તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • First Of All, We Have To Understand The Feelings Of Children, Know Why Irritability Occurs In Children

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોને આ રીતે ખુશ રાખો:બાળકોની ફિલિંગ્સ સમજો, જાણો બાળકોમાં ચીડિયાપણું કેમ આવે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસની અસર બાળકોના મગજ પર પણ થઈ છે. તેનું કારણ લાંબા સમય સુધી ઘરમાં જ રહેવાનું છે. તેમની સ્કૂલ, એક્સર્સાઈઝ, રમવાનું, હરવા ફરવાનું બંધ છે. તેને લીધે બાળકો ચીડિયા બની રહ્યા છે. તેવામાં પેરેન્ટ્સ સામે આ પડકાર છે કે તેમની સંભાળ કેવી રીતે કરવી? તેમને ખુશ કેવી રીતે રાખવા? જેથી કોરોનાની નહિવત અસર થાય.

ઈમોશનલ ઈન્ટેલિજન્સ એન્ડ સોશિયલ ઈન્ટેલિજન્સ પુસ્તકના લેખક ડેનિયલ ગોલેમન કહે છે કે, એક પેરેન્ટ્સ તરીકે તમારે બાળકોમાં કોઈ પોઝિટિવ ફેરફાર જોવો છે તો પહેલાં તેમની ફિલિંગ્સ સમજવી જરૂરી છે.

બાળકોમાં ચીડિયાપણું શા માટે આવે છે?
તેનું કારણ મેલ્ટડાઉન છે. મેલ્ટડાઉન એક મગજની પ્રક્રિયાને કારણ થાય છે. નાના બાળકોમાં મેલ્ટડાઉન થવું સામાન્ય વાત છે. તે ત્યારે થાય છે જ્યારે બાળકો કોઈ વસ્તુથી જોખમ અથવા અસુરક્ષિત મહેસૂસ કરે. તે દરમિયાન તે ચીડિયા બની જાય છે. આ સમયે બાળક મિડ ફ્રીક આઉટ સ્ટેજમાં ન આવે ત્યાં સુધી પેરેન્ટેસે તેની સાથે કોઈ વાત ન કરવી જોઈએ.

મિડ ફ્રીક આઉટ શું છે?
જ્યારે બાળક જિદ અથવા ગુસ્સો કરી અચાનક શાંત થઈ જાય તેને મિડ ફ્રીક આઉટ સ્ટેજ કહેવાય છે. તે બધા બાળકોમાં સામાન્ય હોય છે. આ સ્ટેજમાં વાત કરવા પર પેરેન્ટ્સ જાણી શકે છે કે બાળક શા માટે ગુસ્સો કે જિદ કરે છે.

મેલ્ટડાઉનની સાયકોલોજી શું છે?
વ્હાય વી સ્નેપના લેખક અને ન્યૂરો સાયન્ટિસ્ટ આર ડોગલ્સ ફીલ્ડ્સના જણાવ્યા પ્રમાણે, ચીડિયાપણામાં મગજના 2 ભાગ ઈન્વોલ્વ હોય છે. પ્રથમ અમિગ્ડાલા, જે ગુસ્સો અને ડર જેવી ભાવનાઓ પર રિએક્ટ કરે છે અને બીજો હાઈપોથેલેમસ, જે શરીરના હાર્ટ રેટ અને તાપમાન જેવાં ફંક્શન કન્ટ્રોલ કરે છે.

જ્યારે બાળક બેડ પર એકલા સૂવાની જિદ કરે તો તમારે સમજી લેવું જોઈએ કે તેના મગજના અમિગ્ડાલાએ કોઈ થ્રેટ અથવા ડર ડિટેક્ટ કર્યો છે. તેના લીધે મગજના બીજા ભાગ હાઈપોથેલેમસે તેને સૂવા માટે આકર્ષિત કર્યું છે. તેથી બાળકને તે કરવા દો જેની તે જિદ કરે છે.

બાળકોની આંખોમાં જોઈને વાત કરવાથી તેઓ જલ્દી માની જાય છે
હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં ન્યૂરોસાયન્સના પ્રોફેસર ડૉક્ટર ચાર્લ્સ નેલ્સનના જણાવ્યા પ્રમાણે, બાળકોને મનાવતી વખતે સૌથી સારું જેશ્ચર હોય છે કે તમે તેમની સામે ઘૂંટણના બળે બેસી જાવ. ત્યારબાદ તેમના બંને હાથોને પકડીને તેમની આંખોમાં જોઈને વાત કરો. આવી સ્થિતિમાં બાળકના જલ્દી સામાન્ય થવાની સંભાવના વધારે રહે છે. બાળકો જલ્દી ખુશ થઈ જાય છે.

બાળકોના વિચારોને સમજવાનો પ્રયાસ કરો

  • વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાનાં કારણે જીવનશૈલી બદલાઈ ગઈ છે. તમે પણ તમારી જાતને બદલો. પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર આવો. બાળકોના વિચારોને સમજવાનો પ્રયાસ કરો.
  • મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, મોટિવેશન બે રીતે થાય છે. પ્રથમ આંતરિક (Internal) અને બીજું બાહ્ય (External) જાણો બંને શું છે-
  • ઈન્ટરનલ મોટિવેશનથી કોઈ કામ કરવામાં આપણને વધારે મજા આવે છે. કામ બાદ સંતોષ મળે છે. તે ઉપરાંત શીખવાનો ઉત્સાહ વધી જાય છે.
  • એક્સટર્નલ મોટિવેશનથી કોઈ કામમાં આપણું આઉટકમ એટલે કે પરિણામ સારું હોય છે. જેમ કે, જ્યારે આપણે પરીક્ષા પહેલાં સખત મહેનત કરીએ છીએ અને સારા નંબર આવે છે તો તેની પાછળ આપણું એક્સટર્નલ મોટિવેશન હોય છે.

દુનિયામાં દર 10માંથી 1 બાળક તેમની લાગણીઓ શેર કરવામાં અચકાય છે
બાળપણ વસ્તુઓ શીખવા અને સમજવા અને શોધવાનો શ્રેષ્ઠ સમય છે. એક વ્યક્તિ તેના જીવનકાળમાં જે શીખે છે તેના 50% બાળપણમાં શીખે છે. કેટલાક બાળકો એવા પણ હોય છે, જે ઓછું બોલે છે. તેઓ ઈન્ટ્રોવર્ટ થઈ જાય છે. તેઓ તેમના મનની વાતને મનમાં જ રાખે છે. દુનિયામાં દર 10માંથી 1 બાળક તેમની લાગણી, જરૂરિયાત અને સમસ્યાને કોઈની સાથે શેર કરવામાં ખચકાટ અનુભવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો