાથે ઈઝી રિટર્ન, ફ્રી હોમ ડિલિવરી અને કેશબેક ઓફર કરી રહી છે

આવનારા દિવસોમાં ફ્લિપકાર્ટ, એમેઝોન, ટાટા ક્લિક સહિત અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સેલ શરુ થવાનો છે. સેલ દરમિયાન કંપનીઓ ગેજેટ્સ, હોમ અપ્લાયન્સિસ અને કપડાં મોટા ડિસ્કાઉન્ટમાં વેચશે. અલગ-અલગ પ્લેટફોર્મ પર કેટેગરી પ્રમાણે ડિસ્કાઉન્ટ પણ અલગ હશે. જો તમે આ સેલ્સની આતુરતાપૂર્વક રાહ કોઈ રહ્યા છો પરંતુ પ્લેટફોર્મ પર અલગ-અલગ ઓફર્સને લીધે કન્ફયુઝ છો અને નક્કી નથી કરી શકતા કે ખરીદી ક્યાંથી કરવી, તો તમારા કન્ફયુઝનને ઓછું કરવા માટે અમે એક જ જગ્યાએ બધી ઓફર્સ જણાવી રહ્યા છીએ. જેથી તમે સરળતાથી નક્કી કરી શકો કે ક્યાંથી ખરીદી કરવી ફાયદાકારક હશે. જાણીએ ક્યાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે...

ઈ કોમર્સ સાઈટ્સ પર આ ઓફર મળશે

  • અલગ-અલગ ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને લલચાવવા નો-કોસ્ટ EMI, ઈન્સ્ટન્ટ કેશબેક અને એક્સચેન્જ ઓફર આપી રહી છે. ફ્લિપકાર્ટ પર SBI, ICICI, HDFC સહિત ઘણી અન્ય મોટી બેંકની સાથે બજાજ ફિનસર્વ પર પણ નો-કોસ્ટ EMIની સુવિધા મળી રહી છે, તે પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર. ડેબિટ કાર્ડ પર પણ EMIની સુવિધા મળી રહી છે. તેના માટે મિનિમમ બેલેન્સ પણ મેન્ટેન કરવું જરૂરી નથી.
  • એમેઝોન ખાસ કરીને HDFC કાર્ડ હોલ્ડર્સને ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર પણ આપી રહ્યું છે. સાથે જ બજાજ ફિનસર્વના ડેબિટ-ક્રેડિટ કાર્ડ પર નો -કોસ્ટ EMI અને એક લાખ સુધીની ક્રેડિટ લિમિટ મળે છે. ઘણી પ્રોડક્ટ્સ પર કંપની ફ્રી-હોમ ડિલિવરીની સુવિધા પણ આપી રહી છે.
  • મિન્ત્રા, ICICI ક્રેડિટ-ડેબિટ કાર્ડ હોલ્ડર્સને ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તે ઉપરાંત રેફરલ કોડ પર કેશબેક, ઈઝિ રિટર્ન અને કેટલીક પ્રોડક્ટસ પર ફ્રી હોમ ડિલિવરી પણ આપી રહી છે.
  • ટાટા ક્લિકે એક્સિસ અને ICICI બેંકની સાથે ભાગીદારી કરી છે. કંપની એક્સિસ બેંકનાં ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ICICI બેંક કાર્ડ અને EMI પર ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમામ પ્લેટફોર્મ પર 10% સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ

  • એક જ પ્રોડક્ટ કેટેગરી પર ઈ-કોમર્સ કંપનીઓ વિવિધ પ્રકારના ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ટેબલમાં તમે જોઈ શકો છો કે, કેટલીક જગ્યાએ લાર્જ એપ્લાયન્સિસ પર સૌથી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને ક્યાંક કપડાં ખરીદી શકાય છે. જો કે, તે જરૂરી નથી કે તમે જે બ્રાન્ડની પ્રોડક્ટને પંસદ કરો છો તેના પર પણ એટલું જ ડિસ્કાઉન્ટ મળે. બ્રાન્ડ-ટુ-બ્રાન્ડ ડિસ્કાઉન્ટની રકમ અલગ હોઈ શકે છે. એમેઝોન પર ટીવી-ફ્રીજ-વૉશિંગ મીશન અને AC જેવા લાર્જ અપ્લાયન્સિસ પર 75% સુધીનો લાભ મળશે જ્યારે ક્લોધિંગ પર 80% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
  • એટલે કે કપડાં અને લાર્જ એપ્લાયન્સિસની ખરીદી કરવા માગતા હોય તો એમેઝોન પસંદ કરી શકાય છે. (નોંધ- ડિસ્કાઉન્ટના આ આંકડા પ્રોડક્ટના મોડેલ અને બ્રાન્ડના હિસાબથી અલગ હોઈ શકે છે)

1. ફ્લિપકાર્ટ આ પ્રોડક્ટ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે

પ્રોડક્ટવાસ્તવિક કિંમત (રૂપિયામાં)ઓફર કિંમત (રૂપિયામાં)ડિસ્કાઉન્ટ
iFFALCON (TCL)નું 43 ઈંચ અલ્ટ્રા HD(4k)769902699964%
MarQ (Flipkart) 7.5kg ફૂલ્લી ઓટોમેટિંક વૉશિંગ મશીન369991699054%
Onida 190L સિંગલ ડોર ફ્રીજ18990949949%
Midea 1.5 Ton 3 સ્ટાર સ્પ્લિટ AC525002424953%

2. એમેઝોન આ પ્રોડક્ટ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે

પ્રોડક્ટવાસ્તવિક કિંમત (રૂપિયામાં)ઓફર કિંમત (રૂપિયામાં)ડિસ્કાઉન્ટ
એમેઝોન બેઝિક 564L સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટર749994099955%
એમેઝોન બેઝિક 1.5 ટન 3 સ્ટાર ઈન્વર્ટર સ્પ્લિટ AC489902499951%
વન પ્લસ Y-સિરીઝ 43 ઈંચ સ્માર્ટ ટીવી299992499917%

નોંધ: આ ઓફર કંપનીની સાઈટ પ્રમાણે છે. કંપનીએ ઓફર્સની ઓફિશિયલ જાહેરાત કરી નથી.

3. મિન્ત્રા આ પ્રોડક્ટ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે

પ્રોડક્ટ ફોર ગર્લ્સડિસ્કાઉન્ટ
ગર્લ્સ ટોપ એન્ડ ટી, ડ્રેસિસ, સાડી, કુર્તી, જીન્સ, ફ્લેટ એન્ડ હીલ્સ50-80%
હેન્ડબેગ40-80%
બ્યૂટી પ્રોડક્ટUpto 80%
જેકેટ્સ એન્ડ સ્વેટર્સ30-70%
વોચUpto 70%
પ્રોડક્ટ ફોર મેન્સડિસ્કાઉન્ટ
ટી શર્ટ50-80%
ટ્રાઉઝર એન્ડ શોર્ટ્સ30-70%
જીન્સ40-80%
સ્પોર્ટ્સ શૂ30-80%
શર્ટ40-80%
કેઝ્યુલ શૂ30-80%
જેકેટ્સ એન્ડ સ્વેટર્સ30-70%
ટ્રેક પેન્ટ્સ30-80%
ફ્લિપ ફ્લોપ30-70%
વોચUpto 70%
કિડ્સ પ્રોડક્ટડિસ્કાઉન્ટ
ડ્રેસિસ199 રૂપિયાથી શરૂ
નાઈટ સ્યૂટ99 રૂપિયાથી શરૂ
ફૂટવૅર40-70%
ટી-શર્ટ એન્ડ જીન્સ149 રૂપિયાથી શરૂ
એસેસરીસ એન્ડ ગેજેટ્સUpto 80%

4. ટાટા ક્લિક આ પ્રોડક્ટ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે

પ્રોડક્ટવાસ્તવિક કિંમત(રૂપિયામાં)ઓફર કિંમત (રૂપિયામાં)ડિસ્કાઉન્ટ
કેરિયર 1 टन 5-સ્ટાર AC (2019 રેન્જ)527003734028%
Haier 565L સાઈડ બાય સાઈડ1050005399048%
Onida 8.5kg ફૂલ્લી ઓટોમેટિક વૉશિંગ મશીન32990 .1499454%
સ્યૂટ ફોર ગર્લ્સ--Upto 80%
મેન્સ ફોર્મલ--ફ્લેટ 50% ઓફ
સ્પોર્ટ્સ શૂ--Upto 70%
મેન્સ ટી શર્ટ--મિનિમમ 50% ઓફ
સનગ્લાસ--Upto 70%