તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Five month old Baby Girl ‘turning To Stone’ As Her Parents Urge Others To Know The Warning Signs

રેરેસ્ટ ઓફ રેર:5 મહિનાની બાળકીનું શરીર ધીમે-ધીમે પથ્થર બની રહ્યું છે, આવી બીમારીનો કેસ 20 લાખ લોકોમાં એકવાર આવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ બીમારીથી પીડિત પેશન્ટ 20 વર્ષની ઉંમર સુધીમાં પથારીવશ બની જાય છે - Divya Bhaskar
આ બીમારીથી પીડિત પેશન્ટ 20 વર્ષની ઉંમર સુધીમાં પથારીવશ બની જાય છે
  • આ નાનકડી ઢીંગલી ફાઈબ્રોડાઈસપ્લાસિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા (FOP)થી પીડાય રહી છે
  • હાલ લેક્સીના પગના પંજા નિર્જીવ છે, તે ચાલી શકતી નથી

ઇંગ્લેન્ડમાં 5 મહિનાની લેક્સીનું શરીર પથ્થરમાં ફેરવાઈ રહ્યું છે. જી હા, આ વાત સાંભળીને તો માનવામાં ના આવે પણ સાચી છે. 20 લાખ લોકોમાં માત્ર એક વ્યક્તિને થાય તેવા રેરેસ્ટ ઓફ રેર રોગથી લેક્સી પીડાય રહી છે. તેના પેરેન્ટ્સ તેમની દીકરીની માટે ઓનલાઈન ફંડ રેઝ કરીને સારવાર કરાવી રહ્યા છે.

જન્મ સમયે બીમારીનાં કોઈ અણસાર નહોતા
જન્મ સમયે બીમારીનાં કોઈ અણસાર નહોતા

પેશન્ટ 20 વર્ષની ઉંમર સુધીમાં પથારીવશ બની જાય છે
31 જાન્યુઆરીએ જન્મેલી લેક્સી જન્મ સમયે એક હેલ્ધી બેબી હતી, પણ સમય જતા તેની માતા એલેક્સને ખબર પડી કે લેક્સીને ફાઈબ્રોડાઈસપ્લાસિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા (FOP)બીમારી છે. આ કન્ડીશનમાં પેશન્ટ 20 વર્ષની ઉંમર સુધીમાં તો પથારીવશ બની જાય છે. તેના શરીરના અંગોનું હલન-ચલન થવાનું બંધ થઈ જાય છે અને આવા લોકોનું આયુષ્ય 40 વર્ષનું હોય છે. હાલ લેક્સીના પગ પથ્થર જેવા જેવા છે. તેનો પંજો કે આંગળીમાં કોઈ હલન-ચલન થતી નથી.

લેક્સી તેના પરિવાર સાથે
લેક્સી તેના પરિવાર સાથે

લેક્સીનો મોટો ભાઈ એકદમ નોર્મલ છે
આ રેર જિનેટિક ડિસઓર્ડરથી હાડકાની મુમેન્ટ બંધ થઈ જાય છે અને તેનાથી શરીર એક પથ્થર જેવું બની જાય છે. લેક્સીનો પરિવાર ઇંગ્લેન્ડનાં હેમલ હેમ્પ્સ શહેરમાં રહે છે. લેક્સીને એક મોટો ભાઈ પણ છે જે એકદમ નોર્મલ છે. લેક્સીની બીમારી ખબર પડ્યા પછી તેના પેરેન્ટ્સે અન્ય લોકોને પણ તેમના બાળકમાં આવા લક્ષણ જોવા કહ્યું છે.

ગંભીર બીમારી હોવા છતાં આખો દિવસ ખુશ રહે છે
ગંભીર બીમારી હોવા છતાં આખો દિવસ ખુશ રહે છે

લેક્સી ખૂબ સ્ટ્રોંગ છે
એપ્રિલ મહિનામાં લેક્સીના પગમાં કોઈ હલનચલન ના થતા તેના પેરેન્ટ્સને શંકા ગઈ અને એક્સ-રેમાં આ બીમારી વિશે ખબર પડી. લેક્સીની માતા એલેક્સે કહ્યું, અમને પહેલીવાર ખબર પડી ત્યારે ડૉક્ટરે કહ્યું કે, તમારી દીકરી ક્યારેય ચાલી નહીં શકે. લેક્સી એટલી સ્ટ્રોંગ છે કે તેના સ્મિતથી અમારું દુઃખ ભૂલાય જાય છે.

દીકરીની સારવાર માટે પેરેન્ટ્સ શક્ય એટલા તમામ પ્રયત્નો કરી રહ્યા છે
લેક્સીના રિપોર્ટ અમેરિકા મોકલવામાં આવ્યા હતા અને 14 જૂને ફાઈબ્રોડાઈસપ્લાસિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા (FOP)બીમારી હોવાનું કન્ફર્મ થયું હતું. આ બીમારી પાછળ ACR1 જનીન જવાબદાર છે અને લેક્સીની બોડીમાં તે હાજર છે.

લેક્સીના પેરેન્ટ્સ દીકરીને સાજી કરવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે
લેક્સીના પેરેન્ટ્સ દીકરીને સાજી કરવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે

ઇંગ્લેન્ડના ફેમસ બાળરોગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે કહ્યું, મેં મારા 30 વર્ષના કરિયરમાં આવો કેસ ક્યારેય જોયો નથી, મારા માટે પણ આ એક આશ્ચર્ય સમાન છે. લેક્સીના પિતા ડેવે કહ્યું, અમને આ બીમારી વિશે ખબર પડી ત્યારે દિલ તૂટી ગયું હતું. જ્યારે ખબર પડી કે આ બીમારીની કોઈ સારવાર જ નથી ત્યારે બહુ દુઃખ થયું. એલેક્સ અને ડેવ ચેરિટી અને લોકોને આ બીમારી વિશે જાગૃત કરી રહ્યા છે. એલેક્સે કહ્યું, લેક્સીને શરુઆતના સ્ટેજમાં યોગ્ય દવા અને સારવાર મળી જાય એ માટે ફંડ કલેક્ટ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...